શું કાર્તિક આર્યન અને કરણ જોહરનો સંબંધ સુધરી ગયો છે ? વાયરલ વીડિયોમાં એક-બીજા સાથે હસી-મજાક કરતા જોવા મળ્યા બંને

હાલમાં જ કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' રીલિઝ થઈ હતી જે ઘણી હિટ સાબિત થઈ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ કમાલ કરી. આ ફિલ્મમાં તેની અપોઝિટ કિયારા અડવાણી જોવા મળી હતી અને તેની સાથે તબ્બુ પણ આ ફિલ્મમાં જોવા મળી હતી.

શું કાર્તિક આર્યન અને કરણ જોહરનો સંબંધ સુધરી ગયો છે ? વાયરલ વીડિયોમાં એક-બીજા સાથે હસી-મજાક કરતા જોવા મળ્યા બંને
Kartik-Aaryan-And-Karan-Johar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 5:33 PM

એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) અને ફિલ્મ મેકર કરણ જોહર (Karan Johar) વચ્ચેનો ઝઘડો હવે પતી ગયો હોય તેવું લાગે છે. બંને વચ્ચે અણબનાવની વાતો ચાલી રહી છે જ્યારથી કાર્તિક આર્યન કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’માંથી (Dostana 2) બહાર થયો છે. પરંતુ મેકર્સે આ ફિલ્મ વિશે પણ જાહેરાત કરી છે કે તેઓ ફરીથી પ્રોજેક્ટ શરૂ કરશે. આ ફિલ્મની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી. હાલમાં જ એક કાર્યક્રમમાં કરણ જોહર અને કાર્તિક આર્યન એક સાથે બેસીને ટેબલ પર વાત કરતા જોવા મળ્યા હતા.

કરણ જોહર-કાર્તિક આર્યન વચ્ચેનો અણબનાવ દૂર થયો?

વર્ષ 2019માં ફિલ્મની જાહેરાત થયા બાદ વર્ષ 2021માં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે અણબનાવ થયો છે જેના કારણે તે ફિલ્મમાંથી બહાર થઈ ગયો છે. આ વાત અહીં અટકી જ ન હતી આ પછી એવી પણ અફવા ફેલાઈ હતી કે કાર્તિક આર્યન જે ફિલ્મ જ્હાન્વી કપૂર સાથે ફિલ્મ કરવાનો હતો, તે તેમના બ્રેક-અપને કારણે અને અન્ય કેટલાક ઈસ્યુઝને લીધે બહાર થઈ ગયો હતો. આ બધું સેટ પર મોટા ઝઘડામાં બદલાઈ ગયું.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પરંતુ તે બીજી વાત છે કે બંનેમાંથી કોઈએ ઝઘડાનો સ્વીકાર કર્યો નથી. પરંતુ જો આપણે અફવાઓ વિશે વાત કરીએ, તો તેમાં કંઈક અલગ જ દાવો કરવામાં આવ્યો હતો. હવે જે વીડિયો સામે આવ્યો છે તે એક કાર્યક્રમનો છે જ્યાં કાર્તિક આર્યન અને કરણ જોહર એકબીજાને મળ્યા હતા. સ્ટેજ પર સાથે ડાન્સ કર્યા પછી બંને એકસાથે એક જ ટેબલ પણ શેર કરતા પણ જોવા મળ્યા હતા અને એકબીજા સાથે વાતચીત કરતી વખતે હસતા પણ જોવા મળ્યા હતા.

‘દોસ્તાના 2’ પર ધર્મા પ્રોડક્શને આપ્યું સ્ટેટમેન્ટ

વરુણ ધવને કાર્તિક આર્યનને સ્ટેજ પર ખેંચી લીધો હતો. સ્ટેજ પર ઘણા કલાકારો એકસાથે ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. આમાં વરુણ ધવન, કાર્તિક આર્યન, રણવીર સિંહ, અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના, અનિલ કપૂર, કૃતિ સેનન, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. બધાએ અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના ગીત પર ડાન્સ કર્યો. કરણ જોહર પણ સ્ટેજ પર બધા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

સારા અલી ખાને કાર્તિક આર્યનને શુભેચ્છા પાઠવી

આ જ કાર્યક્રમમાં કાર્તિક આર્યન પણ સારા અલી ખાનને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો જેમના વિશે ઘણા સમયથી રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું હતું કે બંને ‘લવ આજ કલ’ દરમિયાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ ફિલ્મ ફ્લોપ થતાં જ બંનેનું બ્રેક-અપ થઈ ગયું હતું. આ કાર્યક્રમમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.

હાલમાં જ કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ રીલિઝ થઈ હતી જે ઘણી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની એપોઝિટ કિયારા અડવાણી જોવા મળી હતી અને તેની સાથે તબ્બુ પણ આ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી હવે કાર્તિક આર્યન પાસે ફ્રેડી, શહજાદા અને સાજિદ નડિયાદવાલાની બીજી ફિલ્મ છે. કરણ જોહર પણ ઘણા વર્ષો પછી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ દ્વારા નિર્દેશનમાં પુનરાગમન કરી રહ્યો છે. તેની પ્રોડક્શનની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ પણ 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">