જાહ્નવી કપૂરે શિખર પહાડિયા સાથેના સંબંધોને કર્યા કન્ફર્મ? એક્ટ્રેસના બોલતાં જ કરણ નાચવા લાગ્યો, જુઓ વીડિયો
'કોફી વિથ કરણ સીઝન 8'ના અપકમિંગ એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે અને તેમાં બહેનોની જોડી આવી રહી છે. જાહ્નવી અને ખુશી કપૂર સોફા પર બેઠેલા જોવા મળે છે. બંને બહેનોએ મસ્તીના મૂડમાં એકસાથે ઘણું બધું કહ્યું. ઉતાવળમાં પણ જાહ્નવીની જીભ લપસી ગઈ અને તેણે તેના બોયફ્રેન્ડ વિશે વાત કરી.

‘કોફી વિથ કરણ 8’ દર્શકોને સેલિબ્રિટીની ખૂબ જ નજીક રાખે છે અને હવે નવા એપિસોડ સાથે નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થઈ છે. કરણ જોહરના શોના અપકમિંગ એપિસોડમાં બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર જોવા મળશે. બંને બહેનો તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં જોઈ શકાય છે, જેમાં જાહ્નવીએ શિખર પહાડિયા સાથેના તેના સંબંધોનો લઈને હિંટ પણ આપી છે.
નવા વર્ષના પહેલા દિવસે, ‘કોફી વિથ કરણ સીઝન 8’ના અપકમિંગ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે. જાહ્નવીએ રેડ કલરનું ગાઉન પહેર્યું છે જ્યારે તેની બહેન ખુશીએ મિડી ડ્રેસ પહેર્યો છે. રેપિડ ફાયર દરમિયાન, જાહ્નવીને તેના સ્પીડ ડાયલ પર ત્રણ લોકોના નંબર જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે તેના પિતાનું નામ બોની કપૂર, તેની બહેનનું નામ ખુશુ લીધું અને અજાણતાં તેના કથિત પ્રેમી શિખુ (શિખર પહાડિયા)નું નામ લીધું.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
જાહ્નવી કપૂરની જીભ લપસી ગઈ
બાદમાં જાહ્નવીને અહેસાસ થયો અને પછી ચહેરો બનાવ્યો. આ પછી, મોટાભાગના લોકોને લાગે છે કે બંને ચોક્કસપણે ડેટ કરી રહ્યાં છે. ચેટ દરમિયાન જાહ્નવીએ એક ટુચકો શેર કર્યો કે શૂટની આગલી રાત્રે, તે એક પાર્ટીમાં હતી જ્યાં તે લોકોને રેપિડ ફાયર પ્રશ્નો પૂછતી હતી. તેને રમૂજી રીતે ખુલાસો કર્યો કે નવ્યા નંદાને લાગ્યું કે તે હજી કામ માટે તૈયાર નથી અને તેણે તેને શોમાં ન જવાની સલાહ આપી. જાહ્નવીએ તેની મિમિક્રી પણ કરી બતાવી.
કોને ડેટ કરે છે જાહ્નવી કપૂર?
એક સેગમેન્ટમાં ખુશીને હોટ સીટ પર બેસાડવામાં આવી હતી અને તે ત્રણ છોકરાઓનું નામ પૂછવામાં આવ્યું હતું કે જેમને જાહ્નવીએ ડેટ કર્યા છે. જાહ્નવી મજાકમાં તેની બહેનને ચેતવણી આપે છે કે તેણે માત્ર ત્રણ જ લોકોને ડેટ કરી છે. ખુશીએ કહ્યું કે આ એક મુશ્કેલ પ્રશ્ન હતો.
આ પણ વાંચો: એક્ટિંગ સ્કૂલનો વિકી કૌશલનો વીડિયો થયો વાયરલ, એક્ટરનો લુક જોઈને ફેન્સ થયા દિવાના
