Lucky Ali Net Worth: આજે પણ કોલેજ ફેસ્ટની શાન છે લકી અલી, આટલા કરોડોની સંપત્તિના માલિક છે ગાયક

મસ્તમૌલા જીવન જીવવાના શોખીન લકી અલી (Lucky Ali) હાલમાં માત્ર ફેસ્ટિવલમાં જ પરફોર્મ કરે છે અને ભારે ફી લે છે. ચાલો જાણીએ કે કેટલી સંપત્તિના માલીક છે પ્રખ્યાત સિંગર

Lucky Ali Net Worth: આજે પણ કોલેજ ફેસ્ટની શાન છે લકી અલી, આટલા કરોડોની સંપત્તિના માલિક છે ગાયક
Lucky Ali

90ના દાયકાના લોકો માટે લકી અલી (Lucky Ali)નું નામ નવું નહીં હોય, આપણે બધાએ તેના ઘણા સુપરહિટ ગીતો સાંભળ્યા છે. જ્યાં લકીના અવાજમાં જાદુ છે, જે દરેકને ખૂબ ગમે છે. તમને જણાવી દઈએ કે, આજે 19 સપ્ટેમ્બર છે, જ્યાં સિંગર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લકી અલીનું પ્રખ્યાત ગીત ‘ઓ સનમ’ હજુ પણ ઘણી પાર્ટીઓનો ભાગ છે, જ્યારે ઘણી ક્લબોમાં પણ તે ઘણું વગાડવામાં આવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે, અમે તેમની નેટવર્થ વિશે વાત કરવાના છીએ.

 

લકી આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર સિંગરની કુલ નેટવર્થ 6 મિલિયન ડોલર છે. ભારતમાં આ રકમ લગભગ 4.5 કરોડ આસ-પાસ થાય છે. તમને જણાવી દઈએ કે, મસ્તમૌલા જીવન જીવવાના શોખીન લકી અલી આ દિવસોમાં માત્ર ફેસ્ટિવલમાં જ પરફોર્મ કરે છે અને ભારે ફી લે છે. ભારતની પ્રખ્યાત કોલેજોમાં તેમના ઘણા કોન્સર્ટ થતા રહે છે, જ્યાં બાળકો તેમને ખૂબ પસંદ કરે છે. આ દિવસોમાં સિંગર ગોવામાં એકલા રહે છે.

 

પર્સનલ લાઈફમાં રહી ઘણી સમસ્યાઓ

લકી અલીનું સાચું નામ મકસૂદ અલી છે. બહુ ઓછા લોકો જાણે છે કે લકી અલીની માતા પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીની બહેન હતી. તેમજ ગાયકના પિતા હાસ્ય કલાકાર મહમૂદ અલી હતા. મહેમૂદ અલી અને લકી અલી વચ્ચે ક્યારેય કંઈ ખાસ બન્યું નથી, જેના કારણે લકી અલીને બાળપણમાં નશાની આદત લાગી ગઈ હતી. એટલું જ નહીં, લકી અલીએ તેના જીવનમાં ત્રણ લગ્ન કર્યા, પરંતુ થોડા વર્ષો પછી તેમના તલાક થઈ જતા હતા.

 

લકી અલીની પહેલી પત્ની સાથે તેમની મુલાકાત YMCAમાં થઈ હતી, ગાયક અહીં તેમના ભાઈના પ્રવેશ માટે આવ્યા હતા, જ્યાં તેમની દોસ્તી અભિનેત્રી મેઘન જેન મકક્લિયરી (Meaghan Jane McCleary) સાથે થઈ. મેઘન ન્યૂઝીલેન્ડની હતી, બંને વચ્ચે મિત્રતા હતી જે પ્રેમમાં ફેરવાઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન પછી, અભિનેત્રીએ પોતાનો ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ સ્વીકાર્યો અને તેનું નામ બદલીને મેમુના (Maymunah) રાખ્યું. મેઘનથી લકીને બે બાળકો હતા, પરંતુ થોડા વર્ષો પછી, લકીએ બીજા લગ્ન કર્યા.

 

લકીની બીજી પત્નીનું નામ અનાહિતા હતું, અનાહિતાને પ્રથમ નજરમાં જોઈને લકીએ તેનું દિલ આપ્યું, અનાહિતા એક પારસી મહિલા હતી અને લકીએ તેની સાથે લગ્ન કરવામાં જરા પણ વાર ન લગાડી અને બંને એક થઈ ગયા. અનાહિતાથી પણ લકીને બે બાળકો થયા, પરંતુ થોડા વર્ષો પછી લકીએ પણ અનાહિતાથી છૂટાછેડા લીધા. અનાહિતાએ પણ લકી માટે ઈસ્લામ સ્વીકાર્યો હતો અને તેણે પોતાનું નામ ઇનાયા રાખ્યું હતું.

 

લકીની ત્રીજી પત્નીનું નામ કેટ એલિઝાબેથ હલમ (Kate Elizabeth Hallam) હતું, કેટ બ્રિટિશ બ્યુટી ક્વીન પણ રહી ચૂકી છે. જ્યાં કેટથી સિંગરને એક નાનું બાળક હતું. પરંતુ કેટએ 2017 માં લકી અલી સાથે અલગ થવાનો નિર્ણય કર્યો.

 

આ પણ વાંચો :- Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

 

આ પણ વાંચો :- New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati