કરીના કપૂર અને દિપિકા પાદુકોણ સાથે કામ કરવા ઈચ્છે છે બોલિવુડની આ ટોચની અભિનેત્રી?
બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફે કરીના કપૂર અને દિપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાજેત્તરમાં જ કેટરીનાએ એક જાણીતા ટોક શો માં આ વાત કરી હતી. જ્યારે કેટરીનાને પુછવામાં આવ્યું કે તેને તક મળે તો કયા કપુરની સાથે કામ કરવાનું પસંદ કરશે. ત્યારે જવાબ આપવામાં વધારે વિચાર કર્યા વગર કેટરીનાએ કરીના કપૂરનું નામ […]
બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફે કરીના કપૂર અને દિપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તાજેત્તરમાં જ કેટરીનાએ એક જાણીતા ટોક શો માં આ વાત કરી હતી.
જ્યારે કેટરીનાને પુછવામાં આવ્યું કે તેને તક મળે તો કયા કપુરની સાથે કામ કરવાનું પસંદ કરશે. ત્યારે જવાબ આપવામાં વધારે વિચાર કર્યા વગર કેટરીનાએ કરીના કપૂરનું નામ લીધુ હતું. તેને કહ્યું કે હું કરીના કપૂરની સાથે કામ કરવાનું પસંદ કરીશ. તે ખૂબ જ સરળ અને સુંદર છે.
ત્યારે કેટરીનાને બીજો પ્રશ્ન પુછયો કે તે કોની સાથે આઈટમ સોન્ગ કરવા ઈચ્છે છે. ત્યારે કેટરીનાએ કહ્યું કે દિપિકા પાદુકોણની સાથે તે આઈટમ સોન્ગ કરવાનું પસંદ કરશે. કેટરીનાએ કહ્યું કે દિપિકા ખૂબ સારી ડાન્સર છે. જ્યારે તે ડાન્સ કરે છે તો તેની સ્ટાઈલ ખૂબ ઈન્ટરેસ્ટિંગ હોય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]