International Film Festival : ગોવામાં 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થશે, 28 નવેમ્બર સુધી ચાલશે

એશિયાનો સૌથી જૂનો અને ભારતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શનિવારથી એટલે કે આજથી ગોવામાં શરૂ થશે. 28 નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલ (IFFI) માં OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પ્રથમ વખત ભાગ લેશે.

International Film Festival : ગોવામાં 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થશે, 28 નવેમ્બર સુધી ચાલશે
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 1:22 PM

52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) શનિવાર એટલે કે 20 નવેમ્બરથી ગોવામાં શરૂ થઈ રહ્યો છે અને 28 નવેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં 95 દેશોમાંથી 624 જેટલી ફિલ્મોને એન્ટ્રી મળી છે. કોરોના મહામારી બાદ ગોવામાં આયોજિત થનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ગોવા સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

પ્રથમ વખત, Netflix, Amazon Prime, Zee5 Voot અને Sony Liv જેવા મોટા OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મને પણ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે ફિલ્મ દિગ્દર્શકો ઈસ્તવાન સાબો અને માર્ટિન સ્કોર્સેસને ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા હેમા માલિની અને ગીતકાર પ્રસૂન જોશીને ફેસ્ટિવલમાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન એકેડેમી એવોર્ડ્સ 2022 માટે ભારતની એન્ટ્રી, તમિલ ફિલ્મ ‘કોઝાંગલ’ ભારતીય પેનોરમા સેગમેન્ટમાં દર્શાવવામાં આવશે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

પ્રથમ વખત, Netflix, Amazon Prime, Zee5, Voot અને Sony Liv જેવા મોટા OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મને પણ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે OTT પ્લેટફોર્મ ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે. આ કારણે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ છે જેને ખૂબ પસંદ કરવામાં આવી છે.

ગોવામાં આયોજિત IFFIમાં સત્યજીત રેની કેટલીક ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. આ 52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હશે. તે જ સમયે, અમેઝોન ઓરિજિનલ ફિલ્મ છોરી પણ આ પ્રસંગે બતાવવામાં આવશે. એમેઝોન પ્રાઇમ વિડિયો તેના દ્વારા સિનેમેટિક સામગ્રીને પણ પ્રમોટ કરશે. IFFI એ ભારત અને એશિયાનો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટિવલ છે.

આવું પાંચ દાયકાથી ચાલી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. આ વર્ષના ઉત્સવમાં ઘણી રસપ્રદ ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલ દેશના 99% પિન કોડને આવરી લે છે.

આ કાર્યક્રમમાં હેમા માલિની અને ગીતકાર પ્રસૂન જોશીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે હોલીવુડના ફિલ્મ નિર્દેશકો ઈસ્તવાન સાબો અને માર્ટિન સ્કોર્સીસને પણ સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

દરમિયાન એકેડેમી એવોર્ડ્સ 2022 માટે ભારતની એન્ટ્રી, તમિલ ફિલ્મ ‘કોઝાંગલ’ ભારતીય પેનોરમા સેગમેન્ટમાં દર્શાવવામાં આવશે.

આ  પણ વાંચો : Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

આ પણ વાંચો : Bunty Aur Babli 2 : રાની મુખર્જીએ કર્યો ખુલાસો, બંટી ઔર બબલી-2ના શૂટિંગ દરમિયાન લાડલી આદિરાએ કર્યું હતું આ કામ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">