Jai Bhim: Suriyaએ જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ગિફ્ટ, ફિલ્મનું પોસ્ટર કર્યુ શેર

સુર્યા (Suriya) તેમના જન્મદિવસ પ્રસંગે ચાહકોને ઘણી ગિફ્ટ આપી રહ્યા છે. ફિલ્મના ટીઝરને રિલીઝ કર્યા બાદ આજે બીજી ફિલ્મ જય ભીમ (Jai Bhim)નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

Jai Bhim: Suriyaએ જન્મદિવસ પર ચાહકોને આપી ખાસ ગિફ્ટ, ફિલ્મનું પોસ્ટર કર્યુ શેર
Suriya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 10:15 PM

અભિનેતા-નિર્માતા સૂર્યા (Suriya) આજે તેમનો 46મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમણે તેમના જન્મદિવસના વિશેષ પ્રસંગે ચાહકોને એક ખાસ ભેટ આપી છે. તેમણે તેમની આગામી ફિલ્મ જય ભીમ (Jai Bhim)નું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે. જેને જોઈને તેમના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા છે. આ ફિલ્મમાં સૂર્યા એક વકીલની ભૂમિકામાં જોવા મળશે. જેઓ ટ્રાયબલ કમ્યૂનિટીના હક્કો માટે લડતા જોવા મળશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સૂર્યાની આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ તેમની 39મી ફિલ્મ છે. જેનું ટીએસ ગનાનાવેલે દિગ્દર્શન અને લખેલી છે. જય ભીમનું શૂટિંગ ચેન્નઈમાં કોરોનાની બીજી લહેર પહેલા શરૂ થઈ ગયું હતું. પરંતુ રોગચાળાને લીધે તેને રોકી દેવામાં આવ્યું હતું.

અહીં જુઓ સૂર્યાની ફિલ્મનું પોસ્ટર

સૂર્યાએ ફિલ્મ જય ભીમના ફર્સ્ટ લુક પોસ્ટરને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેમણે પોસ્ટર શેર કરતી વખતે લખ્યું – જય ભીમનો પહેલો લુક શેર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. પોસ્ટરમાં સૂર્યા ઉગ્ર લુકમાં જોવા મળી રહ્યા છે. તેમણે કાળો કોટ પહેર્યો છે.

જય ભીમમાં સૂર્યાની સાથે પ્રકાશ રાજ અને રાજિશા વિજયન મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. સુર્યા આ ફિલ્મમાં અભિનયની સાથે તેને પ્રોડ્યૂસ પણ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ 2d એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે.

જન્મદિવસ પહેલા જ ચાહકોને આપી સરપ્રાઈઝ

સૂર્યાએ જન્મદિવસના એક દિવસ પહેલા ચાહકોને ભેટ આપી હતી. તેણે પોતાની ફિલ્મ Etharkkum Thunindhavanનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મનું પંડિરાજે દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં સુર્યા સાથે પ્રિયંકા અરુલ મોહન અને સત્યરાજ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. સુર્યા હાલમાં તેમની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

સુર્યાની ફિલ્મ નવરસા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે વિજય શેતુપતિ અને પ્રકાશ રાજ મુખ્યભૂમિકામાં જોવા મળશે. મણી રત્નમે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. તેઓ તેમના બહેતરીન સિનેમા માટે જાણીતા છે.

આ પણ વાંચો: હેરાફેરી, હંગામા જેવી ફિલ્મોના ડિરેક્ટર પ્રિયદર્શને કેમ કહ્યું- શાહરૂખ, સલમાન, અક્ષયનો સમય પૂરો થઈ રહ્યો છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">