Godfather Hindi Trailer : રાજનીતિની રમત રમશે ચિરંજીવી, સલમાન ખાનની એન્ટ્રી જોઈને ઝૂમી ઉઠશે ફેન્સ

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની (Chiranjeevi) મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગોડફાધર'નું (Godfather) હિન્દી ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ચિરંજીવી અને સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા.

Godfather Hindi Trailer : રાજનીતિની રમત રમશે ચિરંજીવી, સલમાન ખાનની એન્ટ્રી જોઈને ઝૂમી ઉઠશે ફેન્સ
Chiranjeevi And Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 7:49 PM

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની (Chiranjeevi) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગોડફાધર’નું (Godfather) હિન્દી ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ચિરંજીવીને સપોર્ટ કરવા સલમાન ખાન (Salman Khan) પણ પહોંચ્યો હતો. ટ્રેલર લોન્ચ દરમિયાન ઘણી બધી બાબતો બહાર આવી. મુંબઈના જુહુ પીવીઆરમાં બંને મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. ચિરંજીવી અને સલમાન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને પીચ પેન્ટ સાથે બોટલ ગ્રીન જેકેટ પહેર્યું હતું. ચિરંજીવી બ્લૂ સૂટમાં જોવા મળ્યો હતો. ફિલ્મ ‘ગોડફાધર’ 5 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફેન્સ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિરંજીવીની જોડી મોટા પડદા પર સાથે જોવા મળવાની છે. ‘ગોડફાધર’માં સલમાનનો સ્પેશિયલ કેમિયો છે. તમિલ ફિલ્મ ‘લ્યુસિફર’ પર બેસ્ડ ‘ગોડફાધર’માં સલમાન ખાન એક નાનકડી ભૂમિકા ભજવશે.

ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર તમિલ સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આજે મુંબઈમાં ફિલ્મનું હિન્દી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ચિરંજીવીના દમદાર રોલ સાથે સલમાન ખાનની એન્ટ્રી દર્શકોને ખુરશી છોડીને સીટી વગાડવા મજબૂર કરશે. ટૂંકા પણ જોરદાર ડાયલોગ્સ સાથે સલમાન ખાન ટ્રેલરમાં ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ટ્રેલરમાં ચિરંજીવી બ્રહ્માના રોલમાં જોવા મળે છે, જે લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે. તેમનો એક ડાયલોગ ખૂબ જ ધ્યાન ખેંચે છે, જે છે ‘હું રાજનીતિથી દૂર છું, પરંતુ રાજકારણ મારાથી દૂર નથી’. ચિરંજીવીના જોરદાર એક્શન સીન્સ ફેન્સને દિવાના બનાવશે. ટ્રેલર જોયા બાદ અંદાજ લગાવી શકાય છે કે ટ્રેલરની સાથે સાથે ફિલ્મની સ્ટોરી પણ જબરદસ્ત છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે સલમાન ખાને સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ પોતાની સંમતિ આપી દીધી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન ચિરંજીવીએ કહ્યું કે ‘ગોડફાધર’ના નિર્દેશક મોહન રાજાએ જ્યારે સલમાન ખાનનું નામ સૂચવ્યું તો અમે તેમને કહ્યું કે “તે અમારા ખૂબ સારા મિત્ર છે અને અમારા બધાનું ખૂબ સન્માન કરે છે. એ જ રીતે અમે પણ તેમનું ઘણું સન્માન કરીએ છીએ.”

ચિરંજીવીએ આગળ કહ્યું કે – અમે સલમાનને કહ્યું કે આ રોલ નાનો છે, પરંતુ સન્માનજનક છે, તમે હા કરતા પહેલા ફિલ્મ લ્યુસિફર જોઈ શકો છો. જવાબમાં સલમાને કહ્યું, ‘ના, ના ચિરુ ગરુ, તેની કોઈ જરૂર નથી, હું આ ફિલ્મ કરીશ. તમારી ટીમના એક સાથીને મોકલો જેથી ડેટ્સની ચર્ચા કરી શકાય.’

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">