કાર્તિક આર્યનની થઈ રહી છે દિગ્ગજ અભિનેતાઓ સાથે સરખામણી, દ્રશ્યમ-2 જેટલી જ હતી ભૂલ ભુલૈયા 2ની પહેલા દિવસની કમાણી

'પ્યાર કા પંચનામા' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા કાર્તિક આર્યન આજે બોલિવૂડનો સફળ અભિનેતા બની ગયો છે. એક પછી એક તેની તમામ ફિલ્મો કરોડોની કમાણી કરીને સુપર હીટ થઈ રહી છે. કાર્તિક આર્યનની સરખામણી હવે બોલિવૂડના દિગ્ગજ કલાકરો સાથે થઈ રહી છે.

કાર્તિક આર્યનની થઈ રહી છે દિગ્ગજ અભિનેતાઓ સાથે સરખામણી, દ્રશ્યમ-2 જેટલી જ હતી ભૂલ ભુલૈયા 2ની પહેલા દિવસની કમાણી
Karthik Aaryan is being compared to veteran Bollywood actors Bhul Bhulya 2
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 22, 2022 | 7:13 PM

છેલ્લા 7 દશકથી ભારતીય સિનેમાને અનેક સુપર સ્ટાર મળ્યા છે. રાજ કપૂર, અમિતાભ બચ્ચન, રેખા, દિલીપ કુમાર જેવા શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીઓએ ભારતીય સિનેમાની રોનક વધારી છે. 90ના દશકમાં શાહરુખ ખાન, આમિર ખાન , સલમાન ખાન, અજય દેવગન અને માધુરી દિક્ષિત સહિતના કલાકારોએ બોલિવૂડમાં ધૂમ માચાવી હતી. આધુનિક બોલિવૂડમાં કાર્તિક આર્યન પણ આવો જ એક બોલિવૂડ સુપર સ્ટાર બનવા જઈ રહ્યો છે. ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા કાર્તિક આર્યન આજે બોલિવૂડનો સફળ અભિનેતા બની ગયો છે. એક પછી એક તેની તમામ ફિલ્મો કરોડોની કમાણી કરીને સુપર હીટ થઈ રહી છે. કાર્તિક આર્યનની સરખામણી હવે બોલિવૂડના દિગ્ગજ કલાકરો સાથે થઈ રહી છે.

હાલમાં જ સિનેમાઘરોમાં અજય દેવગન અભિનીત ‘દ્રશ્યમ 2’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ વીકેન્ડ પર 60 કરોડની કમાણી કરી હતી. દ્રશ્યમ 2 પહેલા અજય દેવગનની દ્રશ્યમ ફિલ્મનો પહેલા ભાગ આવ્યો હતો. વર્ષ 2015માં દ્રશ્યમ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. આ ફિલ્મને જે લોકપ્રિયતા મળી હતી, તેને જોતા દ્રશ્યમ 2ની પણ સુપરહિટ થવાની સંભાવના સેવાઈ રહી છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી લગભગ કાર્તિક આર્યનની આ વર્ષની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ના પહેલા દિવસની કમાણી જેટલી જ છે. જેથી ફેન્સ કાર્તિક આર્યનની સરખામણી બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ સાથે કરી રહ્યા છે.

આ વર્ષે બીજી સૌથી મોટી ઓપનિંગ કરનારી હિન્દી ફિલ્મ બની દ્રશ્યમ-2

તમને જણાવી દઈએ કે દ્રશ્યમ 2 ફિલ્મને પહેલા દિવસે 15.38 કરોડ રુપિયાનું ઓપનિગ મળ્યું હતુ. આ ફિલ્મને મળેલા સમીક્ષકોના વખાણ અને દર્શકોના સારા રિસ્પોન્સને કારણે આ ફિલ્મે શનિવારે 21.59 કરોડ રુપિયા કમાય લીધા છે. રવિવારના રોજ ફિલ્મની કમાણીમાં વધારો થયો જેણે 27.17 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.

કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલ્યા 2’ ફિલ્મની પહેલા અઠવાડિયાની કમાણી

ભૂલ ભુલૈયા 2ની પહેલા દિવસની કમાણી 14.11 કરોડ હતી. આ ફિલ્મની બીજા દિવસની કમાણી 18.34 કરોડ હતી. જ્યારે ત્રીજા દિવસની કમાણી 23.51 કરોડ થઈ હતી. વર્ષ 2007ની ભુલ ભૂલ્યા ફિલ્મની જેમ આ ફિલ્મ પણ સુપર હિટ સાબિત થઈ હતી. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 અને અજય દેવગનની દ્રશ્યમ 2ની પહેલા દિવસની કમાણી એક સરખી જ રહી હતી.

કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2ની પહેલા દિવસની કમાણી 14.11 કરોડ હતી. જ્યારે અજય દેવગનની દ્રશ્યમ 2ની પહેલા દિવસની કમાણી 15.38 કરોડ રુપિયાની થઈ છે. અજય દેવગનના સ્ટારદમને કારણે દ્રશ્યમ 2ને ઘણી સફળતા મળી રહી છે. તેવી જ રીતે કાર્તિક આર્યનના અભિનય અને અનોખા અંદાજને કારણે ભુલ ભૂલ્યા 2 જેવી તેની બેક ટુ બેક ફિલ્મો હિટ થઈ રહી છે. તેથી જ કાર્તિક આર્યનની સરખામણી બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ સાથે થઈ રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati