જાવેદ અખ્તરના બદલાયા સૂર ! કહ્યુ ભારત સૌથી વધુ સહિષ્ણુ દેશ, તે ક્યારે પણ અફઘાનિસ્તાન નહીં બને

અખ્તરે સામનામાં લખ્યુ કે, હકીકતમાં તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે, 'હિન્દુ વિશ્વનો સૌથી સંસ્કારી અને સહિષ્ણુ સમુદાય છે' મેં વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે

જાવેદ અખ્તરના બદલાયા સૂર ! કહ્યુ ભારત સૌથી વધુ સહિષ્ણુ દેશ, તે ક્યારે પણ અફઘાનિસ્તાન નહીં બને
Javed Akhtar's change of heart? Says India is most tolerant country

બોલીવૂડના કલાકારો (Bollywood Stars) ઘણી વાર પોતાના નિવેદનોને લઇને ટ્રોલ થાય છે અથવા તો તેમને ભારે વિરોધનો સામનો કરવો પડે છે. ભારતને અસહિષ્ણુ કહીને પહેલા પણ ઘણા સ્ટાર્સ પસ્તાઇ ચૂક્યા છે. જાવેદ અખ્તર (Javed Akhtar) પણ ઘણી વાર પોતાના નિવેદનોને લઇને ટ્રોલ થઇ ચૂક્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનીઓના કબજા બાદ પણ તેમનું એક નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ છે કે, ભારત દુનિયાનો સૌથી સહિષ્ણુ સમુદાય છે.

તેમનું આ નિવેદન શિવસેનાના મુખપત્ર સામનામાં લખેલા તેમના એક આર્ટિકલમાં જોવા મળ્યુ છે. તેમણે આ લેખમાં લખ્યુ છે કે તાલિબાનના શાસન વાળા અફઘાનિસ્તાનની તુલના ભારત સાથે ક્યારે થઇ જ ન શકે. તેમણે ભારતને નરમ વિચારધારા વાળો દેશ કહ્યો છે. જોકે જોવાની વાત તો એ છે કે જાવેદ અખ્તરે થોડા સમય પહેલા જ RSS અને VHP પર નિશાનો સાધ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે શિવસેનાએ સામનાની મદદથી પહેલા જાવેદ અખ્તરે તાલિબાનથી જોડાયેલા સંઘ અને વિહિપ પર કરેલી ટિપ્પણીઓ પર સવાલો ઉઠાવ્યા હતા.

સંઘની તુલના કરી હતી તાલિબાનીઓ સાથે

પ્રકાશિત અહેવાલમાં અખ્તરના નિવેદનને હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ અપમાન ગણવ્યુ હતુ. પાર્ટીએ લખ્યુ હતુ કે, દેશમાં જ્યારે જ્યારે ધર્માંધ, રાષ્ટ્રદ્રોહી વિકૃતિઓ વધી ત્યારે દરેક વખતે જાવેદ અખ્તરે ધર્માધ લોકોના પડદાફાશ કર્યા છે. કટ્ટરપંથીઓની ચિંતા કર્યા વિના તેમણે વંદે માતરમ ગાયુ છે. તો પણ સંઘની તાલિબાન સાથે કરેલી તુલના અમને સ્વીકાર્ય નથી. સંઘ અને તાલિબાન જેવા સંગઠનોના ધ્યેયમાં કોઇ ફરક નહીં હોવાની વાત સંપૂર્ણ પણે ખોટી છે.

હવે બદલાયા સૂર

અખ્તરે સામનામાં લખ્યુ કે, હકીકતમાં તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે, ‘હિન્દુ વિશ્વનો સૌથી સંસ્કારી અને સહિષ્ણુ સમુદાય છે’ મેં વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું છે અને ભાર મૂક્યો છે કે ભારત ક્યારેય અફઘાનિસ્તાન જેવું ન હોઈ શકે, કારણ કે ભારતીયો સ્વભાવથી ઉગ્રવાદી નથી હોતા. સામાન્ય હોવું તેના ડીએનએમાં છે. ‘અખ્તરે વધુમાં કહ્યું કે તેના ટીકાકારો નારાજ છે કે તેણે તાલિબાન અને જમણેરી હિન્દુ વિચારધારા વચ્ચે ઘણી સમાનતાઓ દર્શાવી છે.

આ પણ વાંચો –

Viral Video: જીપની એકદમ નજીક પહોચી ગયો વાઘ છતા પણ લોકો મુર્ખામીમાંથી બહાર ન આવ્યા, Video જોઈને લોકોમાં ભડક્યો ગુસ્સો

આ પણ વાંચો –

International Day of Democracy 2021 : સમગ્ર વિશ્વમાં આજે આંતરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી, શું તમે જાણો છો આ દિવસનું મહત્વ ?

આ પણ વાંચો –

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો એક મહિનો પૂરો થયો, જાણો 15 ઓગસ્ટથી અત્યાર સુધી શું થયું ?

Click on your DTH Provider to Add TV9 Gujarati