આતો કેવા લગ્ન માત્ર 5 મિનિટમાં આમિર ખાનની દિકરી કાર વગર સાસરે ચાલી ગઈ, પરંતુ વરરાજા 8 કિલોમીટર સુધી દોડતા રહ્યા
આમિર ખાનની પુત્રી ઈરા લગ્નના બંધનમાં બંધાય ચૂકી છે. જેની સૌ કોઈ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઈરા ખાને જીમ ટ્રેનર નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન ખુબ ચર્ચામાં પણ રહ્યા છે.

આપણે લગ્નમાં જોતા હોય છીએ કે, વરરાજો ઘોડી ચઢીને કે પછી કાર લઈને દુલ્હનને લેવા આવે છે પરંતુ આમિર ખાનનો જમાયે તો જોગિંગ કરી વેન્યુ સુધી પહોંચ્યો હતો.આમિર ખાનની પુત્રી ઈરા ખાન અને નૂપુરના લગ્નના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા. બંનેના લગ્ન 3 જાન્યુઆરી 2023ના રોજ થયા હતા, પરંતુ આ લગ્ન થોડા અલગ હતા. વરરાજા લગ્નમાં લક્ઝુરિયસ કારમાં અથવા ઘોડા પર સવાર થઈને આવે છે, પરંતુ આમિર ખાનના જમાઈએ કંઈક નવું કરવાનું વિચાર્યું.
8 કિલોમીટર દોડીને લગ્ન સ્થળ સુધી પહોંચ્યો
વ્યવસાયે જીમ ટ્રેનર રહેલ નુપુર જોગિંગ કરી લગ્નમાં પહોંચ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્ન માટે નૂપુર 1-2 કિલોમીટર નહીં પરંતુ સમગ્ર 8 કિલોમીટર દોડીને સ્થળ સુધી પહોંચ્યો હતો.
View this post on Instagram
આ લગ્ન ખુબ અલગ જોવા મળ્યા હતા કારણ કે, પહેલા તો ઈરા ખાન અને નૂપુરે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્નમાં અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી પરંતુ કોઈના હાથમાં ગિફટ જોવા મળી ન હતી. કારણ કે, આમિર અને તેની પહેલી પત્ની રીના દત્તાએ લગ્નમાં મહેમાનોને કોઈ પણ પ્રકારની ગિફટ લાવવાની ના પાડી હતી.
લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે
તેમનું કહેવું હતુ કે, દુલ્હન અને વરરાજાને ગિફટ દેવાના બદલે તેના એનજીઓ અગાત્સુ ફાઉન્ડેશનને દાન કરી શકે છે. નૂપુરે અંદાજે 8-9 કિલોમીટર સુધી જોગિંગ કર્યું હતું કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ નવેમ્બર 2023માં બંન્ને એ સગાઈ કરી હતી, બંન્નેના પ્રેમની શરુઆત 2020માં થઈ હતી. તેના સબંધોને વર્ષ 2021માં જાહેર કર્યા હતા.
View this post on Instagram
આમિર ખાને પણ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
તમને જણાવી દઈએ કે, આમિર ખાનના પહેલા લગ્ન વર્ષ 1986માં રીના દત્તા સાથે થયા હતા. આ લગ્નનથી તેમને 2 બાળકો આયરા અને જુનૈદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આમિર ખાને પણ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા તેનો ખર્ચો માત્ર 10 રુપિયા હતો.
આ પણ વાંચો : વોક કરી રહેલી અભિનેત્રીને કારે હવામાં ઉછાળી, અભિનેત્રીના દાંત અને હાંડકા તૂટી ગયા !
