Happy Birthday Priyanka Chopra : ચાહકોએ દેશી ગર્લને પાઠવી ઘણી બધી શુભેચ્છાઓ

પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પ્રસંગે ચાહકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ચાહકો તેમના અત્યાર સુધીના બેસ્ટ સિન્સ પણ શેર કરી રહ્યાં છે.

Happy Birthday Priyanka Chopra : ચાહકોએ દેશી ગર્લને પાઠવી ઘણી બધી શુભેચ્છાઓ
Priyanka Chopra

આજે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નો જન્મદિવસ છે. પ્રિયંકાના જન્મદિવસ પર અભિનેત્રીના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. દરેક તેમને જન્મદિવસ પર અભિનંદન પાઠવી રહ્યા છે. આ સિવાય અભિનેત્રીની પ્રશંસા કરતાં તેના માટે ગર્વ અનુભવે છે. કેટલાક તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક તેમના કામની પ્રશંસા કરી રહ્યાં છે.

તે જ સમયે, કેટલાક ચાહકોએ આજનાં દિવસને પીસી દિવસ બનાવી દીધો છે, એટલે કે, પ્રિયંકા ચોપરાનો દિવસ. ચાહકો તેમના અત્યાર સુધીના બેસ્ટ સિન્સને પણ શેર કરી રહ્યાં છે.

અહીં વાંચો સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાઓ

https://twitter.com/Huhhwhatever/status/1416503830867451906?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1416503830867451906%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fhappy-birthday-priyanka-chopra-fans-wishes-global-star-on-her-birthday-740335.html

https://twitter.com/kirannsharmaa/status/1416505720577658893?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1416505720577658893%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fhappy-birthday-priyanka-chopra-fans-wishes-global-star-on-her-birthday-740335.html

https://twitter.com/Celebverse/status/1416590547007901700?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1416590547007901700%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fhappy-birthday-priyanka-chopra-fans-wishes-global-star-on-her-birthday-740335.html

જન્મદિવસ પહેલા પ્રિયંકાની મસ્તી

જન્મદિવસ પહેલા પ્રિયંકાએ ખૂબ ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો. આ દરમિયાન તેમણે બ્લેક બિકીની પહેરી હતી અને તે ટેટુ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

સીટાડેલની કરી રહી છે શૂટિંગ

પ્રિયંકા હાલમાં તેમની આગામી સિરીઝ સિટાડેલની શૂટિંગ કરી રહી છે. તે ફિલ્મના સેટ પરથી ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં પ્રિયંકાએ સિટાડેલના શૂટિંગ દરમિયાન એક ફોટો શેર કર્યો હતો. જોકે તે દરમિયાન તેમના ચહેરા પર લોહી લાગેલ હતું. પ્રિયંકાનો આ ફોટો જોઈને ચાહકો ચોંકી ગયા હતા.

ચાલો તમને જણાવી દઈએ કે આ સિરીઝને જો અને એન્થની રુસો પ્રોડ્યુસ કરી રહ્યા છે. જેમણે એવેન્જર્સ ઇનફિનિટી વોર બનાવી હતી. રિચાર્ડ મેડન પ્રિયંકા સાથે આ સિરીઝમાં જોવા મળશે. રિચાર્ડ, ગેમ ઓફ થ્રોન્સ અને નેટફ્લિક્સની સિરીઝ બોડીગાર્ડમાં દેખાઈ ચુક્યા છે. શૂટિંગ દરમિયાન રિચાર્ડ અને પ્રિયંકાના ફોટા અગાઉ વાયરલ થયા છે. જેમાં બંને એક્શન સીન્સ માટે શૂટિંગ કરી રહ્યા હતા. ચાહકો બંનેને સ્ક્રીન પર જોવા માટે એકદમ ઉત્સાહિત છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati