ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ‘ રિલીઝ પહેલા જ અમુક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ફિલ્મ પ્રમોશનની ઈવેન્ટમાં અડચણો પણ ઉભી કરી હતી. લોકોએ મેકર્સને કાળા ઝંડા બતાવ્યા. પ્રદર્શન એટલું વધી ગયું હતું કે મેકર્સે પોલીસને બોલાવવી પડી. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે, ફિલ્મ મહાત્મા ગાંધીની વિરાસતને કમજોર કરે છે અને તેમના હત્યારો નથૂરામ ગોડસેની મહત્વતના વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે આ સમગ્ર મામલો તો ત્યારે સ્પષ્ટ થશે, જ્યારે ફિલ્મ રિલીઝ થશે. એટલે કે, ફિલ્મ કેટલી હિટ જાય છે કે, ફ્લોપ તે જોવું રહ્યું.
ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની સ્ટોરી રાજકુમાર સંતોષીએ લખી છે અને તેને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ ગાંધી અને ગોડસેની વચ્ચે બે વિરોધી વિચારધારાઓના યુદ્ધને દર્શાવે છે. બોક્સ ઓફિસ પર બે ફિલ્મો સામસામે ટક્કારાશે. એક ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે ફિલ્મ ગાંધી ગોડસે 26મી જાન્યુઆરીના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ રહી છે. આ ફિલ્મ દ્વારા ભારતના ઈતિહાસની બે પ્રસિદ્ધ હસ્તીઓની બાજુ દુનિયાની સામે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજે આ અહેવાલમાં નજર નાંખીશું કે, ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ રિલીઝ થવાને માત્ર એક દિવસ બાકી છે. ત્યારે લોકોને આ ફિલ્મને લઈ કેટલો ઉત્સાહ છે. આ અહેવાલમાં અન્ય ટિકીટો એવી પણ છે જે તમે સીધા જ થિયેટરમાં જઈને બુક કરાવી શકો છે. આજે આપણે ટોપ 5 સીટીમાં ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ને લઈ લોકોનો કેટલો ઉત્સાહ છે તે વિશે જાણીશું.
અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે આવેલા સિટી ગોલ્ડમાં સવારે 9: 15 કલાકના શોમાં ઘણી ટિકિટો બુક થઈ ચૂકી છે. જેમાં અમુક લોકો મલ્ટીપ્લેકસમાં જઈને પણ ટિકિટ બુક કરાવે છે.
મુંબઈ શહેરના મિરાજ ફન ફિયેસ્ટા સિનેમા: નાલ્લાસોપારા ખાતે પણ તમે જોઈ શકો છો ઘણી ટિકિટ બુક થઈ ચૂકી છે.
દિલ્હીના સિનેપોલિસ: ક્રોસ રિવર મોલ, શાહદરામાં ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની 16 ટિકિટ બુક થઈ ચૂકી છે.
હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતે આવેલા INOX: જીવીકે વનમાં પણ અમુક ટિકિટો બુક થઈ ચૂકી છે.
ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની ચેન્નઈના SPI પલાઝો: નેક્સસ વિજયા મોલ ખાતે પણ અમૂક પ્રમાણમાં ટિકિટ બુક થઈ ચૂકી છે.
નોંધઃ- ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધનુ ઓનલાઈન બુકીગના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે. 25 જાન્યુઆરીના રોજ દેશના વિવિધ સિનેમાગૃહોમાં ઓનલાઈન બુકીગની સ્થિતિ શુ છે તેના આધારે અહેવાલમાં વિગતોનો સમાવેશ કર્યો છે.