Aryan Khan ન છુટે ત્યાં સુધી શાહરૂખ ખાનના ઘરે ‘મન્નત’માં નહીં બનાવવામાં આવે મીઠાઈ, ગૌરી ખાને સ્ટાફને આપ્યો આદેશ

Aryan Khan Drugs Case : બીજી બાજુ, શાહરુખ ખાને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમના મિત્રોને વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં કોઈએ તેમના ઘરે આવવાનું ટાળવું જોઈએ. તેઓ ફોન દ્વારા તેમના સહ-કલાકારો અને મિત્રો સાથે સંપર્કમાં છે.

Aryan Khan ન છુટે ત્યાં સુધી શાહરૂખ ખાનના ઘરે 'મન્નત'માં નહીં બનાવવામાં આવે મીઠાઈ, ગૌરી ખાને સ્ટાફને આપ્યો આદેશ
Shah Rukh Khan, Gauri Khan, Aryan Khan

શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) તેમના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ને જેલમાંથી ઘરે લાવવા માટે બેચેન છે. ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડે બધાને ચોંકાવી દીધા છે. દરમિયાન, એવા સમાચાર છે કે ગૌરી ખાન અને તેનો આખો પરિવાર કોઈ આવનારો તહેવાર ઉજવવાના મૂડમાં નથી. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગૌરી ખાને તમામ સ્ટાફને સૂચના આપી છે કે જ્યાં સુધી આર્યન ખાન ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી મન્નતમાં મીઠાઈ બનાવવામાં નહીં આવે.

એક અહેવાલ મુજબ ગૌરીએ મન્નતના તમામ સ્ટાફને આદેશ આપ્યો છે કે આર્યન ખાન પરત ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈ મીઠાઈ બનાવવામાં આવશે નહીં. અહેવાલમાં જણાવાયું છે કે ગૌરી ખાને જમવાના સમયે જોયું કે રસોડામાં એક સ્ટાફ ખીર બનાવી રહ્યો છે અને ગૌરીએ તેને તરત જ રોકી દીધો અને કહ્યું કે જ્યાં સુધી આર્યન છૂટો નહીં થાય ત્યાં સુધી ઘરમાં કોઈ સ્વીટ ડીશ તૈયાર કરવામાં આવશે નહીં.

શાહરુખે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ઘરે આવવાની મનાઇ ફરમાવી હતી

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌરી ખાન તેના પુત્રની ગેરહાજરીને કારણે ખૂબ જ નિરાશ અને પરેશાન છે. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી ગૌરી તેના પુત્રની સલામતી માટે સતત પ્રાર્થના કરી રહી છે. બીજી બાજુ, શાહરુખ ખાને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમના મિત્રોને વિનંતી કરી છે કે આ મુશ્કેલ સમયમાં કોઈએ તેમના ઘરે આવવાનું ટાળવું જોઈએ. તેઓ ફોન દ્વારા તેના સહ-કલાકારો અને મિત્રો સાથે સંપર્કમાં છે.

અગાઉ અહેવાલ હતો કે ગૌરી ખાન સતત તેમના પુત્ર આર્યન માટે માતા દુર્ગા પાસેથી મન્નત માંગી રહી છે. નવરાત્રિની શરૂઆતથી જ તેમણે મીઠો ખોરાક પણ છોડી દીધો હતો. મુંબઈ સેશન્સ કોર્ટ આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. જોકે, આર્યન હાલમાં જેલમાં બંધ છે. તે આર્થર રોડ જેલમાં છે, જ્યાં તે ઘણા ખુંખાર કેદીઓ વચ્ચે રહે છે.

શાહરૂખ અને ગૌરીએ આર્યનને સાડા ચાર હજાર રૂપિયાનો મની ઓર્ડર પણ મોકલ્યો હતો જેથી તે કેન્ટીનનો ખર્ચ ઉઠાવી શકે. શાહરુખ અને ગૌરી નથી ઈચ્છતા કે તેમનો પુત્ર જેલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરે. આ દરમિયાન આર્યને શાહરૂખ અને ગૌરી સાથે વીડિયો કોલ દ્વારા લગભગ 10 મિનિટ સુધી વાત પણ કરી હતી. આ દરમિયાન, આર્યન તેની માતા અને પિતાને જોઈને રડવા લાગ્યો હતો.

આ પણ વાંચો :- Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

આ પણ વાંચો :- Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati