83 વર્ષીય અભિનેતા જીતેન્દ્ર જમીન પર લપસી પડ્યા, દીકરાએ હેલ્થ અપટેડ આપી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા ચાલતા ચાલતા અચાનક જમીન પર પડી જાય છે. આ ઘટના પર અભિનેતાના દીકરાએ પિતાનું હેલ્થ અપટેડ આપ્યું છે.

83 વર્ષીય અભિનેતા જીતેન્દ્ર જમીન પર લપસી પડ્યા, દીકરાએ હેલ્થ અપટેડ આપી, જુઓ વીડિયો
| Updated on: Nov 12, 2025 | 2:41 PM

બોલિવુડના બે દિગ્ગજ અભિનેતા પ્રેમચ ચોપડા અને ધર્મેન્દ્રની તબિયત લથડી છે. ત્યારે હાલમાં ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ધર્મેન્દ્ર મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તો પ્રેમ ચોપડા લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. બંન્ને દિગ્ગજોની લથડતી તબિયત વચ્ચે બોલિવુડના વધુ એક દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર વિશે પણ એક સમાચાર સામે આવી રહ્યા છે. જે તેના ચાહકોને પરેશાન કરી દેશે.

હાલમાં જિતેન્દ્ર સંજય ખાનની પત્ની અને ઝાયેદ ખાનની માતા ઝરીન ખાનની પ્રેયર મીટમાં સામેલ થયા હતા. આ દરમિયાન તે અચાનક જમીન પર નીચે પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા ઝરીન ખાનની પ્રેયર મીટ માટે જાય છે. ગાડીમાંથી નીચે ઉતર્યા બાદ આગળ વધે છે. ત્યારે સીડી સાથે તેનો પગ ટકરાય છે. જિતેન્દ્રનું ધ્યાન જમીન પર રહેતું નથી અને તે જમીન પર પડે છે.

 

 

જીતેન્દ્ર જમીન પર પડતાની સાથે જ નજીકના લોકોએ તરત જ તેને ઉભા કરે છે. તેમની મદદથી જીતેન્દ્ર ઉભા થયા. જોકે, આ ઘટના દરમિયાન જીતેન્દ્રના ચહેરા પર ઉદાસી કે તકલીફના કોઈ નિશાન નહોતા. આ ઘટના બાદ, તેમના પુત્ર અને અભિનેતા તુષાર કપૂરે જીતેન્દ્રની હાલની સ્થિતિનો ખુલાસો કર્યો છે.

દીકરાએ આપ્યું જિતેન્દ્રનું હેલ્થ અપટેડ

જિતેન્દ્ર જમીન પર પડ્યા બાદ તેને કોઈ ઈજા થઈ નથી. તે સંપુર્ણ સ્વસ્થ છે. તેનો દીકરો તુષારે એક ન્યુઝ વેબસાઈટ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેના પિતા સ્વસ્થ છે. તેનો કોઈ ઈજા થઈ નથી. તુષાર કપુરના હેલ્થ અપટેડ આપ્યા બાદ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

83 વર્ષે પણ ફિટ છે જિતેન્દ્ર

જિતેન્દ્ર 83 વર્ષના થઈ ચૂક્યા છે. તે આ ઉંમરે પણ ખુબ જ ફિટ છે. અંદાજે 20 વર્ષોથી જિતેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ રહ્યા નથી. છેલ્લા 2 વર્ષથી અભિનેતાએ કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી.

પિતાના એક ઠપકાથી આ રીતે બોલિવુડ સહિત ટેલિવિઝન ક્વિન બની એકતા કપૂર, 1 બાળકની છે માતા અહી ક્લિક કરો