નીના ગુપ્તાની પુત્રી મસાબાએ છૂટાછેડાના 4 વર્ષ પછી બીજા લગ્ન કર્યા, INSTA પર ફોટો કર્યો શેર

નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તાએ આજે સાદગી સાથે લગ્ન કરી લીધા છે. મસાબા બોલિવૂડ એક્ટર સત્યદીપ મિશ્રાને લાંબા સમયથી ડેટ કરી રહી હતી. હવે ફેશન ડિઝાઇનરે જાહેરાત કરી છે કે તેણે આજે સવારે એક આત્મીય સમારોહમાં સત્યદીપ સાથે લગ્ન કર્યા છે. મસાબા અને સત્યદીપના લગ્નની તસવીરો પણ સામે આવી છે.

નીના ગુપ્તાની પુત્રી મસાબાએ છૂટાછેડાના 4 વર્ષ પછી બીજા લગ્ન કર્યા, INSTA પર ફોટો કર્યો શેર
Masaba - Satyadeep Mishra Marriage
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 1:22 PM

બોલીવુડમાં લગ્નસરાનો માહોલ છે ત્યારે અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા એ પણ આજે  સવારે સામાન્ય વીધીથી લગ્ન કર્યા છે. મસાબા બોલિવૂડ એક્ટર સત્યદીપ મિશ્રાને લાંબા સમયથી ડેટ કરી રહી હતી. હવે ફેશન ડિઝાઈનરે જાહેરાત કરી છે કે તેણે આજે સવારે એક પારિવારીક સમારોહમાં તેણે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. મસાબા અને સત્યદીપના લગ્નની તસવીરો પણ સામે આવી છે.

શો દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા

મસાબા ગુપ્તા નેટફ્લિક્સની લોકપ્રિય શ્રેણી ‘મસાબા મસાબા’માં જોવા મળી હતી. આ શોમાં તેના પતિનું પાત્ર સત્યદીપે ભજવ્યું હતું. બંને શોના સેટ પર મળ્યા અને પછી પ્રેમમાં પડ્યા. હવે મસાબા અને સત્યદીપ પરણિત છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તસવીરો શેર કરીને આની જાહેરાત કરી હતી.

મસાબાએ પહેલી તસવીર શેર કરી

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘Married my ocean of calm,this morning.Here’s to many many lifetimes of love,peace,stability & most importantly laughter. And thanks for letting me pick the caption – this is gonna be great!.’

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મસાબાએ વેડિંગ આઉટફિટ્સ બનાવ્યા છે

ફોટામાં બંને ગુલાબી આઉટફિટમાં જોઈ શકાય છે. મસાબા ગુપ્તા પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે. તેણીએ તેની પોતાની બ્રાન્ડ હાઉસ ઓફ મસાબાના નવા બ્રાઈડલ કલેક્શનમાંથી કપડાં પહેર્યા હતા. સત્યદીપ મિશ્રા બરફી ગુલાબી સિલ્ક શેરવાનીમાં જોવા મળે છે, જ્યારે મસાબા ગુપ્તાએ લગ્ન માટે બરફી ગુલાબી લહેંગા પસંદ કર્યો હતો. તેણે સોનાના દાગીના પણ પહેર્યા હતા. મસાબાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ એક સાદા કોર્ટ મેરેજ હતા, જેમાં તેનો પરિવાર સામેલ હતો.

આ પણ વાંચો : Bobby Deol Birthday: OTT પર ફિલ્મો કરતાં વધુ હિટ, બોબીએ ‘બાબા નિરાલા’ બનીને લૂંટી મહેફિલ

કપલના બીજા લગ્ન

મસાબા ગુપ્તાએ સત્યદીપ મિશ્રા પહેલા મધુ મન્ટેના સાથે લગ્ન કર્યા હતા. મધુ બોલિવૂડની જાણીતી નિર્માતા છે. બંનેના લગ્ન વર્ષ 2015માં થયા હતા. જોકે ચાર વર્ષ પછી જ 2019માં બંનેએ છૂટાછેડા લીધા હતા. બીજી તરફ સત્યદીપ મિશ્રાના પણ આ બીજા લગ્ન છે. મસાબા ગુપ્તા પહેલા તેણે અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 2009 માં થયા હતા અને 2013 માં સમાપ્ત થયા હતા. સત્યદીપ ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘ચિલ્લર પાર્ટી’, ‘ફોબિયા’ અને ‘વિક્રમ વેધા’ ફિલ્મોમાં જોવા મળ્યો હતો. નવા દંપતિને તેમના લગ્ન પર ખૂબ ખૂબ અભિનંદન!

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">