હું મારા જીવનના એવા તબક્કે પહોંચી ગયો છું, જ્યાં હું સારા કન્ટેન્ટને પસંદ કરી શકું છું: અર્જુન રામપાલ

હું મારા જીવનના એવા તબક્કે પહોંચી ગયો છું, જ્યાં હું સારા કન્ટેન્ટને પસંદ કરી શકું છું: અર્જુન રામપાલ
Arjun Rampal will be seen in Dhaakad
Image Credit source: Social Media

અર્જુન રામપાલે (Arjun Rampal) વર્ષોથી ખૂબ જ યાદગાર અભિનય આપ્યા છે, તેને ફિલ્મ 'રોક ઓન'માં જોસેફ મસ્કારેનહાસના પાત્ર માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 14, 2022 | 9:03 PM

અર્જુન રામપાલ (Arjun Rampal) જેણે ‘લંડન ફાઈલ્સ’માં તેના પાત્ર ડિટેક્ટીવ ઓમ સિંઘ માટે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, તે આગામી સમયમાં ‘ધાકડ’માં (Dhaakad) એક ખતરનાક ખલનાયક રુદ્રવીર તરીકે ઈન્ટરનેશનલ સ્પાય અને એક્શનથી ભરપૂર એક્શન થ્રિલર તરીકે જોવા મળશે. બાય ધ વે, ફિલ્મમાં તેના આ લુકે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. એમાં કોઈ શંકા નથી કે અર્જુન રામપાલ ઘણો સારો કલાકાર છે. તેણે હંમેશા મજબૂત કન્ટેન્ટ પસંદ કર્યું છે અને તેના ‘ધાકડ’ અભિનયથી લોકોના દિલ પણ જીત્યા છે. અર્જુન રામપાલે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તે શા માટે પસંદગીની ફિલ્મોનો ભાગ બનવા માંગે છે અને તે પોતાની કારકિર્દી કેવી રીતે પસંદ કરે છે.

અર્જુન રામપાલ ટૂંક સમયમાં કંગના સાથે ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળશે

અર્જુન રામપાલે વર્ષોથી ખૂબ જ યાદગાર અભિનય આપ્યો છે, તેને ફિલ્મ ‘રોક ઓન’માં તેના પાત્ર જોસેફ મસ્કારેનહાસ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. અન્ય પાત્રોની વાત કરીએ તો તે ક્યારેક ફિલ્મ ‘રાજનીતિ’માં પૃથ્વીરાજ પ્રતાપ બન્યો, ક્યારેક ફિલ્મ ‘કહાની 2’માં ડિટેક્ટીવ ઈન્દ્રજીત બન્યો, ક્યારેક ‘રા વન’નો વિલન તો ક્યારેક ‘ઓમ શાંતિ ઓમ’માં નિર્માતા મુકેશ મહેરા અને પછી ‘લંડન ફાઈલ્સ’માં ડિટેક્ટીવ ઓમ સિંહે. આ તમામ પરફોર્મન્સે લોકોના દિલો પર એક અલગ છાપ છોડી છે.

અર્જુન રામપાલે ‘ધાકડ’ને બેસ્ટ ફિલ્મ ગણાવી છે

અર્જુન રામપાલ કહે છે “હું હંમેશા સારી વાર્તા અને સારી સ્ક્રિપ્ટને મહત્વ આપું છું. હું મારા જીવનમાં એવા તબક્કે પહોંચી ગયો છું, જ્યાં મારે સારું કામ પસંદ કરવાનું છે અને મને જે મળે છે તે કરવાનું નથી. ભગવાનની કૃપાથી આજે હું તે સ્થાને પહોંચી ગયો છું જ્યાં મારી પાસે પસંદગી અને વિકલ્પ બંને છે. તેથી આશા છે કે તમે જ્યારે પણ મને મોટા કે નાના પડદા પર જોશો, ત્યારે તમે તેને ‘ધાકડ’ જેવી કેટલીક સારી ફિલ્મો સાથે જોશો.”

અર્જુન રામપાલ વાસ્તવમાં આજે બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, પરંતુ તે માત્ર એવા જ થોડા પ્રોજેક્ટ્સ કરી રહ્યો છે, જેમાં તેના માટે કંઈક અલગ કરવા જેવું હોય. તે પોતે પણ આ વાત કહી રહ્યા છે. જો કે તેની યાદીમાં ઘણી વધુ સારી ફિલ્મો અને વેબ સિરીઝ છે, જે લોકોને ટૂંક સમયમાં જોવા મળશે. અભિનેતાની કારકિર્દીમાં તે એક અદ્ભુત તબક્કો છે કારણ કે તે વિવિધ શૈલીઓમાં વિવિધ ભૂમિકાઓ ભજવે છે અને અમને લાગે છે કે બેસ્ટ આવવાનું બાકી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati