શું મા બનવાની છે Kajal Aggarwal? જલ્દી પૂરું કરવા માંગે છે ફિલ્મ ‘આચાર્ય’નું શૂટિંગ

કાજલ અગ્રવાલને લઈને એવા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને તેના ચાહકો ખુશ થઈ જશે. લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂર કાજલને લઇને સમાચાર આવ્યા છે કે તે ગર્ભવતી છે.

શું મા બનવાની છે Kajal Aggarwal? જલ્દી પૂરું કરવા માંગે છે ફિલ્મ 'આચાર્ય'નું શૂટિંગ
Gauatam Kitchlu, Kajal Aggarwal

સાઉથની પોપ્યુલર અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ (Gauatam Kitchlu) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, બંને એકબીજા સાથે ઘણો સમય પસાર કરી રહ્યા હતા અને વેકેશન પર પણ ગયા હતા. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કાજલ ગર્ભવતી છે. હા, મીડિયા અહેવાલો અનુસાર, કાજલ અને ગૌતમ ટૂંક સમયમાં જ બાળકના માતાપિતા બનશે.

સમાચાર એ છે કે કાજલે આની જાણ તાજેતરમાં કામ કરી રહેલી ફિલ્મ આચાર્ય (Acharya) ના દિગ્દર્શકને કરી છે. માત્ર આટલું જ નહીં, અભિનેત્રીએ મેકર્સને એવું પણ કહ્યું છે કે તેમના ભાગનું શૂટિંગ જલ્દી પૂર્ણ કરવામાં આવે કારણ કે તે પછીથી બ્રેક લે.

જો કે, અત્યાર સુધી કાજલ અથવા ગૌતમ વતી કોઈ નિવેદન થયું નથી. હવે જ્યા સુધી બંને આ વાતને કન્ફર્મ નથી કરી દેતા ત્યા સુધી આ વાત પર સસ્પેન્સ તો બનેલુ રહેશે. સાથે એ પણ જોવાનું છે કે જો તે ગર્ભવતી હોય, તો તે જલ્દી તેમની વર્ક કમિટમેન્ટસ પૂરી કરશે અથવા તે નિર્માતાઓ સાથે તેના રિપ્લેસમેન્ટ માટે વાત કરશે.

જણાવી દઈએ કે આની પહેલા ચાહકો સાથે સોશિયલ મીડિયા પર વાત કરતા, કાજલે કહ્યું કે તે પોતાના કામને પુરી રીતે ફ્રિડમ આપે છે અને લગ્ન પછી પણ કામ કરશે, પરંતુ જો તેમના પતિ ઇચ્છે તો તે અભિનયથી દુરી પણ બનાવી શકે છે. કાજલ અને ગૌતમની ખાસ વસ્તુ એ છે કે બંને પર્સનલ લાઈફને પર્સનલ રાખે છે. તેઓ તેમની પર્સનલ લાઈફ વિશે વધુ વાત કરવી પસંદ નથી કરતા.

સોશિયલ મીડિયાથી છે દૂર

કાજલ લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. તેમણે કૃષ્ણ જનમાષ્ટમીના પ્રસંગે 29 ઓગસ્ટના રોજ Instagram પર છેલ્લી પોસ્ટ આપી હતી. કાજલે કૃષ્ણ પ્રભુની મૂર્તિની સામે બેસીને પોતાનો ફોટો શેયર કર્યો હતો અને લખ્યું હતું, શ્રી કૃષ્ણ જનમાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

 

 


કાજલની ફિલ્મ્સ

કાજલ છેલ્લે તેલુગુ ફિલ્મ મોસાગલ્લુમાં જોવા મળી હતી. ફિલ્મમાં કાજલ સાથે વિષ્ણુ મંચૂ લીડ રોલમાં હતા. હવે કાજલની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં સિનેમિકા, ઘોસ્ટી અને ઉમા છે. ઉમા એક હિન્દી ફિલ્મ છે. આ બધી ફિલ્મોની શૂટિંગ કાજલે પૂર્ણ કરી છે. તે જ સમયે, તે જેની શૂટિંગ કરી રહી છે તેમાં ધ ઘોસ્ટ અને આચાર્યનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :- Birthday Special : 44 વર્ષની થઈ ગૌરી પ્રધાન, જાણો કયાં થઈ હતી હિતેન તેજવાની સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati