શાહરુખનો બોડીગાર્ડ પડછાયાની જેમ તેની સાથે ફરે છે, આ કામ માટે શાહરુખ તેને આપે છે અધધ પૈસો

રવિ સિંહની જવાબદારીઓ માત્ર શાહરૂખ ખાનની સુરક્ષા સંભાળવા સુધી મર્યાદિત નથી. શાહરૂખ ખાન સિવાય તે આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાનની સુરક્ષા માટે પણ કામ કરે છે.

શાહરુખનો બોડીગાર્ડ પડછાયાની જેમ તેની સાથે ફરે છે, આ કામ માટે શાહરુખ તેને આપે છે અધધ પૈસો
Know how much Shahrukh Khan pays his body guards and their responsibilities

સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) પરિવાર આ દિવસોમાં સતત ચર્ચામાં છે. વાસ્તવમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન  (Aryan Khan)  ડ્રગ્સના કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. જ્યારે પણ શાહરૂખ ખાનની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેના બોડીગાર્ડ રવિ સિંહનું (Ravi Singh) નામ ચોક્કસથી સામે આવે છે.

રવિ સિંહ (Ravi Singh) છેલ્લા 10 વર્ષથી શાહરૂખ ખાનની સુરક્ષા સંભાળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રવિ સિંહ શાહરૂખ ખાનના હેડ ઓફ સિક્યોરિટી છે અને તેમની સેલેરી એટલી છે કે જાણીને તમારા હોશ ઉડી જશે. શાહરૂખ ખાનની સુરક્ષા માટે રવિ વાર્ષિક 2.7 કરોડ રૂપિયા લે છે.

જો કે, રવિ સિંહની જવાબદારીઓ માત્ર શાહરૂખ ખાનની સુરક્ષા સંભાળવા સુધી મર્યાદિત નથી. શાહરૂખ ખાન સિવાય તે આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાનની સુરક્ષા માટે પણ કામ કરે છે. એટલું જ નહીં. રવિ સિંહ શાહરૂખ ખાનની દિવસભરની દરેક ગતિવિધિ વિશે પહેલેથી જ જાણે છે અને તે તેની સાથે પડછાયાની જેમ રહે છે.

વર્ષ 2014માં રવિ સિંહ એ સમયે ખૂબ ચર્ચામાં આવ્યા હતા જ્યારે એક યુવતીએ તેમના પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં રવિ ભીડને નિયંત્રિત કરી રહ્યો હતો જ્યારે તેણે ભીડમાં ઉભેલી આ છોકરીને ધક્કો માર્યો હતો. આર્યનના કેસની વાત કરીએ તો આજે તેને લઇને જામીન અરજી પણ આગળની સુનાવણી કરવામાં આવશે.

ફક્ત શાહરુખ જ નહીં બોલીવૂડના મોટાભાગના તમામ સ્ટાર્સે બોડીગાર્ડ રાખ્યા છે. આ સ્ટાર્સ પોતાના બોડીગાર્ડેને લાખો, કરોડોમાં સેલેરી આપે છે. શાહરુખ સિવાય, સલમાન, દિપીકા, આમીર ખાન, અક્ષય કુમાર, કેટરીના કૈફ જેવા સ્ટાર્સ પણ બોડીગાર્ડને તગડી સેેલેરી ચુકવે છે.

આ પણ વાંચો –

T20 World Cup: વેસ્ટ ઇન્ડીઝની વધી મુસીબત ! સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થયો, હોલ્ડર ઇન

આ પણ વાંચો –

Sovereign Gold Bond Scheme: ડિજિટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી આ 6 ફાયદા થાય છે, જાણો વિગતવાર

આ પણ વાંચો –

Vaccination campaign: હવે ઘરે ઘરે પહોચશે કોરોના રસી, સરકારે બનાવ્યો ‘હર ઘર દસ્તક’ પ્લાન, 2 નવેમ્બરે અભિયાન શરૂ કરવા સૂચન

Click on your DTH Provider to Add TV9 Gujarati