Happy Birthday Raj Babbar: અલગ અભિનય માટે જાણીતા છે રાજ બબ્બર, લગ્ન અને રાજકીય કારકિર્દી વિશે હંમેશા રહ્યા છે ચર્ચામાં

રાજ બબ્બરે પોતાની મહેનત, પ્રતિભા અને સમર્પણથી હિન્દી સિનેમામાં એક અલગ સ્થાન બનાવ્યું. 23 જૂન 1952માં રાજ બબ્બરનો જન્મ ઉત્તર પ્રદેશના ટુંડલામાં થયો હતો.

Happy Birthday Raj Babbar: અલગ અભિનય માટે જાણીતા છે રાજ બબ્બર, લગ્ન અને રાજકીય કારકિર્દી વિશે હંમેશા રહ્યા છે ચર્ચામાં
Raj Babbar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 6:14 PM

રાજ બબ્બર (Raj Babbar) બોલિવૂડના એવા અભિનેતા રહ્યા છે, જે તેમના અલગ અભિનય માટે જાણીતા છે. તેમની ગંભીર પર્સનાલિટી તેમના અભિનયની વિશેષ ઓળખ છે. રાજ બબ્બરે પોતાની મહેનત, પ્રતિભા અને સમર્પણથી હિન્દી સિનેમામાં એક અલગ સ્થાન બનાવ્યું. 23 જૂન 1952માં રાજ બબ્બરનો જન્મ ઉત્તર પ્રદેશના ટુંડલામાં થયો હતો. તેમણે તેમનો અભ્યાસ આગરા કોલેજમાંથી કર્યો હતો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

તે પછી રાજ બબ્બર દેશની રાજધાની દિલ્હી ચાલ્યા ગયા. દિલ્હીમાં રહેતા તેમનું વલણ થિયેટર તરફ થઈ ગયુ હતું અને તે પછી વર્ષ 1975માં તેમણે દેશની પ્રતિષ્ઠિત એનએસડી (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માં પ્રવેશ લીધો. રાજ બબ્બર એનએસડીના હોંશિયાર વિદ્યાર્થી હતા. અહીં તેમણે મેથડ એક્ટિંગની બીરીકિઓ શીખી. એનએસડીમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ દિલ્હીના ઘણા થિયેટર ગ્રુપોમાં જોડાયા.

પોતાના જીવનમાં કંઈક મોટું કરવાના સપના સાથે રાજ બબ્બર મુંબઈ ચાલ્યા ગયા. લાંબા સંઘર્ષ બાદ તેમણે વર્ષ 1977માં ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’થી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ થિયેટરોમાં ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ દર્શકોને તેમનો અભિનય ગમ્યો. આગળ જતા રાજ બબ્બરે નિકાહ, આજ કી આવાઝ, આપ તો એસે ના થે, કલયુગ, હમ પાંચ, દાગ, જિદ્દી સહિતની ઘણી બોલિવૂડની શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજ બબ્બર ફિલ્મોમાં નકારાત્મક અને સકારાત્મક તમામ પ્રકારના પાત્રો ભજવી ચૂક્યો છે.

View this post on Instagram

A post shared by Raj Babbar (@rajbabbarmp)

ફિલ્મો ઉપરાંત રાજ બબ્બર પણ પોતાની અંગત જિંદગીને કારણે ઘણી વખત હેડલાઈન્સમાં રહ્યા છે. ક્યારેક અભિનેત્રી સ્મિતા પાટિલ સાથેના તેમના પ્રેમસંબંધના કારણે ચર્ચામાં રહેતાં રાજ બબ્બરે બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ નાદિરા છે. નાદિરાથી રાજ બબ્બરને બે બાળકો છે, આર્ય બબ્બર અને જુહી બબ્બર છે.

રાજ બબ્બરે બીજા લગ્ન તેમની પ્રેમિકા સ્મિતા પાટિલ (Smita Patil) સાથે કર્યાં, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેમના પહેલા સંતાનને જન્મ આપતા થોડા કલાકોમાં જ સ્મિતા પાટિલનું મૃત્યુ થઈ ગયું. સ્મિતા પાટિલના પુત્ર અભિનેતા પ્રિતિક બબ્બર છે.

View this post on Instagram

A post shared by Raj Babbar (@rajbabbarmp)

ફિલ્મોની સાથે રાજ બબ્બરને રાજકારણમાં પણ ઘણો રસ રહ્યો છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. આજે તે બેબાક રાય આપનારા નેતા માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ બબ્બર 14મી લોકસભાની ચૂંટણીમાં ફિરોઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 2006માં સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા પછી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">