Bhool Bhulaiyaa 2: બ્રેક બાદ ફરી શરૂ થયું ભૂલ ભુલૈયા 2 નું શૂટિંગ, જુઓ કાર્તિક આર્યને શેર કરી કેવી તસ્વીર

કાર્તિક આર્યન અને તબ્બુએ તેમની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 નું શૂટિંગ શરૂ કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી માહિતી આપી છે.

Bhool Bhulaiyaa 2: બ્રેક બાદ ફરી શરૂ થયું ભૂલ ભુલૈયા 2 નું શૂટિંગ, જુઓ કાર્તિક આર્યને શેર કરી કેવી તસ્વીર
kartik aaryan, tabu and team started shooting of Bhool bhulaiyaa 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 12:18 PM

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) કામ પર પરત ફર્યો છે. તે તેના જૂના પ્રોજેક્ટ્સને પૂરા કરવામાં વ્યસ્ત છે જેથી તે નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકે. કાર્તિકે હવે તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2) નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે આ માહિતી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી છે.

કાર્તિક આર્યન સાથેની આ હોરર-કોમેડી ફિલ્મમાં કિયારા અડવાણી (Kiara Advani) અને તબ્બુ (Tabbu) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાર્તિકે તબ્બુ સાથે ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે, તેણે લખ્યું – ફરી શરૂઆત… ભૂલ ભુલૈયા 2.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

કાર્તિક આર્યનની પોસ્ટ અહીં જુઓ

કાર્તિકની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. બંનેની તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફોટાને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. એક પ્રશંસકે કોમેન્ટ કરી – ભૂલ ભુલૈયા 2 ની રાહ નથી જોઈ શકતો. બીજી બાજુ, અન્ય એક ચાહકે લખ્યું – વાહ… હું તમારી બધી આગામી ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત છું.

અલાયા સાથે ફ્રેડીમાં કામ કરશે

આજકાલ કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ફ્રેડી માટે હેડલાઇન્સનો ભાગ રહ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે અલાયા એફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને શશાંક ઘોષ ડિરેક્ટ કરી રહ્યા છે અને એકતા કપૂર તેને પ્રોડ્યુસ કરી રહી છે.

ફ્રેડી વિશે વાત કરતા કાર્તિકે કહ્યું હતું કે એક અભિનેતા તરીકે, હું મનોરંજનના વિવિધ તબક્કાઓ શોધવા માંગુ છું. હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું. ફ્રેડીની દુનિયામાં જવા માટે રાહ જોઈ રહ્યો છું. આ એક ડાર્ક રોમેન્ટિક થ્રિલર છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને હવે દરેક જણ રિલીઝ ડેટની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. આ સિવાય કાર્તિક હંસલ મહેતાની કેપ્ટન ઇન્ડિયા અને સાજિદ નડિયાદવાલાની સત્યનારાયણ કિ કથામાં જોવા મળશે.

ભૂલ ભુલૈયા 2 ની વાત કરીએ તો તે 2007 ની ફિલ્મની સિક્વલ છે. અનીસ બઝમી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ભુલ ભુલૈયામાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Bigg Boss OTT: શિલ્પા શેટ્ટીએ શમિતા માટે મોકલ્યો મેસેજ, સાંભળીને રડી પડી શમિતા

આ પણ વાંચો: Birthday Special: દિલીપ કુમારને ફિલ્મમાં જોઈને જ સાયરાએ કરી લીધો હતો નિર્ણય, વાંચો આ સદીને ગ્રેટ લવ-સ્ટોરી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">