Honey Singh Case: આ કારણે કોર્ટમાં હાજર થવામાંથી હની સિંહે માંગી મુક્તિ, કોર્ટે આપ્યો બારબરનો ઠપકો

સિંગર હની સિંહ પર તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું છે કે તેની સાથે પ્રાણીની જેમ વર્તન કરવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી 28 ઓક્ટોબરના રોજ થઇ.

Honey Singh Case: આ કારણે કોર્ટમાં હાજર થવામાંથી હની સિંહે માંગી મુક્તિ, કોર્ટે આપ્યો બારબરનો ઠપકો
honey singh counsel seeks his exemption from personal appearance in Domestic violence case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 2:25 PM

બોલિવૂડ ગાયક યો યો હની સિંહ સામે (Yo Yo Honey Singh) તેની પત્ની શાલિની તલવાર (Shalini Talwar) દ્વારા ઘરેલુ હિંસાનો કેસ (Domestic violence case) દાખલ કરવામાં આવ્યો હતો. શાલિનીએ હની સિંહ વિરુદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ‘ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ એક્ટ, 2005’ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેની 28 ઓકટોબરના રોજ સુનાવણી થવાની હતી. પરંતુ હનીએ કોર્ટમાં હાજર થવાથી મુક્તિ માંગી.

હની સિંહના વકીલે કોર્ટમાં હાજર ન થવાનું કારણ જણાવતા છૂટની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે હની સિંહની તબિયત સારી નથી. જેના કારણે તેને આ સુનાવણીમાં હાજર થવાથી મુક્તિ મળવી જોઈએ. તેમણે દિલ્હી કોર્ટને ખાતરી આપી છે કે તેઓ આગામી સુનાવણીમાં ચોક્કસપણે હાજર થશે.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

કોર્ટે ઠપકો આપ્યો

હની સિંહને કોર્ટમાં હાજર ન થવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે કહ્યું, “કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. આ બાબતને આટલી હળવાશથી કેવી રીતે લેવામાં આવી રહી છે તે જોઈને આઘાત લાગ્યો. ”

નારાજગી વ્યક્ત કરતા કોર્ટે હની સિંહના વકીલને કહ્યું હતું કે, હની સિંહ હાજર થયા નથી. તમે તેમની આવકના સોગંદનામા દાખલ કર્યા નથી અને દલીલો સાથે તૈયાર નથી.” મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સિંહને કોર્ટ સમક્ષ હાજર થવાની છેલ્લી તક આપી અને તેને આચરણનું પુનરાવર્તન ન કરવા કહ્યું.

હની સિંહ સામે નોટિસ જારી કરવામાં આવી હતી

શાલિનીએ તેના પતિ હની સિંહ સામે 3 ઓગસ્ટના રોજ તીસ હજારી કોર્ટના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. કેસની નોંધણી બાદ હની સિંહને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં તેને 28 ઓગસ્ટ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે હની સિંહને એક ઓર્ડર આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હની સિંહ તેની અને તેની પત્નીની સંપત્તિ અંગે કોઈ નિર્ણય લઈ શકે નહીં.

હની પર ઘણા આરોપ

હની સિંહની પત્ની શાલિનીએ તેના પર ઘણા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું છે કે તેને છેલ્લા 10 વર્ષથી ઘરમાં ખરાબ રીતે રાખવામાં આવી રહી હતી. તેમનું શારીરિક, મૌખિક, માનસિક અને ભાવનાત્મક શોષણ થયું છે. શાલિનીએ તો એમ પણ કહ્યું હતું કે હનીએ તેના લગ્નને મહત્વ નથી આપ્યું, તેણે તેની લગ્નની વીંટી પણ નથી પહેરી. એકવાર જ્યારે શાલિનીએ સોશિયલ મીડિયા પર તેના અને તેના લગ્નની તસવીરો શેર કરી હતી. આ પછી પણ, તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે શાલિનીને ખૂબ માર માર્યો.

આ પણ વાંચો: Video: જ્યારે ફિમેલ ફેને શાહરૂખ ખાનને કહ્યું ‘અક્ષય, આઈ લવ યુ’, જવાબ જાણીને તમે પણ થઈ જશો ફિદા

આ પણ વાંચો: ના ઉમ્ર કી સીમા હો: 40 ની ઉંમરે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ શ્વેતા તિવારી, જુઓ તેનો નવો ગ્લેમરસ અવતાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">