Alia Bhattથી લઈને કરીના કપૂર ખાન સુધી, દેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓ પર ગુસ્સે ભરાઈ અભિનેત્રીઓ

દેશમાં કોઈ ન કોઈ ખુણાથી બળાત્કાર જેવી ઘૃણાસ્પદ ઘટનાઓ સામે આવે છે. સરકાર દ્વારા કડક કાયદા બનાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ આ ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. આવી સ્થિતિમાં કોઈપણ છોકરી ઘર છોડતા પહેલા એકવાર તેની સલામતી વિશે વિચારે છે.

Alia Bhattથી લઈને કરીના કપૂર ખાન સુધી, દેશમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓ પર ગુસ્સે ભરાઈ અભિનેત્રીઓ
Kareena Kapoor, Kalki Koechlin, Alia Bhatt

મુંબઈમાં તાજેતરમાં થયેલા બળાત્કાર કેસ (Mumbai Rape Case) અને દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓને લઈને બોલિવૂડ અભિનેત્રીઓનો (Bollywood Celebrities) ગુસ્સો ફાટી નીકળ્યો છે.

 

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અંધેરીના સાકીનાકામાં 32 વર્ષીય મહિલા પર નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી અને તેની સાથે રસ્તા પર પાર્ક કરેલા ટેમ્પોમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પીડિતાના 45 વર્ષીય આરોપીની પોલીસે આ કેસમાં ધરપકડ કરી હતી, જેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

 

પત્રકાર ફાયે ડિસુઝાએ તેના ઈન્સ્ટાગ્રામ પર મુંબઈમાં બનેલી આ જઘન્ય ઘટના અને ભારતભરમાં બળાત્કારની ઘટનાઓ વિશે એક સ્ટોરી પોસ્ટ કરી હતી. પોતાની પોસ્ટમાં ફાયે ઉત્તર પ્રદેશના બિજનૌર અને છત્તીસગઢમાં બળાત્કારની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. બળાત્કારની આ ઘટનાઓથી દરેકનું દિલ હચમચી ગયું છે. મલાઈકા અરોરા (Malaika Arora), કલ્કી કોચલીન, આલિયા ભટ્ટા અને કરીના કપૂર ખાન (Kareena Kapoor) સહિતની ફિલ્મી હસ્તીઓએ દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Faye D’Souza (@fayedsouza)

 

બળાત્કારની ઘટનાઓ પર ફુટ્યો બોલિવૂડ અભિનેત્રીઓનો ગુસ્સો

ફાયેની પોસ્ટ પર કમેન્ટ કરતા કલ્કી કોચલીન (Kalki Koechlin)ને લખ્યું – શું આવા ગુનાઓના આરોપીઓને હેડલાઈન્સ બનાવવાનો કોઈ રસ્તો છે? તેઓની ઉંમર કેટલી છે? તેઓ શું કરે? શું તેમની પાસે ભૂતકાળના ગુનાઓનો રેકોર્ડ છે? આ એવા લોકો છે જે આપણી વચ્ચે રહે છે, આપણે તેમને સામે લાવવાની જરૂર છે.

 

આલિયા ભટ્ટથી લઈને કરીના કપૂર ખાન સુધી તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફાયેની આ પોસ્ટ શેર કરી અને બળાત્કારની આ ઘટનાઓની સખત નિંદા કરી. તાપસી પન્નુ (Taapsee Pannu)એ લખ્યું – આજના સમાચાર… રોજિંદા… આ રીતે પસાર થાય છે.

 

આલિયા ભટ્ટ લખે છે – આ બધું શું થઈ રહ્યું છે. આ ખૂબજ ગુસ્સા આપનારૂ છે. કરીના કપૂર ખાને તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફાયેની પોસ્ટ પણ શેર કરી છે અને આ તૂટેલા દિલની ઈમોજી પણ પોસ્ટ કરી છે.

 

 

તે જ સમયે મુંબઈ બળાત્કાર કેસને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગ અને મુંબઈ પોલીસ સામસામે છે. અહેવાલો અનુસાર એક નિવેદનમાં મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરેલે પીડિત મહિલાના મૃત્યુ પછી નિવેદન આપ્યું હતું કે પોલીસ હંમેશા ગુનાના સ્થળે હાજર રહી શકતી નથી. કમિશનરના આ નિવેદનની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ચંદ્રમુખી દેવીએ ટીકા કરી છે. તેમણે ANI સાથે વાત કરતા કહ્યું કે આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ પોતાની જવાબદારીથી ભાગી નથી શકતી.

 

 

આ પણ વાંચો :- Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

 

આ પણ વાંચો :- Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

Click on your DTH Provider to Add TV9 Gujarati