Neena Gupta ના મિત્રએ આપી હતી સમલૈંગિક માણસ સાથે લગ્ન કરવાની સલાહ, અભિનેત્રીની આવી હતી પ્રતિક્રિયા

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા આજકાલ તેમની આત્મકથા 'સચ કહૂં તો' માટે ખુબજ ચર્ચામાં છે. આ પુસ્તકમાં, તેમની પ્રોફેશનલ લાઈફ સિવાય, તેમણે તેમના અંગત જીવન વિશે ઘણા ઘટસ્ફોટ કર્યા છે.

Neena Gupta ના મિત્રએ આપી હતી સમલૈંગિક માણસ સાથે લગ્ન કરવાની સલાહ, અભિનેત્રીની આવી હતી પ્રતિક્રિયા
Neena Gupta
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 17, 2021 | 4:14 PM

બોલિવૂડ(Bollywood)ની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) આજકાલ તેમની આત્મકથા ‘સચ કહૂં તો’ માટે ખુબજ ચર્ચામાં છે. આ પુસ્તકમાં, તેમની પ્રોફેશનલ લાઈફ સિવાય, તેમણે તેમના અંગત જીવન વિશે ઘણા ઘટસ્ફોટ કર્યા છે. નીના ગુપ્તાનું જીવન ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થયું છે, જેના વિશે અભિનેત્રીએ ‘સચ કહૂં તો’ માં ખુલ્લીને વાત કરી છે.

નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝના પ્રખ્યાત ક્રિકેટર વિવ રિચર્ડ્સ (Viv Richards) સાથેના સંબંધમાં હતી. જેમાંથી તેમને એક પુત્રી મસાબા છે. જો કે, તેની પત્ની અને બાળકોને કારણે વિવ રિચર્ડ્સે નીના ગુપ્તાને છોડી દીધી હતી, ત્યારબાદ તેમણે મસાબાનું પાલનપોષણ એક સિંગલ મધર તરીકે કર્યું છે. નીના ગુપ્તાએ હવે પુસ્તક ‘સચ કહું તો’ માં ખુલાસો કર્યો છે કે જ્યારે તે મસાબાથી ગર્ભવતી હતી, ત્યારે તેના એક મિત્રે તેમને ગે પુરુષ સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

એક સમાચાર અનુસાર, નીના ગુપ્તાએ પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે જ્યારે તે મસાબાથી ગર્ભવતી હતી, ત્યારે તેમના મિત્ર સુજોયે તેમને મુંબઈના બાંદ્રામાં રહેતા સમલૈંગિક બેન્કર વ્યકિત સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. કારણ કે તે વ્યક્તિ સામાજિક દબાણને ટાળવા માટે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેણે એક શરત કરી હતી કે તે સમાજને બતાવવા માટે જ નીના સાથે લગ્ન કરશે. તેનો અભિનેત્રી અને તેની પુત્રીના જીવન સાથે કોઈ સંબંધ નહી હોય.

View this post on Instagram

A post shared by Neena Gupta (@neena_gupta)

નીના ગુપ્તાએ કહ્યું, ‘મેં તેની મજાક ઉડાવી કારણ કે મને માત્ર વિવાદ ટાળવા માટે લગ્ન કરવાનું યોગ્ય લાગ્યું નહીં. હું જાણતી હતી કે મારે ખૂબ જ મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપવા પડશે. એક પબ્લિક ફિગર હોવાનો અર્થ એ હતો કે અમારી જિન્દગી, મારું અને મારા બાળકોનું જીવન હંમેશા અટકળો માટે ખુલ્લું રહેશે. પણ મેં મારી જાતને કહ્યું કે જ્યારે હું તેની પાસે આવીશ ત્યારે હું તે પુલને પાર કરી લઈશ. ત્યાં સુધી જ્યાં સુધી હું કરી શકતી હતી ત્યાં સુધી હું ઢીલા વસ્ત્રોની પાછળ છુપાઈને રહેતી. ‘

આ સિવાય નીના ગુપ્તાએ પોતાની આત્મકથામાં ઘણાં ઘટસ્ફોટ કર્યા છે. જેમાંથી એકમાં તેમણે જણાવ્યું છે કે તેમના સ્વર્ગનાં સહ-અભિનેતા સતિષ કૌશિક તેમની સાથે લગ્ન કરવા માગતા હતા. જ્યારે સતિષે નીનાને પ્રપોઝ કર્યું ત્યારે અભિનેત્રી ગર્ભવતી હતી. સતીષ તેમના ભાવિ બાળકને દત્તક લેવા પણ તૈયાર હતા પરંતુ અભિનેત્રીએ સતિષના પ્રસ્તાવને નકારી દીધો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">