ફિલ્મ રીવ્યુ: જાણે ડેવિડ ધવનને દિવાળીની સાફસફાઈમાં કૂલી નં.1ની જૂની સ્ક્રીપ્ટ હાથ લાગી અને બનાવી દીધી રીમેક

આજે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ડેવિડ ધવનની કૂલી નંબર 1ની રીમેક, 1995માં ડેવિડ ધવને ગોવિંદા, કરિશ્મા કપૂર, કાદરખાન, શક્તિ કપૂર જેવા અભિનેતાઓને લઈને કૂલી નંબર 1 બનાવી હતી.

ફિલ્મ રીવ્યુ: જાણે ડેવિડ ધવનને દિવાળીની સાફસફાઈમાં કૂલી નં.1ની જૂની સ્ક્રીપ્ટ હાથ લાગી અને બનાવી દીધી રીમેક
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Dec 25, 2020 | 5:48 PM

આજે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ડેવિડ ધવનની કૂલી નંબર 1ની રીમેક, 1995માં ડેવિડ ધવને ગોવિંદા, કરિશ્મા કપૂર, કાદરખાન, શક્તિ કપૂર જેવા અભિનેતાઓને લઈને કૂલી નંબર 1 બનાવી હતી. જેને તે સમયે ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. બરાબર 25 વર્ષ બાદ ડેવિડ ધવને એના પુત્ર વરુણ ધવન, કાદરખાન અને સારા અલીખાનને મુખ્ય ભૂમિકામાં લઈને રીમેક કૂલી નંબર વન બનાવી છે.

સ્ક્રીનપ્લે:

રીમેક કૂલી નંબર વનના સ્ક્રીન પ્લેમાં ખાસ ફેરફાર જોવા નથી મળ્યા. સમય અને જમાનો બદલાયો છે પણ સ્ક્રીન પ્લે ના બદલાયો. સમયની જરૂરીયાત પ્રમાણે કોઈ ઉમેરો તો નથી જ પણ ઘણા બધા સારા સીન કટ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટોરી વર્તમાન સમયમાં માનવામાં ના આવે એવી કોમેડી સ્ટોરી સાબિત થશે.સ્ટોરી :

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એ જ 1995ની વાર્તા પર 2020માં નવું ઘર ડેવિડ ધવને ઉભું કર્યું છે. એમ લાગે છે કે દિવાળીની સાફ સફાઈમાં ડેવિડને જૂની સ્ક્રીપ્ટ મળી આવી અને એના પરથી ધૂળ ખંખેર્યા વગર જ ફરીથી એક મૂવી બનાવી દીધું પણ એ કદાચ ભુલી ગયા કે જમાનો બદલાયો છે તો સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. ફિલ્મમાં મોટા લૂપ હોલ્સ છે, અત્યારના સમયને ધ્યાનમાં રાખીને ડેવિડે કામ કર્યું હોત તો કદાચ એમનું કામ ઘણું વધી જાત. એ સમયે જોવામાં આનંદ પમાડતી આ વાર્તા અત્યારે નિરાસ કરશે.ડાયલોગ :

ડાયલોગ પણ એ જ જૂની ફિલ્મના છે. માંડ થોડી ઘણી જગ્યાએ ડાયલોગમાં આવતા રેફરન્સ બદલાયા છે. ગોવિંદાના મોઢે સાંભળેલા ડાયલોગ વરુણના મોઢે સાંભળીને આપને અજુકતું ના લાગે તો જ નવાઈની વાત છે. ઘણી જગ્યાએ સારા સારા ડાયલોગ્સ પર પણ કાપ મુકવામાં આવ્યો છે.ડાયરેક્શન :

1995 અને 2020ની રીમેક બંને ફિલ્મો ડેવિડ ધવન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ડાયરેક્શનમાં માત્ર લોકેશન અને પાત્રો જ બદલાયેલા જોવા મળશે. બાકીની આખી ફિલ્મ જૂની ફિલ્મના જેવી હુબહુ લાગશે. ડેવિડ ધવન એક અનુભવી ડીરેક્ટર છે. મ્યુઝીક:

આ ફિલ્મનું મ્યુઝીક ખુબ લોકપ્રિય થઈ રહ્યું છે. સારી બાબત એ છે કે જુના બે ગીતોને રીમેક કરવામાં આવ્યા છે. પરંતુ એને મુખ્યત એ જ સિંગરના અવાજ અને એ જ મ્યુઝીક સાથે પણ નવા અંદાઝ સાથે પીરસવામાં આવ્યા છે. મિર્ચી લગી તો અને હુશ્ન હૈ સુહાના બંને ગીતો પાર્ટી સોંગ તરીકે હજુ વર્ષો સુધી ચાલશે એવુ લાગી રહ્યું છે.ડાન્સ:

