દક્ષિણ ભારતના સુપરસ્ટાર Kichcha Sudeepએ કર્યું ઉમદા કાર્ય, વાંચો આ અહેવાલ

Kichcha Sudeep Story : સાઉથનો સુપરસ્ટાર કિચ્ચા સુદીપ ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેતાએ ખૂબ જ ઉમદા કાર્ય કરીને ફરીથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

દક્ષિણ ભારતના સુપરસ્ટાર Kichcha Sudeepએ કર્યું ઉમદા કાર્ય, વાંચો આ અહેવાલ
Kichcha Sudeep
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 25, 2022 | 3:01 PM

Kichcha Sudeep Story : સાઉથનો સુપરસ્ટાર કિચ્ચા સુદીપ તેના જોરદાર અભિનય માટે જાણીતો છે. દક્ષિણના અભિનેતાના ચાહકોની કોઈ કમી નથી. દરમિયાન, કિચ્ચા સુદીપ એક ઉમદા કાર્યને કારણે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે. સુપરસ્ટારે ‘પુણ્યકોટી દત્તુ યોજના’ હેઠળ કર્ણાટકના દરેક જિલ્લા માટે 31 ગાયો દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ અભિનેતાના ચાહકો પોતાની ખુશીને રોકી શક્યા નથી.

સાઉથ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે કહી આ વાત

‘પુણ્યકોટી દત્તુ યોજના’ નો ઉદ્દેશ્ય જનતાના સહકારથી ગૌશાળાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. અભિનેતા કિચ્ચા સુદીપે ગુરુવારે પશુપાલન મંત્રી પ્રભુ બી. ચૌહાણના નિવાસસ્થાને ‘ગૌ પૂજા’ કરી હતી. અને રાજ્ય સરકાર દ્વારા ગાયોના રક્ષણ માટે કરવામાં આવેલા અનુકરણીય કાર્યની પણ પ્રશંસા કરી હતી. આ યોજના વિશે વાત કરતાં સુદીપે કહ્યું, “સરકારે મને પુણ્યકોટી દત્તુ યોજનાના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરીને મારી જવાબદારી વધારી છે. મારી નિમણૂંક કરવા બદલ હું મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને મંત્રી પ્રભુ ચવ્હાણનો આભાર માનું છું.”

31 ગાયો દત્તક લીધી

આ સિવાય સાઉથ સ્ટારે સામાન્ય લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને પણ ગાયો દત્તક લેવા જણાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ તેમના જન્મદિવસ પર 11 ગાયો દત્તક લીધી હતી.

ગૌહત્યા નિષેધ અધિનિયમ લાગુ થયા બાદ કર્ણાટક રાજ્યમાં 100થી વધુ ગૌશાળાઓની સ્થાપના કરવામાં આવી રહી છે. પુણ્યકોટી દત્તક યોજના લાગુ કરનારૂં આ દેશનું પ્રથમ રાજ્ય છે. મંત્રીએ કહ્યું કે, પશુ કલ્યાણ બોર્ડ, એનિમલ હેલ્પલાઇન સેન્ટર, એનિમલ સંજીવની એમ્બ્યુલન્સ, ગોમાતા કોઓપરેટિવ સોસાયટી, આત્મ નિર્ભર ગૌશાળા સહિત અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં સુધી જાળવણી ખર્ચનો સંબંધ છે, પશુ દત્તક યોજના હેઠળ દર વર્ષે પ્રત્યેક ગાય માટે 11,000 રૂપિયા આપવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati