Happy Birthday Mummyji : શેફાલી શાહના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ થઈ રિલીઝ, પતિ વિપુલે કર્યા વખાણ

શેફાલી શાહ (shefali Shah) એક બહેતરીન અભિનેત્રીની સાથે દિગ્દર્શક પણ છે. તેમની શોર્ટ ફિલ્મ હેપ્પી બર્થ ડે મમ્મીજી (Happy Birthday Mummyji) રિલીઝ થઈ ગઈ છે. જેનું નિર્માણ તેમના પતિ વિપુલ શાહે કર્યું છે.

Happy Birthday Mummyji : શેફાલી શાહના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ થઈ રિલીઝ, પતિ વિપુલે કર્યા વખાણ
Shefali Shah

અભિનેત્રી-નિર્દેશક શેફાલી શાહ (Shefali Shah) ના નિર્દેશનમાં બનેલી ટૂંકી ફિલ્મ ‘હેપ્પી બર્થડે મમ્મીજી’ આજે રિલીઝ થઈ છે. શેફાલી આ શોર્ટ ફિલ્મથી દિગ્દર્શક બની ગઈ છે, આ ક્રાફ્ટ વિશે સંપૂર્ણ રીતે ભાવુક છે, જેને તે પ્રેમ કરે છે. આજે તેમના નિર્દેશનમાં બની આ ફિલ્મ દરેકને જોવા માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે શેફાલી દ્વારા દિગ્દર્શિત સમડેને ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

શેફાલીના આ સ્વપ્નમાં, તેમના પતિ અને પ્રખ્યાત નિર્દેશક / નિર્માતા, વિપુલ શાહ ન ખાલી તેમના નિર્ણયમાં તેમની પાછળ ઉભા રહ્યા છે, પરંતુ તેમની પત્ની શેફાલીના વખાણના થોડાક શબ્દો પણ કહ્યા છે. વિપુલ કહે છે, “તેની પત્ની અને બહેતરીન અભિનેત્રી શેફાલીની બીજી નિર્દેશનત ફિલ્મ, હેપ્પી બર્થડે મમ્મીજી શેર કરવા માટે ખૂબ ગર્વ મહેસૂસ કરી રહ્યો છું. તેમણે વર્ષોથી એક અભિનેતા અને માનવી તરીકે આશ્ચર્યજનક કાર્ય કર્યું છે. દિગ્દર્શક તરીકે, જ્યારે મેં આ ફિલ્મ જોઈ, ત્યારે હું તેની પ્રતિભાથી એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમણે જે પ્રાપ્ત કર્યું છે તેનો મને ખૂબ જ ગર્વ છે. ”

વિપુલે કરી શેફાલીની પ્રશંસા

વિપુલ તે પડકારોથી વાકેફ હતા જેનાથી શેફાલીને ગુજરવું પડ્યું કારણકે તેમણે લોકડાઉન અને મોનસૂન દરમિયાન પોતે ફિલ્મનું શૂટિંગ કર્યું છે. “હું જાણું છું કે તેમણે ઘણી બધી બાબતોમાંથી પસાર થવું પડ્યું હતું. જ્યારે એક દિવસ વરસાદના કારણે તેમણે ઘણા કલાકો ગુમાવ્યા, જેનાથી તેમનું શેડ્યૂલ પાછળ થઈ ગયું, પરંતુ ઘણી બધી અડચણો હોવા છતાં, તે પરફેક્શન પ્રાપ્ત કરવામાં સક્ષમ થઈ, ખરેખર પ્રશંસાપાત્ર! આ એક પૂર્ણ સન્માન છે અને મને આ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ ગર્વ છે. તેમણે બધું જ જાતે કર્યું છે. ”

 

 

 

View this post on Instagram

 

A post shared by Shefali Shah (@shefalishahofficial)


ફિલ્મ અને તેમના એસોસિએશન વિશે વાત કરતાં વિપુલ કહે છે, “હું ફક્ત નામનો નિર્માતા છું. ખરેખર શેફાલી આ ફિલ્મની નિર્માતા, દિગ્દર્શક અને સ્ટાર છે, બધાઇ હો બેબી, તે આશ્ચર્યજનક છે અને મને તમારા પર ખૂબ ગર્વ છે. ”

શેફાલીએ સનશાઇન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડની સાથે આજે આ ફિલ્મ રિલીઝ કરી દિધી છે. આ રોયલ સ્ટૈગ બૈરલ સિલેક્ટ લાર્જ શોર્ટ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત છે.

હેપ્પી બર્થડે મમ્મીજી ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ થયું છે. એક સ્થાપિત અભિનેત્રી, શેફાલીએ અજીબ દાસ્તાન જેવી ફિલ્મમાં ફરીથી આપણને તેમની અભિનય કુશળતા બતાવી છે. તે ટૂંક સમયમાં આલિયા ભટ્ટ અને વિજય વર્માની સાથે ડાર્લિંગ્સમાં જોવા મળશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati