Raj Kundra Case: મોડી રાત્રે કુંદ્રાને લઇ જવાયો પ્રોપર્ટી સેલ, શિલ્પા શેટ્ટીની થઈ 6 કલાક પૂછપરછ

Raj Kundra Case: મોડી રાત્રે કુંદ્રાને લઇ જવાયો પ્રોપર્ટી સેલ, શિલ્પા શેટ્ટીની થઈ 6 કલાક પૂછપરછ
Late night Raj Kundra taken to property cell after the 6 hours interrogation of Shilpa Shetty

શુક્રવારે મુંબઇ પોલીસની ટીમે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની લગભગ 6 કલાક સામસામે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ રાજની અનેક મિલકતોને લગતી તપાસ માટે પ્રોપર્ટી સેલ ઓફિસ લઈ જવાયો. શનિવારે અહીં રાજની પૂછપરછ કરી શકાય છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 24, 2021 | 9:14 AM

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ સતત ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા પ્રાપ્ત કરી રહી છે. શુક્રવારે કોર્ટમાં હાજર રહેવા દરમિયાન, મુંબઈ પોલીસે (Mumbai Police) કહ્યું કે રાજની વોટ્સએપ ચેટ પરથી જાણવા મળ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ 121 પોર્ન વિડીયો 9 કરોડમાં વેચવાના હતા. શુક્રવારે રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ મોડી રાત્રે રાજ કુંદ્રાને (Raj Kundra) પ્રોપર્ટી સેલ ઓફિસ લઈ જવાયો હતો. અહીં પણ રાજ કુંદ્રાની જુદી જુદી મિલકતો અને તેમને ખરીદવામાં પૈસાના સ્ત્રોત અંગે પૂછપરછ કરવામાં આવવાની હતી.

શુક્રવારે મુંબઇ પોલીસની એક ટીમ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) પૂછપરછ કરવા જુહુના તેના બંગલે પહોંચી હતી. આ દરમિયાન પોલીસે રાજ કુંદ્રાને પણ સાથે લીધો હતો અને લગભગ 6 કલાક સુધી કુંદ્રા અને શિલ્પાને રૂબરૂમાં પ્રશ્નો અને જવાબો કરાયા હતા. શિલ્પા શેટ્ટીને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ જો સૂત્રોની વાત માનીએ તો, શિલ્પાને રાજ કુંદ્રાની એડલ્ટ એપ અને તેની સામગ્રી વિશે પણ સંપૂર્ણ જાણકારી હતી. શિલ્પાના બેંક ખાતામાં કુંદ્રાએ ઘણી વખત આ એપથી કમાયેલી મોટી રકમ મંગાવી છે. શિલ્પા પણ આ કંપનીમાં સામેલ હતી પરંતુ બાદમાં તેણે છોડી દીધી હતી.

રાજ કુંદ્રા 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

કોર્ટમાં રજૂઆત દરમિયાન મુંબઇ પોલીસે રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસનો દાવો છે કે રાજ કુંદ્રા 9 કરોડમાં 121 પોર્ન વિડીયો વેચવાની તૈયારી કરી રહ્યો હતો. તેની એક ઇમેઇલ પણ લીક થયો છે, જેમાં કુંદ્રાની ‘ડર્ટી’ ફિલ્મના નિર્માણથી સંબંધિત તમામ નિયમો અને કાયદા લખ્યા છે. અશ્લીલ ફિલ્મોના આ વ્યવસાયના પ્રોજેક્ટનું નામ ‘ખ્વાબ’ આપવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટ ખુવાબ શું હતો?

આ મેલમાં સામગ્રીથી શૂટિંગ સુધીની તમામ મહત્વપૂર્ણ માહિતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે હોટશોટનાં કન્ટેન્ટ હેડ દ્વારા 14 ઓગસ્ટ 2020 ના રોજ સાંજે 5:25 કલાકે પારસ રંધાવા અને જ્યોતિ ઠાકુર નામના બે લોકોને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. જેમાં ‘ખ્વાબ’ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. તેને કેવી રીતે શૂટ કરવામાં આવશે? કેમેરા કયા ખૂણા પર રહેશે, અભિનેત્રીની પ્રોફાઇલ શું હશે, લાઇવ સ્ટ્રીમિંગ કલાકારને શક્ય તેટલું વધુ કેવી રીતે બતાવવું તે તમામ વિગતો હતી. આ ઉપરાંત સામગ્રી દ્વારા OTT પ્લેટફોર્મના ગ્રાહકને વધારવા માટેની ટીપ્સ પણ આપવામાં આવી હતી.

એક વિડીયો માટે 3 લાખ આપવામાં આવી રહ્યા હતા

ઇમેઇલમાં ચુકવણી સંબંધિત માહિતી પણ શામેલ હતી. જો હોટશોટ આ વિડીયો પસંદ કરે છે, તો બદલામાં 3 લાખ રૂપિયા આપવાના હતા. શૂટિંગ પહેલાં, હોટશોટ ટીમમાં સ્ત્રી લીડની સંપૂર્ણ પ્રોફાઇલ મોકલવી જરૂરી હતી. કલાકારની સોશિયલ મીડિયા પર મજબૂત હાજરી હોવી જોઈએ અને તે સ્વેચ્છાએ બોલ્ડ દ્રશ્યો કરી શકે છે (આગળનો ભાગ ટોપ લેશ અને સંપૂર્ણ બેક ન્યૂડ). આ સિવાય, ખરીદી કર્યા પછી વિડીયોના તમામ અધિકારો અને બૌદ્ધિક સંપત્તિના અધિકાર પણ હોટશોટ ડિજિટલના હોવાનું કહેવાતું હતું.

આ પણ વાંચો: Top 5 News: રાજ કુંદ્રાના રિમાન્ડ, શિલ્પાની પૂછપરછ, રિયા કરી રહી છે હોલીવુડની તૈયારી? જાણો Entertainment ના મોટા સમાચાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati