Kriti Sanon New House: દિવાળી પર નવા ઘરમાં શિફ્ટ થશે ક્રિતી સેનન, દિલ્હીની નવરાત્રિને આ રીતે કરી યાદ

ક્રિતી સેનને તેમની કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતીથી કરી હતી, આ ફિલ્મ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. હવે આજે ક્રિતી પોતાના દમ પર એક સફળ અભિનેત્રી બની ગઈ છે.

Kriti Sanon New House: દિવાળી પર નવા ઘરમાં શિફ્ટ થશે ક્રિતી સેનન, દિલ્હીની નવરાત્રિને આ રીતે કરી યાદ
Kriti Sanon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:41 PM

Kriti Sanon New House: બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન (Kriti Sanon) તેમના ચાહકોના દિલમાં રાજ કરે છે. ક્રિતીએ ધીમે ધીમે તેમના ચાહકોના દિલમાં ઘર કરી લીધું છે. આજે અભિનેત્રી એક ચમકતી સ્ટાર છે. દિલ્હી સ્થિત ક્રિતી સેનન હવે મુંબઈની રહેવાસી બની ગઈ છે, અભિનેત્રી સાત વર્ષથી મુંબઈમાં રહે છે.

ક્રિતીએ કામ અને તેમના સપના માટે મુંબઈ પસંદ કર્યું અને તે પોતાને અહીં સંપૂર્ણ રીતે સ્થાયી કરી રહી હોય તેવું લાગે છે. એક સમાચાર અનુસાર હીરોપંતી અભિનેત્રી ટૂંક સમયમાં જ તેમના નવા વૈભવી ઘરમાં શિફ્ટ થવા જઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

ક્રિતી નવા ઘરમાં શિફ્ટ થશે

આ વિશે વાત કરતા તેમણે એક અખબારને ખાસ કહ્યું કે આશા છે કે હું ટૂંક સમયમાં નવા ઘરમાં શિફ્ટ થઈ જઈશ. નવા ઘરમાં કામ ચાલી રહ્યું છે અને જો બધુ બરાબર થશે તો હું દિવાળી પહેલા જ નવા ઘરમાં શિફ્ટ થઈ જઈશ.

અભિનેત્રીએ આગળ કહ્યું છે કે દિવાળી એ તહેવાર છે જે દરેક વખતે ખુશીઓ લાવે છે. મુંબઈમાં લીવા મિસ દિવા 2021માં જજ તરીકે પહોંચવા પર અભિનેત્રીએ કહ્યું હતું કે આ શો 16 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે એમટીવી પર પ્રસારિત થશે. પોતાના વતન દિલ્હીમાં નવરાત્રિ ઉજવવાની વાત કરતાં તેમણે કહ્યું કે દિલ્હીમાં નવરાત્રિ ઉજવવાની મારી ખૂબ સારી યાદો છે.

દિલ્હીમાં નવરાત્રી દરમિયાન કરતા હતા મસ્તી

દિલ્હીને યાદ કરતા અભિનેત્રીએ કહ્યું કે મને યાદ છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મેળાઓ થતા હતા. હું અને મારા મિત્રો પ્લાનિંગ કરતા હતા આજે આ મેળામાં જવાનું છે અને કાલે તે મેળામાં જવું છે, જ્યાં અમે ઘણી બધી ધમાલ પણ કરતા હતા.

ક્રિતી સેનને કહ્યું છે કે અમે પરંપરાગત કુર્તા પણ પહેરતા હતા અને દાંડિયા રમવા જતા હતા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા હતા. ક્રિતીએ જણાવ્યું કે નવરાત્રિમાં અમે પરિવારમાં પણ વ્રત કરતા હતા. તાજેતરમાં અભિનેત્રીની નવી ફિલ્મ હમ દો હમારે દો (Hum Do Hamare Do)નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ક્રિતી રાજકુમાર રાવ (Rajkummar Rao)ની સામે જોવા મળશે. આ ફિલ્મનાં ટ્રેલરે આવતાની સાથે જ ધમાલ કરી છે. ચાહકો હવે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:- Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે ‘શહેઝાદા’, ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?

આ પણ વાંચો:- સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">