Hungama 2: શિલ્પા શેટ્ટીએ ચાહકોને કરી તેમની ફિલ્મ જોવાની વિનંતી, ડર છે કે ક્યાંક રાજ કુંદ્રાની ધરપકડની ન પડે અસર?

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ જોયા પછી એમ કહી શકાય કે તેમને ડર છે કે ક્યાંક રાજ કુંદ્રાની ધરપકડથી તેમની ફિલ્મ પર અસર ન પડે. રાજની ધરપકડ થયા બાદથી તે ફિલ્મનું પ્રમોશન પણ નથી કરી રહી.

Hungama 2: શિલ્પા શેટ્ટીએ ચાહકોને કરી તેમની ફિલ્મ જોવાની વિનંતી, ડર છે કે ક્યાંક રાજ કુંદ્રાની ધરપકડની ન પડે અસર?
Hungama 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 10:07 PM

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આજકાલ હેડલાઈન્સનો એક ભાગ બની રહી છે. એક તરફ તેમના પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ તેમની કમબેક ફિલ્મ હંગામા 2 (Hungama 2) રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શિલ્પાની સાથે પરેશ રાવલ (Paresh Rawal), મિજાન જાફરી (Meezaan Jaffrey), પ્રણીતા સુભાષ (Pranitha Subhash) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા 2 આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સાંજે 7:30 વાગ્યે રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા શિલ્પાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને ચાહકોને તેમની ફિલ્મ જોવાની વિનંતી કરી છે.

શિલ્પાએ હંગામા 2નું પોસ્ટર શેર કરતી વખતે લખ્યું કે – હું યોગ કરવામાં અને શીખવવામાં વિશ્વાસ રાખુ છું. જ્યાં જીવન મોજૂદ છે, તે ફક્ત આજના સમયમાં છે. હંગામા 2ને એક સારી ફિલ્મ બનાવવા માટે આખી ટીમે સખત મહેનત કરી છે.

શિલ્પાએ આગળ લખ્યું- આજે હું તમને વિનંતી કરું છું કે તમારા ચહેરા પર સ્મિત સાથે તમારા પરિવાર સાથે હંગામા 2 જોવો. આ ફિલ્મ દરેક એવા વ્યક્તિ માટે જુઓ જે આની સાથે સંકળાયેલ છે. આભાર.

શિલ્પાની પોસ્ટ પર ઘણા સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. કોરિયોગ્રાફર ગીતા કપૂરે કમેન્ટ કરી – આને જોવા માટે રાહ નથી જોવાતી બહેન. તે જ સમયે, કેટલાક ચાહકો શિલ્પાને ટેકો આપી રહ્યા છે અને આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

શું ફિલ્મ ફ્લોપ થવાનો છે ડર?

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ જોયા પછી એમ કહી શકાય કે તેમને ડર છે કે ક્યાંક રાજ કુંદ્રાની ધરપકડથી તેમની ફિલ્મ પર અસર ન પડે. રાજની ધરપકડ થયા બાદથી તે ફિલ્મનું પ્રમોશન પણ નથી કરી રહી. તેમણે સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું છે. આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી છેલ્લે વર્ષ 2007માં ફિલ્મમાં જોવા મળી હતી. હવે 14 વર્ષ પછી તે પુનરાગમન કરવા જઈ રહી છે. ચાહકોની સાથે શિલ્પા પણ તેમની વાપસીને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી.

આ છે હંગામા 2ની વાર્તા

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તેમાં બે પરિવારોની વાર્તા બતાવવામાં આવી છે. જેમાં પરેશ રાવલ અને તેની પત્ની શિલ્પા શેટ્ટીનો પરિવાર છે. બીજો છે આશુતોષ રાણા. જેનો પુત્ર મીજાન જાફરી છે. પરેશ રાવલને લાગે છે કે શિલ્પાનું મીજાન સાથે અફેર છે. આની આસપાસ વાર્તા વણાયેલી છે. આ ફિલ્મ કોમેડીથી ભરેલી છે.

આ પણ વાંચો: હેરાફેરી, હંગામા જેવી ફિલ્મોના ડિરેક્ટર પ્રિયદર્શને કેમ કહ્યું- શાહરૂખ, સલમાન, અક્ષયનો સમય પૂરો થઈ રહ્યો છે?

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">