રિયો ઓલિમ્પિકમાં હાર્યા બાદ Mirabai Chanuએ લીધો હતો રમત છોડવાનો નિર્ણય, કોચે સંભળાવી ઘટના

મીરાબાઈ ચાનુએ (Mirabai Chanu) 2020 ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) 49 કિગ્રા વજનમાં ઘણા ખેલાડીઓને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. આજે ઘણી છોકરીઓ તેને પોતાના રોલ મોડલ માને છે.

રિયો ઓલિમ્પિકમાં હાર્યા બાદ Mirabai Chanuએ લીધો હતો રમત છોડવાનો નિર્ણય, કોચે સંભળાવી ઘટના
Nikhat Zareen And Mirabai Chanu At KBC
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Sep 06, 2022 | 7:44 AM

અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) ફેમસ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) આજે પણ લોકપ્રિયતાની ટોચ પર છે. તાજેતરમાં, વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિલોની વેઈટલિફ્ટિંગ (Weightlifting) સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનારા મીરાબાઈ ચાનુ અને વર્ષ 2022માં આઈબીએ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી બોક્સર નિખત ઝરીન આવી હતી. આ દરમિયાન તેણે પોતાની વાર્તા કહી. મીરા બાઈ ચાનુના કોચે તેમના સંઘર્ષની કહાની સંભળાવી, જે પછી મીરા બાઈ ચાનુની આંખોમાં આંસુ આવી ગયા.

મીરાબાઈ ચાનુએ રમત છોડવાનો લીધો હતો નિર્ણય

મીરાબાઈ ચાનૂના કોચ વિજય શર્માએ તેના વિશેની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘અમે 2016માં રિયો ઓલિમ્પિકમાં ગયા હતા, પરંતુ અમે ત્યાં નિષ્ફળ ગયા. મીરાબાઈ ચાનુ જીતી ન શકી ત્યારે તેની ઘણી ટીકા થઈ. ટીકાને કારણે મીરાબાઈ ખૂબ જ હતાશ થઈ ગયા. તેણે રમત છોડવાનો નિર્ણય પણ લીધો હતો. 10-15 દિવસ પછી તેના પરિવાર અને ફેડરેશને તેને ઘણું સમજાવ્યું, ત્યારબાદ મીરાબાઈએ નિર્ણય કર્યો કે, તે આ પગલું નહીં ભરે અને પોતાની રમત ચાલુ રાખશે. આ પછી મીરાબાઈ ચાનુએ સખત મહેનત કરી અને એક વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયન બની.

2020 ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ

મીરાબાઈ ચાનુએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વજનમાં ઘણા ખેલાડીઓને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. આજે ઘણી છોકરીઓ તેને પોતાનો રોલ મોડલ માને છે. તાજેતરમાં આ જ શોમાં આવેલી અન્ય એક વેઈટલિફ્ટરે કહ્યું હતું કે, તે મીરાબાઈ ચાનુને પોતાનો રોલ મોડલ માને છે. તે સમયે અમિતાભ બચ્ચને મીરાબાઈ ચાનુને વીડિયો કોલિંગ દ્વારા તેની સાથે વાત પણ કરાવી હતી. તે દિવસે મીરબાઈ ચાનુએ કહ્યું હતું, ‘હું પટિયાલામાં રહું છું. તમે ગમે ત્યારે આવીને મને મળી શકો છો.’ આ એપિસોડમાં અમિતાભ બચ્ચને પણ મીરાબાઈ ચાનુને શોમાં આવવા વિનંતી કરી હતી અને હવે તે આ એપિસોડમાં જોવા મળી હતી.

નિખત ઝરીનને છોકરાઓ સાથે થયો હતો ઝઘડો

તે જ સમયે શોમાં મીરાબાઈ ચાનુ સાથે આવેલી બોક્સર નિખત ઝરીને પણ અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો કે, શું તમારી સાથે પણ આવી કોઈ ઘટના બની છે? આના પર નિખતે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘હું જ્યાંથી આવું છું, ત્યાં કોઈ છોકરી બોક્સિંગ શીખતી નથી. બોક્સિંગ શીખનારી હું પહેલી છોકરી હતી. તાલીમ ફક્ત છોકરાઓ સાથે જ કરવામાં આવતી હતી. રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ માટે પ્રેક્ટિસ કરવા માટે, મારી મેચ બોય બોક્સર સાથે થઈ. તેણે મને ખૂબ મારી હતી, મારી આંખો કાળી થઈ ગઈ હતી. આ જોઈને મારી માતાએ કહ્યું કે, હવે તારી સાથે લગ્ન કોણ કરશે? પછી મેં કહ્યું કે અમ્મી, ચિંતા ન કરો, જ્યારે નામ હશે, તો છોકરાઓ આપોઆપ લાઇન લગાવશે. પછી રમુજી અંદાજમાં નિખતે કહ્યું કે, પણ લાઈન લાગી નહીં. જેના પર અમિતાભે કહ્યું કે, તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. હવે તમારું આ સ્ટેટમેન્ટ પબ્લિક થઈ ગયું છે.

આ શોમાં ઘણી સેલિબ્રિટી તેમની વાતો કહે છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ફેમસ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં સ્પર્ધકોની વચ્ચે ક્યારેક ખ્યાતનામ વ્યક્તિઓ અથવા તો ખેલ જગતના લોકો અથવા અન્ય ઘણા વિભાગના લોકો આવે છે અને ગેસ્ટ તરીકે હોટ સીટ પર બેસીને જીવનનો આનંદ માણે છે. તેમના જીવનની વાતો પણ કહે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati