‘સીતા’ના રોલ માટે કરીના કપૂર ખાને લીધા 12 કરોડ રૂપિયા? કહ્યું- હું ન હતી પહેલી પસંદ…

કરીના કપૂર (Kareena Kapoor) અને આમિર ખાન હાલમાં કોફી વિથ કરણ સીઝન 7 માં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને સ્ટાર્સ દર્શકોનું ખૂબ મનોરંજન કરતા જોવા મળ્યા હતા.

'સીતા'ના રોલ માટે કરીના કપૂર ખાને લીધા 12 કરોડ રૂપિયા? કહ્યું- હું ન હતી પહેલી પસંદ...
Kareena-Kapoor
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 03, 2022 | 4:52 PM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor) આ દિવસોમાં આમિર ખાન સાથે તેની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના (Laal Singh Chaddha) પ્રમોશનમાં બિઝી છે. પરંતુ બંને સ્ટાર્સની આ ફિલ્મ પણ રિલીઝ થયા પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. એટલું જ નહીં તેની ફિલ્મના નામથી બોયકોટ પણ ટ્રેન્ડ થવા લાગ્યો છે. હવે એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડ સ્ટાર કરીના કપૂરે ‘સીતાઃ ધ ઇન્કાર્નેશન’ માટે 12 કરોડ રૂપિયા માંગવાની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. ગયા અઠવાડિયે જ સમાચાર સામે આવ્યા હતા કે કરીના કપૂરે આ ફિલ્મ માટે પોતાની ફી વધારી દીધી છે.

કરીનાએ અફવાઓ પર તોડ્યું મૌન

મીડિયા રિપોર્ટ્સ મુજબ કરીના કપૂરે ફિલ્મ ‘સીતાઃ ધ ઇન્કાર્નેશન’ માટે 12 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. પરંતુ આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા કરીનાએ કહ્યું – તેને પહેલી વાર આ ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવી ન હતી. અફવાઓ પર પ્રતિક્રિયા આપતાં કરીનાએ કહ્યું, ‘મેં ક્યારેય કોઈ ખુલાસો કર્યો નથી કારણ કે મને આ ફિલ્મ માટે ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો. આ બધી અફવાઓ છે. હું કોઈને અપમાનિત કરવા માંગતી નથી. ઈન્સ્ટાગ્રામ પર દરરોજ લોકો અમુક પ્રકારની સ્ટોરી શોધતા રહે છે, પરંતુ મને ખબર નથી કે તે ક્યાંથી આવી.

ફિલ્મ માટે 12 કરોડ લેવાની ઉડી અફવા

ગયા વર્ષે કરીના ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ એવી વાતો કરી રહ્યા હતા કે કરીનાએ ફિલ્મ ‘સીતાઃ ધ ઇન્કાર્નેશન’ માટે ફી વધારી દીધી છે. તેણે આ ફિલ્મ માટે 12 કરોડની રકમ માંગી હતી. સોશિયલ મીડિયા પર કરીના કપૂરને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ઘણી એક્ટ્રેસ પણ કરીના કપૂરના સપોર્ટમાં આવી હતી.

કરીના કપૂર અને આમિર ખાન હાલમાં જ કોફી વિથ કરણ સીઝન 7માં જોવા મળશે. બંને સ્ટાર્સ દર્શકોનું ભરપૂર મનોરંજન કરતા જોવા મળશે. કરીના કપૂર અને આમિર ખાન બંનેની જોડી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ આ જ દિવસે થિયેટરોમાં જોવા મળશે. લાંબા સમય બાદ આમિર ખાન આ ફિલ્મથી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati