Mistake: સૂર્યવંશીમાં નથી થયું પોલીસ અનુશાસનનું પાલન? જુઓ IPSની ટ્વીટ પર અક્ષય કુમારનો જવાબ

વાયરલ થઈ રહેલી તસ્વીર પર છત્તીસગઢના આઈપીએસ અધિકારી અને સ્પેશિયલ ડીજીપી રાજેન્દ્ર કુમારે પોતાના ટ્વીટ સાથે એક્શન કિંગ અક્ષયની ક્લાસ લગાવી દિધી. તેના પર અક્ષયે હવે ખુલ્લીને જવાબ આપ્યો છે.

Mistake: સૂર્યવંશીમાં નથી થયું પોલીસ અનુશાસનનું પાલન? જુઓ IPSની ટ્વીટ પર અક્ષય કુમારનો જવાબ
Akshay Kumar

અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં જ તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) ની BTS મુમેન્ટને સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અક્ષય કુમાર, રણવીર સિંહ (Ranveer Singh), અજય દેવગણ (Ajay Devgn) અને રોહિત શેટ્ટી (Rohit Shetty) સાથે પોલીસ ગણવેશમાં દેખાયા હતા. જ્યાં અક્ષય, અજય અને રોહિત એકબીજાની બાજુમાં ઉભા જોવા મળે છે, રણવીર તેમની વચ્ચે એક ડેસ્ક પર બેઠા છે.

 

જુનિયર બેઠેલો-સીનિયર ઉભા?

જ્યારે અજયની સિંઘમ અને અક્ષયની સૂર્યવંશીની સરખામણીમાં રણવીરની સિમ્બા તેમની પોસ્ટ જુનિયર હતી. આવી સ્થિતિમાં જ્યાં ચાહકોએ આ તસ્વીર પર પ્રેમ વરસાવ્યો, આ વાયરલ તસ્વીર પર છત્તીસગઢના આઈપીએસ અધિકારી અને સ્પેશિયલ ડીજીપી રાજેન્દ્ર કુમારે પોતાના ટ્વીટ સાથે એક્શન કિંગ અક્ષયની કલાસ લગાવી દીધી. તેના પર અક્ષયે હવે ખુલ્લીને જવાબ આપ્યો છે.

 

કેમેરા ચાલુ હોય ત્યારે ફોલો કરો છો પ્રોટોકોલ 

તમને જણાવી દઈએ કે DGP રાજેન્દ્ર કુમારે અક્ષય દ્વારા શેર કરેલી તસ્વીર પર ટ્વીટ કર્યું હતું કે “ઈન્સ્પેક્ટર સાહેબ બેઠા છે અને SP સાહેબ ઉભા છે, આવું થતું નથી જનાબ”. હવે આ અંગે પ્રતિક્રિયા આપતા અક્ષય કુમારે પોતાની સ્પષ્ટતામાં કહ્યું, ‘જનાબ, આ તો બિહાઈન્ડ ધ સીન ફોટો છે. અમારા કલાકાર લોકો માટે જેવો કેમેરો ચાલુ થાય, તરત જ અમે પ્રોટોકોલ પર પાછા આવી જઈએ છીએ. અમને અમારા મહાન પોલીસ દળો પર હંમેશા ગર્વ છે. આશા છે કે જ્યારે તમે આ ફિલ્મ જોશો ત્યારે તમને આ ફિલ્મ ગમશે.

DGPએ અક્ષયની પ્રતિક્રિયા પર આપ્યો જવાબ

હવે જ્યારે અક્ષય કુમારે આ તસ્વીર પર પોતાનો ખુલાસો આપ્યો, ત્યારે ડીજીપી રાજેન્દ્ર કુમારે પણ સ્પષ્ટતા કરી હતી કે ‘તમારી પ્રતિક્રિયા અને સમ્માન માટે આભાર જે તમે પોલીસ દળ માટે દર્શાવ્યો. મારી કમેન્ટ પણ આમ રમુજી લહેંકામાં હતી. તમારી ફિલ્મ ચોક્કસ જોશું.

 

અક્ષય અને ડીજીપી આઈ ચીટ ચેટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક ડીજીપી રાજેન્દ્રના ટ્વીટ પર સહમત છે અને ઘણા અક્ષયના ચાહકો તેમના (અક્ષય) જવાબની પ્રશંસા કરી રહ્યા છે.

 

દિવાળી પર આવશે ફિલ્મ 

તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 22 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની જાહેરાત કરી છે, જે પછી માત્ર દર્શકો જ નહીં ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ ખુશી વ્યક્ત કરી છે. અક્ષય કુમારે પણ મુખ્યમંત્રીને તેમના ટ્વીટમાંથી એક ધન્યવાદ પોસ્ટ શેર કરી છે અને લખ્યું મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી સિનેમા હોલ ફરી ખોલવાની મંજૂરી આપવા માટે આભારી છુ. હવે કોઈના રોકવાથી રોકાશે નહીં – આવી રહી છે પોલીસ. #Sooryavanshi #Diwali2021

 

રોગચાળાએ લટકાવી રિલીઝ

જોકે અક્ષયની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટની જાહેરાતથી તેમના ચાહકો ખૂબ ખુશ છે. જો કે આ ફિલ્મ 24 માર્ચ, 2020ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને કારણે તે ઘણી વખત વિલંબિત થઈ હતી. સૂર્યવંશીની વાત કરીએ તો ફિલ્મમાં કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

 

આ પણ વાંચો :- Tusshar Kapoor બાથરૂમમાં સેલ્ફી લેવા બદલ થયા ટ્રોલ, યુઝર્સે કહ્યું- વૃદ્ધ થઈ ગયા છો ગુરુ!

 

આ પણ વાંચો :- Thalaivii: કંગના રનૌતે 6 મહિનામાં વજન ઘટાડવા- વધારવાનો કર્યો ખુલાસો – ‘કાયમી સ્ટ્રેચ માર્ક્સ આવ્યા છે’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati