Corona સમયમાં બોલીવુડનાં સ્ટાર્સ આવ્યા મદદમાં, જાણો કોણ શું કરી રહ્યું છે

દેશ કોરોના રોગચાળાના બીજી લહેરથી લડી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડથી લઈ ઓક્સિજનની અછત છે.

  • tv9 webdesk40
  • Published On - 13:57 PM, 1 May 2021
Corona સમયમાં બોલીવુડનાં સ્ટાર્સ આવ્યા મદદમાં, જાણો કોણ શું કરી રહ્યું છે
Sonu Sood, Twinkle Khanna, Akshay Kumar, Priyanka Chopra, Salman Khan

દેશ કોરોના રોગચાળાના બીજી લહેરથી લડી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડથી લઈ ઓક્સિજનની અછત છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોથી લઈ બોલિવૂડનાં ઘણા સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા છે. જે જરૂરીયાતમંદોને સુવિધા પુરી પાડવા કામ કરી રહ્યા છે. તો ચાલો એક નજર કરીએ કે કોવિડ સંકટ દરમિયાન કયા સ્ટાર્સે અત્યાર સુધી મદદ કરી.

સોનુ સૂદ

દેખીતી રીતે, આમાં સૌથી આગળ સોનુ સૂદ છે. ગયા વર્ષના લોકડાઉનથી સોનુ લોકોને મદદ કરી રહ્યા છે. જોકે, આ વખતે સંક્રમિતોની સંખ્યા વધુ હોવાને કારણે પણ સોનુને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોતાની ઘણી ટ્વીટમાં ચિંતા વ્યક્ત કરી છે કે બેડ અને ઓક્સિજન મેળવવા માટે ઘણા કલાકો લાગી રહ્યા છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

અક્ષય કુમાર

અક્ષય કુમારે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન (GGF) ને એક કરોડ રુપિયાનું દાન આપ્યું છે. અક્ષયે ટ્વિટર પર લખ્યું, ‘આ મુશ્કેલ સમય છે. ગૌતમ ગંભીર અને મને આનંદ છે કે હું મદદ કરી શક્યો. હું ઈચ્છું છું કે આપણે બધા જલ્દીથી આ રોગચાળામાંથી બહાર આવી જઈએ. ધ્યાન રાખજો.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલે તેમના ટ્વિટર પોસ્ટમાં લખ્યું, ‘અદભુત સમાચાર. લંડન ઈલીટ હેલ્થ તરફથી દૈવિક ફાઉન્ડેશન અંતર્ગત ડો. દ્રશનિકા પટેલ અને ડો. ગોવિંદ બાનકાનીએ 120 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ આપવાનું નક્કી કર્યું છે. આ સાથે અક્ષયે અને મેં મળીને 100 બીજા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની વ્યવસ્થા કરી છે. આમ આંકડો 220 પર પહોંચી ગયો છે. ‘

સુનીલ શેટ્ટી

કોરોના વાયરસથી પીડિત દર્દીઓને વિના મૂલ્યે ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પ્રદાન કરવાના અભિયાનમાં અભિનેતા સુનિલ શેટ્ટીનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી.

અજય દેવગન

અજયે મુંબઈના શિવાજી પાર્કમાં 20 બેડના કોવિડ આઈસીયુ બનાવવામાં મદદ કરી છે. આ કાર્ય કરવા માટે તેમણે પોતાની ટીમ સાથે હિન્દુજા હોસ્પિટલની સાથે હાથ મિલાવ્યા છે.

એક અહેવાલ મુજબ, બૃહન્મુંબઈ નગર નિગમ (BMC) એ શિવાજી પાર્કનાં એક હોલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટથી સજ્જ 20 બેડ કોવિડ -19 નાં દર્દીઓ માટે રાખ્યા છે. આ માટે અજય દેવગન, આનંદ પંડિત, બોની કપૂર, લવ રંજન, સમીર નાયર અને અન્ય ઘણા લોકોએ પણ બીએમસીના “સ્માઇલી એકાઉન્ટ” માં 1 કરોડ રુપિયાથી વધુનું યોગદાન આપ્યું છે.

સલમાન ખાન

સલમાન ખાન કોરોના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ફૂડ પેકેટ સપ્લાય કરી રહ્યા છે. થોટાક દિવસો પહેલા ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે, તે પોતે કિચનમાં પહોંચ્યા અને ભોજનનો સ્વાદ ચાખ્યો.

 

 

 

View this post on Instagram

 

A post shared by _”” (@manish_salmanholics)

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે પોતે પણ કોરોનાને હાર આપી છે. તેમણે પત્રકાર ફાયે ડિસુઝાની સાથે મળીને કોવિડ 19 થી સંબંધિત માહિતી એક જગ્યાએ એકત્રિત કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાની યોજના બનાવી છે. આનાથી લોકો સુધી સાચી રીતે મદદ પહોચશે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

સુષ્મિતા સેન

સુષ્મિતા સેને પણ હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાનું કામ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસ બંને ભારતની મદદ માટે આગળ આવ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તાજેતરમાં જ ભારત માટે કોવિડ 19 ફંડરેજરની શરુઆત કરતા વિશ્વભરના લોકોને ભારતની મદદ કરવા અપીલ કરી. 2 કરોડ 50 લાખ રુપિયાથી વધુનું ડોનેશન જમા થઈ ચુક્યું છે.

 

 

 

જોન અબ્રાહમ

જોને 30 એપ્રિલથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપી દીધા છે, જે કોરોના પીડિતોને સહાય કરવા માટે અપીલને વિસ્તૃત કરશે.