ડાન્સમાં પણ ઘણી જગ્યાએ વરુણ ધવને ગોવિંદાના એક્સપ્રેશન કોપી કરવાનો પ્રયત્ન કર્યો હોય એવું લાગે છે. સારાનો ડાન્સ એકંદરે જોવો ગમે એવો છે. ફિલ્મમાં ડાન્સ કોરીઓગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે. મોટાભાગે ડાન્સ ટ્રેક છે, જેમાં વરુણ અને સારાની જોડી છવાઈ ગઈ છે.એક્ટિંગ:

વરુણ ધવન: રાજુ કૂલીનું પાત્ર જે વર્ષો પહેલા ગોવિંદાએ ભજવ્યું હતું. તે રિમેકમાં ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવને ભજવ્યું છે. ગોવિંદા જેવા દિગ્ગજ કલાકારના પગરખામાં પગ નાખવાનો વરુણનો પ્રયાસ નિષ્ફળ જણાઈ રહ્યો છે. વરુણની એક્ટિંગ ઠીક જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ તે ગોવિંદાને કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જોવા મળે છે. અદાકારી છોડીને ગોવિંદાની મિમિક્રી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ બાબતને લઈને અગાઉ પણ વરુણ ચાહકો દ્વારા ટ્રોલ થઈ ચુક્યા છે અને મૂવીની રીલીઝ બાદ પણ ટ્રોલ થઈ રહ્યા છે.પરેશ રાવલ: પરેશ રાવલ આ મૂવીમાં હિરોઈનના પિતાના રોલમાં જોવા મળશે. જેનું નામ છે જેફ્રી રોઝારીઓ. આ પાત્ર કાદર ખાને ભજવ્યું હતું. આવું બીજી વાર બની રહ્યું છે કે પરેશ રાવલે કાદર ખાનનું ભજવેલું પાત્ર ભજવ્યું હોય. અગાઉ તેઓ હિમ્મતવાલાની રિમેકમાં આ કામ કરી ચુક્યા છે. પરેશ રાવલ એક લાલચી અને પૈસા પ્રેમી પિતાની ભૂમિકામાં તમને જોવા ગમશે.સારા અલી ખાન: સારા અલી ખાને મુખ્ય પાત્ર માલાતીની ભૂમિકા ભજવી છે. મુખ્ય હિરોઈનના રોલમાં હોવા છતાં સારાના ભાગમાં વધુ સ્ક્રીન શેર કરવાનો સમય આવ્યો નથી. સોંગને બાદ કરતા બહુ ઓછા સીનમાં સારા જોવા મળે છે. સારાની સુંદરતા અને એક્ટિંગ બંને જોવી ગમશે.જાવેદ જાફરી: પંડિત અને સેક્રેટરીના રોલમાં જોવા મળશે જાવેદ જાફરી. જેમને કોમેડી ફિલ્મોમાં અભિનયનો બહોળો અનુભવ છે. જાવેદ જાફરીએ ફિલ્મમાં સારું કામ કર્યું છે. એમની ડાયલોગ ડીલીવરી હંમેશાની જેમ પ્રશંસાને પાત્ર છે.રાજપાલ યાદવ: એક સમય એવો હતો કે દરેક કોમેડી ફિલ્મોમાં રાજપાલ યાદવ જોવા મળતા જ હતા. કૂલી નંબર વનની રીમેકમાં સારાના મામાનો રોલ ભજવ્યો છે. જે અગાઉ શક્તિ કપૂર ભજવી ચુક્યા છે અને આ પાત્રએ એ સમયે ફિલ્મમાં હ્યુમર જાળવી રાખવામાં ખુબ મહત્વનું બન્યું હતું. પરંતુ રિમેકમાં મામાના પાત્રના ઘણા ડાયલોગ અને સીન પર કાપ મુકવામાં આવ્યો છે, જેથી એવું લાગે છે કે રાજપાલ યાદવનું ટેલેન્ટ અહીયાં વેડફાઈ ગયું હોય. અન્ય પાત્રો :  અન્ય પાત્રોમાં મહેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે અનીલ ધવન, માંધાવીની બહેન અંજુ તરીકે શિખા તલસાનિયા, દીપક તરીકે સાહિલ વૈદ, ઈન્સ્પેકટર તરીકે જોહની લીવર, વિકાસ વર્મા, મનોજ જોશી જોવા મળશે. ફિલ્મમાં આ દરેક પાત્રો બહુ ઓછા સમય માટે સ્ક્રીન પર જોવા મળે છે. દરેકનો અભિનય ફિલ્મના પ્લોટ પ્રમાણે એકંદરે સારો છે.જોવી કે ના જોવી?

1. સમય અને એમેઝોન પ્રાઈમ બંને ફ્રી હોય તો ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ શકાય.2. જુનું કૂલી નંબર વન અને રીમેક બંને એક સાથે ચાલતા હોય તો જુનું ફરી જોવું સારું રહેશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">