શાહિદ કપૂર સાથે 5 વર્ષ સુધી હતા કરીના કપૂરનો સંબંધ, જાણો કેવી રીતે થઈ લાઈફમાં સૈફની એન્ટ્રી

કરીના કપૂર (Kareena Kapoor) અને શાહિદ કપૂર લગભગ 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરંતુ પછી એક સમય એવો આવ્યો જ્યારે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. આજે બેબો પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

શાહિદ કપૂર સાથે 5 વર્ષ સુધી હતા કરીના કપૂરનો સંબંધ, જાણો કેવી રીતે થઈ લાઈફમાં સૈફની એન્ટ્રી
Kareena kapoor
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 21, 2022 | 4:51 PM

કરીના કપૂર (Kareena Kapoor) ઈન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસમાંની એક છે, જેની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહે છે. શાહિદ કપૂર (Shahid Kapoor) હોય કે તેના પતિ અને એક્ટર સૈફ અલી ખાન, એક્ટ્રેસની રિલેશનશિપ કોઈનાથી છુપાયેલા નથી. શાહિદ કપૂર સાથે લગભગ પાંચ વર્ષ સુધી કરીના ઉર્ફે બેબો રિલેશનશિપમાં હતી. પરંતુ, આખરે તેમના સંબંધોમાં એક એવો સમય આવ્યો જ્યારે તેઓ બંને એકબીજાથી અલગ થઈ ગયા. આજે બંને પોતાના પાર્ટનર સાથે ભલે ઘણા ખુશ હોય, પરંતુ જો તેઓ ક્યારેય એકબીજા સામે આવે તો તેમની નજર પણ મળતી નથી. બંનેના ફેન્સ હજુ પણ અજાણ છે કે એવું શું થયું કે તેઓએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. આજે બેબો પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસરે જાણો શું હતું આ સંબંધના અંતનું કારણ?

21 સપ્ટેમ્બર વર્ષ 1980ના રોજ મુંબઈમાં જન્મેલી કરીના કપૂર ઈન્ડસ્ટ્રીની ખૂબ જ આઈકોનિક એક્ટ્રેસની લિસ્ટમાં આવે છે. તે ફેમસ છે તેનું આ એક બીજું પણ કારણ છે કે તે કપૂર પરિવારથી છે. તેમના સૌથી ચર્ચિત અને પોપ્યુલર રિલેશનશિપની વિશે વાત કરીએ તો કરીના કપૂરની શાહિદ કપૂર સાથેના સંબંધો એવા હતા કે કરીના તેની ફિલ્મોના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને શાહિદ કપૂરને કાસ્ટ કરવા માટે પૂછવામાં સંકોચ અનુભવતી ન હતી. આ વાત બધા જાણતા હતા કે કરીના અને શાહિદ એકબીજાના પ્રેમમાં દિવાના છે.

આ રીતે તૂટ્યા કરીના-શાહિદના સંબંધો

એવું કહેવાય છે કે કરીના અને શાહિદ વચ્ચેનો સંબંધ કોઈ ફેરી ટેલથી ઓછો ન હતો. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે ઈન્ડસ્ટ્રીમાં ખુલ્લેઆમ શાહિદને તેના હીરો તરીકે કાસ્ટ કરવાનું કહેતી હતી. વર્ષ 2004માં જ્યારે કરીના અને શાહિદની ફિલ્મ ફિદા આવી ત્યારબાદ બંનેના સંબંધમાં અંતર આવવા લાગ્યું. જો રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે શાહિદને કિસ્મત કનેક્શન ફિલ્મ મળી અને કરીનાને ટશનમાં કામ મળ્યું ત્યારે જ બંનેએ પાર્ટનર તરીકે તેમની ચોઈસ બદલી.

5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ સૈફ સાથે કર્યા લગ્ન

ટશન દરમિયાન કરીના કપૂર અને સૈફ અલી ખાનની સાથે તેમના સંબંધોની ચર્ચા વધવા લાગી. શાહિદ કપૂરનું નામ પણ વિદ્યા બાલન સાથે જોડાવા લાગ્યું. તે સમયે બંને કિસ્મત કનેક્શનનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કરીના અને શાહિદ વચ્ચે ઝઘડો શરૂ થયો અને બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. જે બાદ વર્ષ 2007થી સૈફ અને કરીનાના પ્રેમની ચર્ચાઓ શરૂ થઈ હતી. જે બાદ બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. આજે બંને એકબીજા સાથે ખુશ છે અને તેમને બે પુત્રો પણ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati