Salman Khan Birthday : જન્મદિવસ પર સલમાન ખાનને મળવા આવેલા ફેન્સ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

સલમાન ખાન (Salman Khan) બાદ તેના પિતા સલીમ ખાન પણ ફેન્સને મળવા માટે બાલ્કનીમાં આવ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન મંગળવારે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

Salman Khan Birthday : જન્મદિવસ પર સલમાન ખાનને મળવા આવેલા ફેન્સ પર પોલીસે કર્યો લાઠીચાર્જ
Lathi charge on Salman Khan fansImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 10:05 PM

સુપરસ્ટાર સલમાન ખાનની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોઈ રહેલા ‘દબંગ ખાન’ના ફેન્સ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સલમાન ખાનના ફેન્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બહાર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પોલીસ બેરીકેટ્સ લગાવીને તેમને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ જ્યારે સલમાન તેના ફ્લેટની બાલ્કનીમાં આવ્યો ત્યારે ભીડ કાબૂમાં રહી નહીં અને પછી પોલીસે લાઠીચાર્જ કર્યો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

સલમાનને વિશ કરવા પહોંચ્યો શાહરૂખ

સલમાન ખાનને પાપારાઝીથી લઈને તેના ફેન્સ અને ઘણાં સેલિબ્રિટીઝે તેને શુભેચ્છા પાઠવી હતી, તો સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતે પણ તેને શુભેચ્છા આપવા તેના ઘરે પહોંચ્યો હતો. સલમાન ખાન અને શાહરૂખ ખાનની એક સાથે તસવીરો પણ સામે આવી છે. બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. તમને જણાવી દઈએ કે સલમાન અને શાહરૂખ પઠાન અને ટાઈગર-3 માં એકસાથે જોવા મળી શકે છે.

સલમાને ફેન્સનો માન્યો આભાર

સલમાન ખાન વિશે એવું કહેવામાં આવે છે કે તેના ફેન્સ તેને જેટલો પ્રેમ કરે છે તેટલો જ તે તેના ફેન્સને પણ પ્રેમ કરે છે. જન્મદિવસ પર આજે તેની એક ઝલક જોવા માટે તેના ઘરની બહાર તેના ફેન્સ ઉમટી પડ્યા હતા, ત્યારે સલમાન ખાન બાલ્કનીમાં આવ્યો અને ફેન્સને મળ્યો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે સામલાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જોવા મળી રહ્યો છે. હાથ વેવ કરીને ફેન્સનું અભિવાદન સ્વીકારતો જોવા મળ્યો હતો.

સલમાન ખાને ફેન્સનો આભાર માનતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેયર કરી છે. સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ઘરની બાલ્કનીમાં જોવા મળી રહ્યો છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. આ તસવીર શેયર કરતા સલમાને લખ્યું, “તમારા બધાનો આભાર.” તમને જણાવી દઈએ કે સલમાન ખાને પણ પોતાના જન્મદિવસ પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં શાહરૂખ ખાન સહિત બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. અને બધાએ મળીને સલમાનના જન્મદિવસને ખાસ બનાવ્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">