કંગના રનૌતે ચાહકો સાથે રાખી એક નાઈટ ડેટ, ફિલ્મ ‘Dhaakad’અંગે કરશે મોટી જાહેરાત?

આ ફિલ્મ બાળ તસ્કરી અને મહિલાઓ વિરુદ્ધ થનારી હિંસા પર આધારિત હશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકામાં હશે.

કંગના રનૌતે ચાહકો સાથે રાખી એક નાઈટ ડેટ, ફિલ્મ 'Dhaakad'અંગે કરશે મોટી જાહેરાત?
Kangana Ranaut

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ક્યારે તેમના ચાહકોને ક્યારે કઈ સરપ્રાઈઝ આપશે તે કોઈ અનુમાન કરી શકતું નથી. સોમવારે કંગના રનૌત તેમના ચાહકો સાથે ડેટ બુક કરાવી છે. આ દ્વારા કંગના રનૌતે તેમની ફિલ્મ ‘ધાકડ’ (Dhaakad) વિશે સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે. કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેને જોયા પછી તેમના ચાહકો ઉત્સાહિત છે કે તેમની પ્રિય સ્ટાર તેમના માટે શું સરપ્રાઈઝ લઈને આવવાની છે.

 

ફિલ્મ ધાકડના લોન્ચિંગ પહેલા અભિનેત્રી કંગના રનૌત અને તેમની ટીમે તેમના નામ સાથે એક બિલબોર્ડ સાઈન કર્યું અને તેની સાથે એક નાની નોંધ લગાવીને તેમના ચાહકોની રુચીને વધારી છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે “તમારી મારી સાથે એક ડેટ છે.” કંગનાની આ પોસ્ટ બાદ તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. કંગનાના ચાહકો આ ડેટ નાઈટની વધુ રાહ જોઈ શકતા નથી.

 

જાણો ચાહકોને શું સરપ્રાઈઝ આપવા જઈ રહી છે કંગના રનૌત?

એક અહેવાલ અનુસાર કંગના રનૌતે જુહુમાં એક રેસ્ટોરન્ટમાં કંઈક મોટી સરપ્રાઈઝની તેમના ચાહકો માટે યોજના બનાવી છે, જ્યાં રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કંઈક ખૂબ જ રસપ્રદ છે, જે કંગના રનૌત આજે જાહેર કરવા જઈ રહ્યા છે. તે પ્રેક્ષકોને બીજી અવિસ્મરણીય સિનેમેટિક રાઈડ પર લઈ જવા માટે પુરી રીતે તૈયાર છે. તેમની મુસાફરીમાં તેમની સાથે આવનારાઓ માટે એક બહુપ્રતીક્ષિત સરપ્રાઈઝ છે. પહેલા ક્યારેય ન જોવાયેલા અવતારમાં કંગનાની એક ઝલક જોવા મળશે અને તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે.

 

તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કંગનાએ બુડાપેસ્ટમાં પોતાની આગામી ફિલ્મ ધાકડનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. રજનીશ ઘાઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કંગના રનૌત અગ્નિ નામની જાસૂસ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેમના એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ અગાઉ કહ્યું હતું કે તેમની ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. આ ફિલ્મ બાળ તસ્કરી અને મહિલાઓ વિરુદ્ધ હિંસા પર આધારિત હશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત દિવ્યા દત્તા (Divya Dutta) અને અર્જુન રામપાલ (Arjun Rampal) પણ મહત્વની ભૂમિકામાં હશે.

 

 

આ પણ વાંચો:- IMDB Rating: વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ છવાઈ દરેક જગ્યાએ, અભિનેતાએ કંઈક આ રીતે કહ્યો આભાર

 

આ પણ વાંચો:- Neena Gupta બાળપણમાં બની હતી શોષણનો શિકાર, આ કારણે નહોતું કહ્યું માતાને

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati