
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમે સાથે મળીને નવું વર્ષ ઉજવ્યું હતું અને જ્યારે પાપારાઝીએ બંનેને એકસાથે જોયા, ત્યારે તેઓ તેમના ચહેરા છુપાવવા લાગ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પલક તિવારી અને ઈબ્રાહિમ કારમાં બેસીને મોઢું છુપાવે છે.
ત્યારે ફેન્સ તેને કોમેન્ટ્સ કરીને કહી રહ્યા છે. પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનના નામ લાંબા સમયથી એકબીજા સાથે જોડાયેલા છે. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે પલકે આ વાતને નકારી કાઢી હતી.
જે વીડિયો સામે આવ્યો છે તેને એક પાપારાઝીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યારે પલક તિવારીએ પોતાનો ચહેરો નીચે છુપાવ્યો છે, ત્યારે ઈબ્રાહિમ અલી ખાને પોતાનો ચહેરો પોતાના હાથથી ઢાંક્યો છે. આ વીડિયો પર યુઝર્સ તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે.
એક યુઝરે લખ્યું છે કે, ‘તે પોતાનો ચહેરો કેમ છુપાવે છે?’ અન્ય એક યુઝરે શ્વેતા તિવારીને વીડિયો ટેગ કર્યો અને લખ્યું- જુઓ તમારી દીકરી શું કરી રહી છે. જો કે, કેટલાક લોકોએ પલક તિવારી અને ઈબ્રાહિમનું સમર્થન કર્યું અને લખ્યું કે, શું છોકરો અને છોકરી મિત્ર ન હોઈ શકે? આવી રીતે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એકબીજા સાથે સંબંધમાં છે. એ એટલા માટે સંબંધો છુપાવે છે કારણ કે તેના કરિયરની હજુ શરૂઆત જ થઈ રહી છે એટલે તે સંબંધોને છુપાવવા માંગે છે.
પ્રોફેશનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો જ્યારે પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ઈબ્રાહિમ હાલમાં કરણ જોહરને ફિલ્મોમાં આસિસ્ટ કરી રહ્યો હતો.
Published On - 3:07 pm, Mon, 1 January 24