‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2’માં લીડ રોલની ઓફરને ઋતિક રોશને ઠુકરાવી, જાણો કારણ

ઋતિક રોશન (Hrithik Roshan) પાસે આજકાલ ઘણા બધા પ્રોજેક્ટ છે, જેના પર તે કામ કરી રહ્યો છે. પરંતુ હાલમાં જ એ વાત સામે આવી છે કે તેને 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2'ના લીડ રોલને રિજેક્ટ કરી દીધો છે.

'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2'માં લીડ રોલની ઓફરને ઋતિક રોશને ઠુકરાવી, જાણો કારણ
Hrithik Roshan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 7:57 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra) ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ત્રણ ભાગ બનવાના છે, જેના વિશે મીડિયામાં ઘણા સમયથી સમાચાર ચાલી રહ્યા છે. હવે આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મ વિશે સમાચાર આવી રહ્યા છે કે અયાન મુખર્જીની આ ફિલ્મના બીજા ભાગ માટે ઋતિક રોશને (Hrithik Roshan) લીડ રોલની ઓફર ઠુકરાવી દીધી છે. આ પહેલા પણ એવું સામે આવ્યું હતું કે ઋતિકને બીજા ભાગમાં દેવની ભૂમિકા ભજવવાની ઓફર કરવામાં આવી હતી, જે એક ટ્રાયોલોજી હશે.

ઋતિક રોશને ઠુકરાવી દીધી ‘બ્રહ્માસ્ત્ર 2’

એક ઓનલાઈન પોર્ટલ મુજબ ઋતિક રોશને શેડ્યુલિંગના સ્ટ્રગલને કારણે ઓફર ઠુકરાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋતિક રોશન પહેલાથી જ બે વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં હાઈ ફિલ્મો ‘ક્રિશ 4’ અને ‘રામાયણ’ પર કામ કરી રહ્યો છે. તેને સમજાયું છે કે ‘બ્રહ્માસ્ત્ર 2’ કરવાનો અર્થ એ છે કે બીજી વીએફએક્સ ફિલ્મમાં ઘણો સમય લાગશે. તે આ વર્ષે વધુ ફિલ્મો કરવા માંગે છે અને આવનારા 7 વર્ષ માત્ર આ 3 પ્રોજેક્ટ પર જ સમય વિતાવવા માંગતો નથી. તેને આ માટે પોતાના વિચારો અયાન મુખર્જી અને કરણ જોહરને જણાવ્યા અને વિનમ્રતા સાથે પ્રોજેક્ટ છોડી દીધો.

અલગ અવતારમાં જોવા મળશે ઋતિક-સૈફ

આ દરમિયાન ઋતિક રોશન આ દિવસોમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિક્રમ વેધા’ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે, જે એક અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઋતિક રોશન વેધાની ભૂમિકામાં જોવા મળશે, જે ઓરિજિનલી સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિએ ભજવી હતી. આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ફિલ્મને વધુ સારી બનાવવા માટે ‘વિક્રમ વેધ’ની આખી ટીમે પુષ્કર-ગાયત્રી એંગલ રજૂ કર્યો. આ ફિલ્મના ટીઝરને લોકો તરફથી મળેલા રિએક્શન બાદ મેકર્સ ખૂબ જ ખુશ છે. આ સૌથી વધુ પસંદ કરાયેલ ટીઝર બની ગયું છે. જેમ લોકોને આ ટીઝર પસંદ આવ્યું છે, તે એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. નિર્માતાઓ આ ફિલ્મને લોકોની સામે લાવવા માટે ઉત્સુક છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

30 સપ્ટેમ્બરે થિયેટરોમાં થશે રિલીઝ

ઋતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ આ જ નામથી બનેલી સાઉથની ફિલ્મની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">