’83’ New Poster: વર્લ્ડ કપમાં પ્રથમ ઐતિહાસિક જીતની ઉજવણી કરતી જોવા મળી ભારતીય ક્રિકેટ ટીમ, રણવીરનો જોરદાર લુક આવ્યો સામે

ફિલ્મ '83'ના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં તમામ ભારતીય ખેલાડીઓ જીતની ઉજવણીમાં દોડતા જોવા મળે છે. રણવીર સિંહ હાથમાં બેટ લઈને સૌથી આગળ દોડી રહ્યો છે.

'83' New Poster: વર્લ્ડ કપમાં પ્રથમ ઐતિહાસિક જીતની ઉજવણી કરતી જોવા મળી ભારતીય ક્રિકેટ ટીમ, રણવીરનો જોરદાર લુક આવ્યો સામે
’83’ New Poster
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 3:46 PM

રણવીર સિંહની (Ranveer Singh) આગામી ફિલ્મ ’83’ને લઈને દર્શકોમાં ધીમે ધીમે ઉત્સુકતા વધી રહી છે. આ ફિલ્મનું ટીઝર 2 દિવસ પહેલા રીલિઝ થયું હતું. તેનું ટીઝર જોઈને દરેકને ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો વર્લ્ડ કપ જીતવાની ક્ષણ યાદ આવી ગઈ હતી. હવે તેના મેકર્સે વધુ એક ધમાકો કર્યો છે. તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરોમાં તમામ ખેલાડીઓ જીતની ઉજવણીમાં દોડતા જોવા મળે છે.

ફિલ્મ ’83’ના મેકર્સે આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં તમામ ભારતીય ખેલાડીઓ જીતની ઉજવણીમાં દોડતા જોવા મળે છે. રણવીર સિંહ જીતના સ્મિત સાથે આગળ ચાલી રહ્યો છે. રણવીર આ ફિલ્મમાં દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ પોસ્ટરની ખાસ વાત એ છે કે તેમાં ખેલાડીઓની ભૂમિકા ભજવતા તમામ કલાકારોને સ્થાન આપવામાં આવ્યું છે. બેકગ્રાઉન્ડમાં ત્રિરંગો દેખાય છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મમાં આટલો જોશ જોવા મળશે.

આ ફિલ્મના પોસ્ટરમાં તમામ કલાકારો દેખાઈ રહ્યા છે જેમણે 1983ના વર્લ્ડ કપમાં સામેલ ખેલાડીઓની ભૂમિકા ભજવી હતી. જેમાં રણવીર સિંહ, હાર્ડી સંધુ, તાહિર ભસીન, એમી વિર્ક, સાકિબ સલીમ, ચિરાગ પાટીલ, ધૈર્ય કારવા, જતીન સરના મુખ્ય છે. આ સિવાય પંકજ ત્રિપાઠી અને બોમન ઈરાની પણ આ ફિલ્મમાં છે. આમાં દીપિકા પાદુકોણ ગેસ્ટ રોલ કરી રહી છે. તે કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કબીર ખાન 1983ના વર્લ્ડ કપની શાનદાર સ્ટોરી બતાવશે કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા એ સમયની છે જ્યારે ભારતે પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફિલ્મમાં 1983ના વર્લ્ડ કપમાં ભારતના સંઘર્ષ અને જીતની કહાની દર્શાવવામાં આવશે. આ ફિલ્મ માટે બધાએ ખૂબ જ મહેનત કરી છે. આ સાથે ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ લેવામાં આવી છે જેઓ તે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. કપિલ દેવ, રવિ શાસ્ત્રી, મોહિન્દર અમરનાથ, મદન લાલ, યશપાલ શર્મા, સઈદ જોવા મળશે.

આ ફિલ્મ પર ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે, હવે તે દર્શકોની વચ્ચે આવવા માટે તૈયાર છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હમણાં જ તેનું ટીઝર આવી ગયું છે, ટ્રેલર 30 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ટી સુધી ભારતનો સ્કોર 167/7, 216 રનની લીડ મેળવી

આ પણ વાંચો : અભિષેક બચ્ચને જણાવ્યું કે તેની ફિલ્મ ‘બોબ બિસ્વાસ’ વિદ્યા બાલનની ‘કહાની’ થી છે બહેતર

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">