પ્રભાસની ફિલ્મ સાલાર એક પછી એક કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે
પ્રભાસની ફિલ્મ સાલાર રિલીઝ થઈ તેના 2 અઠવાડિયા થઈ ચૂક્યા છે. હવે આ ફિલ્મે પ્રભાસના કરિયરની સૌથી મોટી ફિલ્મ બાહુબલીને પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી-1 પ્રભાસના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી. જેનો રેકોર્ડ સાલારે તોડ્યો નથી. હવે આ ફિલ્મ કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે. ત્યારે તેનો ક્રેઝ જોવા લાયક હોય છે. તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ પણ કાંઈ આવી જ છે. ફિલ્મ રિલીઝ થઈને 13 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે ફિલ્મના કલેક્શનના આંકડાઓ શાનદાર છે. ચાલો જાણીએ કે, પ્રભાસની સાલારે અત્યારસુધી કેટલો બિઝનેસ કર્યો છે અને આ વીકેન્ડ ફિલ્મ પાસે શું આશા છે.
એક બાદ એક નવા રેકોર્ડ બનાવ્યા
Sacnilkના રિપોર્ટ મુજુબ સાલાર પ્રભાસના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. આ ફિલ્મ એક બાદ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. 12 દિવસે આ ફિલ્મે ભારતમાં 368.32 કરોડ રુપિયાનું નેટ કલેક્શન કર્યું હતુ. હવે 13માં દિવસે 5.25 કરોડનો બિઝનેસ પણ કર્યો છે. આ સાથે ઈન્ડિયામાં કુલ મેળવી સાલારે અત્યારસુધી 373.57 કરોડ રુપિયા કમાયા છે.
View this post on Instagram
સાલાર પ્રભાસની બીજી સૌથી મોટી ફિલ્મ બની
વર્લ્ડવાઈડ પણ ફિલ્મનું કલેક્શન જોવા લાયક છે. ટ્રેડ એક્સપર્ટ Manobala Vijayabalan મુજબ આ ફિલ્મે 12 દિવસમાં 650 કરોડ રુપિયા કમાય લીધા છે. આ સાથે આ ફિલ્મ પ્રભાસની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા બાહુબલીએ આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. 12 દિવસમાં સાલારે 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ 149.50 કરોડ રુપિયા કમાય લીધા છે.
ફિલ્મે 300 કરોડનો આંકડો આરામથી પાર કર્યો
એડવાન્સ બુકિંગમાં જ સાલારે અંદાજે 50 કરોડનો બિઝનેસ કર્યો હતો. ઓપનિંગ ડે પર ફિલ્મે 90.7 કરોડ રુપિયા કમાયા હતા. પહેલા વીકએન્ડ પર તો આ ફિલ્મે 300 કરોડનો આંકડો આરામથી પાર કરી લીધો હતો હવે એ જોવાનું રહેશે કે, બીજા અઠવાડિયામાં ફિલ્મ કેવી કમાલ કરે છે.
આ પણ વાંચો : મારી લડાઈ સલમાન ખાન સાથે હતી, બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ અનુરાગ ડોભાલનું નિવેદન
