નયનતારાના (Nayanthara) ફેન્સની રાહ આખરે પૂરી થઈ. હવે સાઉથના ફેમ ફિલ્મ સ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ શિવનની વેડિંગ ડોક્યુમેન્ટ્રી ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થશે. હાલમાં જ આ ઓટીટી પ્લેટફોર્મ તરફથી નયનતારા અને વિગ્નેશ શિવનના વેડિંગ ડોક્યુમેન્ટ્રીનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. બંને સ્ટાર્સની વેડિંગ ડોક્યુમેન્ટ્રીનું નામ નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ છે. તમને જણાવી દઈએ કે ફેન્સ આ ડોક્યુમેન્ટરીની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નેટફ્લિક્સ દ્વારા લગ્નની ડોક્યુમેન્ટ્રીનો 21 સેકન્ડનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ટીઝરમાં બંને સ્ટાર્સની ઝલક જોવા મળી રહી છે. ટીઝરમાં નયનતારા કહે છે- ‘હું માત્ર કામ કરવામાં જ વિશ્વાસ રાખું છું. તે જાણીને ચોક્કસપણે સારું છે કે તમારી આસપાસ ઘણો પ્રેમ છે જે તમને મળી રહ્યો છે.’ ત્યારે જ તેના પતિ સાઉથ સિનેમાના ડાયરેક્ટર વિગ્નેશ શિવન કહે છે – ‘એક મહિલા તરીકે તેનો સ્વભાવ અને પાત્ર ખૂબ જ પ્રેરણાદાયક છે. તે અંદરથી ખૂબ જ સુંદર છે. પરંતુ ડોક્યુમેન્ટરીની રિલીઝ ડેટ વિશે હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.
Cue the malems cos we’re ready to dance in excitement💃 Nayanthara: Beyond the Fairytale is coming soon to Netflix! pic.twitter.com/JeupZBy9eG
— Netflix India South (@Netflix_INSouth) August 9, 2022
Nayantara Vignesh wedding teaser out and Will be released on Netflix
તમને જણાવી દઈએ કે નયનતારા અને વિગ્નેશ શિવાને ચેન્નાઈના મહાબલીપુરમમાં એક ગ્રાન્ડ સેરેમની દરમિયાન 9 જૂને લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાંથી કોઈપણ પ્રકારના વીડિયો અને ફોટા લીક ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શાહરૂખ ખાન, રજનીકાંત, એઆર રહેમાન, સુર્યા, કાર્તિ, વિજય સેતુપતિ, ગૌતમ વાસુદેવ મેનન અને એટલીએ સહિત ભારતીય સિનેમાના ટોપ સ્ટાર્સે લગ્ન સમારોહમાં હાજરી આપી હતી.
નયનતારા અને વિગ્નેશ સિવને લગ્ન પહેલા 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ 2015માં ડાર્ક કોમેડી ફિલ્મ નાનુમ રાઉડી પેડીના સેટ પર થઈ હતી. વિગ્નેશ શિવન આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા હતા, જેમાં નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પછી નયનતારા અને વિગ્નેશ એકબીજાના પ્રેમમાં પડ્યા અને ત્યારથી બંને એકબીજા સાથે રહેવા લાગ્યા.