હરનાઝ સંધુ પર પંજાબી ફિલ્મના કોન્ટ્રાક્ટના ભંગનો આરોપ, ઉપાસના સિંહે દાખલ કર્યો દાવો

ઉપાસના સિંહનું (Upasana Singh) આ મામલે કહેવું છે કે મિસ યુનિવર્સ બની તે પહેલા તેણે હરનાઝ સંધુને (Harnaaz Sandhu) પોતાની ફિલ્મમાં કામ કરવાનો મોકો આપ્યો હતો અને હવે તે ફિલ્મના પ્રમોશન માટે ડેટ્સ આપી રહી નથી.

હરનાઝ સંધુ પર પંજાબી ફિલ્મના કોન્ટ્રાક્ટના ભંગનો આરોપ, ઉપાસના સિંહે દાખલ કર્યો દાવો
Upasana-Singh-And-Harnaaz-Sandhu
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 06, 2022 | 4:27 PM

વર્ષ 2021માં મિસ યુનિવર્સનો તાજ જીતનાર હરનાઝ સંધુ (Harnaaz Sandhu) હવે ફિલ્મોમાં પોતાની ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક્ટ્રેસ ઉપાસના સિંહે (Upasana Singh) હરનાઝ સંધુ સામે એક સ્થાનિક કોર્ટમાં કોન્ટ્રાક્ટનું સન્માન ન કરવા બદલ અરજી કરી છે. ખરેખર હરનાઝ સંધુએ આ ફિલ્મના પ્રમોશન માટે સાઈન કરી હતી પરંતુ હવે તે આવું કરવાની ના પાડી રહી છે. ઉપાસના સિંહનું આ મામલે કહેવું છે કે મિસ યુનિવર્સ બની તે પહેલા તેણે હરનાઝ સંધુને પોતાની ફિલ્મમાં કામ કરવાનો મોકો આપ્યો હતો અને હવે તે ફિલ્મના પ્રમોશન માટે ડેટ્સ આપી રહી નથી.

ઉપાસના સિંહે હરનાઝ વિરુદ્ધ દાખલ કર્યો કેસ

ઉપાસના સિંહે કહ્યું કે તેણે હરનાઝ સંધુને તેની ફિલ્મમાં કામ કરવાની તક આપી, તે સમયે તે મિસ યુનિવર્સ ન હતી. પરંતુ હવે તે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરી રહી છે. ઉપાસના સિંહે કહ્યું હતું કે ‘બાઈ જી કટ્ટન ગઈ’ મે મહિનામાં જ રિલીઝ થવાની હતી, પરંતુ હરનાઝ સંધુએ તેને ફિલ્મના પ્રમોશન માટે સમય આપ્યો ન હતો. તેણે ઘણી વખત સંધુનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેણે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. તેણે સંધુને ઘણા મેસેજ, ફોન કોલ્સ અને મેઈલ પણ કર્યા પરંતુ હરનાઝે તેને કોઈ જવાબ આપ્યો નહીં.

25 દિવસ સુધી ફિલ્મનું કરવાનું હતું પ્રમોશન

ઉપાસના સિંહનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ મુજબ હરનાઝ સંધુએ આ ફિલ્મ માટે 25 દિવસ માટે ફિલ્મનું પ્રમોશન કરવાનું હતું પરંતુ જો તે 5 દિવસનું પ્રમોશન પણ કરે તો સારું રહેશે. ઉપાસના સિંહના વકીલના જણાવ્યા મુજબ તેણે હવે આ મામલે કોર્ટમાંથી નુકસાનીનો દાવો કર્યો છે.

બે ફિલ્મોમાં ઉપાસનાએ હરનાઝને આપ્યું કામ

પીટીઆઈ મુજબ ઉપાસના સિંહે કોર્ટની બહાર પત્રકારોને કહ્યું કે, મેં હરનાઝને ‘બાઈ જી કુટ્ટગે’ ફિલ્મમાં અભિનય કરવાનો મોકો આપ્યો. એટલું જ નહીં મેં યારા દિયા પૂ બરન પણ બનાવી જેમાં હરનાઝ હીરોઈન છે. મેં હરનાઝને ત્યારે તક આપી હતી જ્યારે તે મિસ યુનિવર્સ ન હતી. મેં આ ફિલ્મ પાછળ મોટી રકમ ખર્ચી છે. આ કોઈ નાના બજેટની ફિલ્મ નથી.

19 ઓગસ્ટે રિલીઝ થવાની છે આ ફિલ્મ

આ ફિલ્મનું ટ્રેલર આ મહિનાની 1 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઉપાસના સિંહે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને તેણે પોતે પણ આ ફિલ્મમાં એક્ટિંગ કરી છે. આ ફિલ્મનું નિર્દેશન સમીપ કંગના દ્વારા કરવામાં આવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati