શાહિદ કપૂરના ચાહકો માટે આવ્યા માઠા સમાચાર, ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ થઈ મોકૂફ

શાહિદ કપૂરના ચાહકો માટે આવ્યા માઠા સમાચાર, ફિલ્મ 'જર્સી'ની રિલીઝ ડેટ થઈ મોકૂફ
jersey poster

શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'જર્સી'ને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ તેમની ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે તે જાણીને તેમનો ઉત્સાહ થોડો ઓછો થઈ શકે છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 28, 2021 | 6:31 PM

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ તેમની ફિલ્મની રિલીઝ ડેટ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે તે જાણીને તેમનો ઉત્સાહ થોડો ઓછો થઈ શકે છે. હાલમાં, તેની નવી રિલીઝ તારીખ વિશે નિર્માતાઓ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

આ સિવાય ઈન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ વિશે બીજી એક ચર્ચા છે કે, શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે, તે તદ્દન ખોટી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરે ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. શાહિદ કપૂરે આ ફિલ્મ માટે કેવી તૈયારી કરી હતી, તેણે બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે.

આ ઈન્ટરવ્યુમાં શાહિદ કપૂરે જણાવ્યું કે, તેણે આ ફિલ્મ માટે ભારતના બે શ્રેષ્ઠ ખેલાડીઓ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પાસેથી પ્રેરણા લીધી છે. તેણે કહ્યું કે, ‘એક બેટ્સમેન તરીકે કોઈની પાસેથી પ્રેરણા લેવાનો કોઈ અર્થ નથી કારણ કે, તમે ક્યારેય પ્રોફેશનલ ક્રિકેટરોની જેમ રમી શકશો નહીં. પરંતુ ચોક્કસ વ્યક્તિના વ્યક્તિત્વમાં અને તેની હાજરીમાં કંઈક એવું હોય છે જે મને આકર્ષે છે.

તેણે આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે, એમએસ ધોની અને વિરાટ કોહલી બે એવા બેટ્સમેન છે કે જ્યારે તેઓ પિચ પર આવે છે ત્યારે અલગ જ આભા હોય છે.’ શાહિદ કપૂરે બંને પાત્રોના સમર્પણની પ્રશંસા કરતા કહ્યું, ‘આ તે બે લોકો છે જેમને મેં મારું પાત્ર ભજવતા પહેલા જોયા હતા કારણ કે, હું તેમની સાથે ક્રિકેટર તરીકે નહીં, પરંતુ રમત પ્રત્યેના તેમના જુસ્સાને કારણે જોડાઈ શક્યો છું. જ્યારે પણ તે મેદાન પર હોય છે, ત્યારે હું તે લાગણી અનુભવી શકું છું અને તે કોઈપણ રમતગમત વ્યક્તિ માટે પ્રેરણાદાયક હોય છે.

અગાઉ શાહિદની આ ફિલ્મ 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં શાહિદ 36 વર્ષના નિષ્ફળ ક્રિકેટર અર્જુન તલવારની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પોતાના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે ક્રિકેટના મેદાન પર કમબેક કરે છે. શાહિદની આ ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મ ‘જર્સી’ની રિમેક છે જેમાં નાની લીડ રોલમાં હતી.

આ પણ વાંચો: CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

આ પણ વાંચો: UPSC Success Story: સતત અનેક નિષ્ફળતાઓ છતાં રાહુલે કરી જોરદાર તૈયારી, આ રીતે બન્યા IAS ટોપર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati