Hrithik Roshan: સબા આઝાદ સાથે લીવ ઈન રિલેશનશિપમાં એકસાથે રહેવાના સમાચારથી ગુસ્સે થયો ઋતિક રોશન, કહ્યું – આમાં કોઈ સત્ય નથી

એક રિપોર્ટ મુજબ ઋતિક અને સબા (Hrithik Roshan and Saba Azad) ટૂંક સમયમાં લિવ-ઈન રિલેશનશિપમાં એકસાથે રહેવાના છે અને આ માટે ઋતિકે એક એપાર્ટમેન્ટ પણ જોયું છે. પરંતુ હવે આ સમગ્ર રિપોર્ટ પર ઋતિક રોશનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ઋતિકે અનેક ખુલાસા કર્યા છે.

Hrithik Roshan: સબા આઝાદ સાથે લીવ ઈન રિલેશનશિપમાં એકસાથે રહેવાના સમાચારથી ગુસ્સે થયો ઋતિક રોશન, કહ્યું - આમાં કોઈ સત્ય નથી
Hrithik Roshan And Saba Azad
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 20, 2022 | 7:37 PM

બોલિવૂડ એક્ટર ઋતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, જેના કારણે ઋતિક અને સબા બંને મીડિયાની લાઈમલાઈટમાં રહે છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતા જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે એક મીડિયા રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઋતિક અને સબા ટૂંક સમયમાં લિવ-ઈન રિલેશનશિપમાં એકસાથે રહેવાના છે અને આ માટે ઋતિકે એક એપાર્ટમેન્ટ પણ જોયું છે. પરંતુ હવે આ સમગ્ર રિપોર્ટ પર ઋતિક રોશનની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ઋતિકે અનેક ખુલાસા કર્યા છે.

ઋતિકે જણાવ્યું સત્ય

ઋતિક રોશન અને સબા આઝાદના લીવ-ઈનમાં આવવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે, આ સમાચાર પર ઋતિક રોશને એક ટ્વિટ કર્યું છે, જેમાં તેને સબા સાથે લીવ-ઈન રહેવાના સમાચારને નકારી કાઢ્યા છે. એક્ટરે તેના ટ્વિટમાં એક સમાચાર લેખની લિંક શેયર કરી, જેની સાથે ઋતિકે લખ્યું, આમાં કોઈ સત્ય નથી. એક પબ્લિક ફિગર હોવાને કારણે, હું સમજું છું કે લોકો મારા વિશે જાણવાની કોશિશ કરે છે. પરંતુ ખોટી માહિતીથી દૂર રહો.

Hrithik Roshan’s Tweet

રિપોર્ટમાં કહેવામાં આવી હતી આ વાત

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઋતિક અને સબાને રહેવા માટે મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેન્ટ મળી ગયું છે. બંને મુંબઈમાં ‘મન્નત’ નામની ઈમારતના એપાર્ટમેન્ટમાં એકસાથે રહેશે. તેમના એપાર્ટમેન્ટમાં રિનોવેશનનું કામ પણ શરૂ થઈ ગયું છે. બંને માટે બિલ્ડિંગના ઉપરના બે માળે એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઋતિક રોશને બંને એપાર્ટમેન્ટ માટે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આ ફિલ્મમાં જોવા મળશે એક્ટર

ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો, વર્ષ 2024માં રિલીઝ થનારી ફિલ્મ ‘ફાઈટર’માં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ એકસાથે જોવા મળશે. ઋતિક છેલ્લે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સાથે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સપ્ટેમ્બર, 2022માં રિલીઝ થઈ હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati