PK પછી ફરી સાથે કામ કરશે આમિર ખાન અને રણબીર કપૂર, આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ

રણબીરે આમિર ખાનની ફિલ્મ પીકેમાં ખાસ ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર બંને સાથે કામ કરવા જઈ રહ્યા છે.

PK પછી ફરી સાથે કામ કરશે આમિર ખાન અને રણબીર કપૂર, આવતા વર્ષે શરૂ થઈ શકે છે શૂટિંગ
Aamir Khan and Ranbir Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 6:22 PM

બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સમાંથી એક છે. બંને સારા બોન્ડ પણ શેર કરે છે. રણબીર કપૂર અને આમિર ખાને પણ સાથે કામ કર્યું છે. રણબીરે આમિર ખાનની ફિલ્મ પીકેમાં ખાસ ભૂમિકા ભજવી હતી. હવે ફરી એકવાર બંને સાથે કામ કરવા જઈ રહ્યા છે.

બંનેને સાથે જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકોની આ રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાન અને રણબીર કપૂર એક સાથે એક પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે.

ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે

એક રિપોર્ટ અનુસાર આમિર ખાન અને રણબીર કપૂરે સાથે કામ કરવા માટે હા પાડી દીધી છે. બંનેને સ્ક્રિપ્ટ પણ ખૂબ પસંદ આવી છે. ઘણા વર્ષોથી બંને સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ સારી સ્ક્રિપ્ટ મળી ન હતી. હવે આખરે એક સ્ક્રિપ્ટ મળી છે જે બંનેને પસંદ આવી છે અને બંને કામ કરવા માટે રાજી થઈ ગયા છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022ના બીજા ભાગમાં શરૂ થશે. આ સિવાય હજુ સુધી તમામ માહિતી જાહેર કરવામાં આવી નથી.

લાલ સિંહ ચડ્ડાની રિલીઝ ડેટ જાહેર

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આમિર ખાને આ ફિલ્મને બૈસાખીના અવસર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અદ્વૈત ચંદને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તે હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે.

બીજી તરફ રણબીર કપૂરની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. આ સિવાય તે પરિણીતી ચોપરા સાથે સંદીપ વાંગાની એનિમલમાં જોવા મળવાનો છે. એનિમલનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે.

આ પણ વાંચો: IBPS Clerk 2021 : CRP ક્લાર્ક-XI પ્રિલિમ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: IIT Delhi Placement 2021: IIT દિલ્હી વર્ચ્યુઅલ મોડ પ્લેસમેન્ટ ડ્રાઇવ 1 ડિસેમ્બરથી થશે શરૂ, જાણો સમગ્ર વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">