‘હર હર શંભુ’ પર YouTubeની મોટી કાર્યવાહી, પ્લેટફોર્મ પરથી હટાવ્યું ફરમાની નાઝનું ગીત

એક મોટી કાર્યવાહી કરતા, YouTube એ સોશિયલ મીડિયા Sensation અને ગાયક ફરમાની નાઝનું ફેમસ ગીત 'હર હર શંભુ' તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે.

'હર હર શંભુ' પર  YouTubeની મોટી કાર્યવાહી, પ્લેટફોર્મ પરથી હટાવ્યું ફરમાની નાઝનું ગીત
'હર હર શંભુ' ગીત YouTube પરથી હટાવી દેવામાં આવ્યુંImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 6:58 AM

Farmani Naaz Controversy : ભક્તિ ગીત ‘હર હર શંભુ’ ગાઈને રાતોરાત સ્ટાર બની ગયેલા ફરમાની નાઝ (Farmani naaz)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. તેમના આ ગીતને YouTube દ્વારા તેના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. લોકોએ આ ગીતને ઘણો પ્રેમ આપ્યો હતો. ફરમાની નાઝનું આ ગીત બધાની જીભ પર ચઢી ગયું હતું પરંતુ હવે તેના ચાહકો ખૂબ જ નિરાશ થવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાઈટર જીતુ શર્મા (Jeetu Sharma)એ ફરમાની નાઝ પર ગીત ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે, જેના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

‘હર હર શંભુ’ ગીત YouTube પરથી હટાવી દેવામાં આવ્યું છે

જીતુ શર્માનો આરોપ છે કે ફરમાની નાઝે તેને ક્રેડિટ આપ્યા વિના આ ગીત રિલીઝ કર્યું છે. તેના પર કાર્યવાહી કરતા હવે યુટ્યુબે આ ગીતને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે. જો કે, લેખક જીતુ અહીં અટક્યા નથી. તેણે આ ગીત પાછળનું સમગ્ર સત્ય પણ જણાવ્યું છે. એક જાણીતી વેબસાઈટ સાથેની વાતચીતમાં જીતુ શર્માએ જણાવ્યું કે, ‘ફરમાનીનું આ ગીત 23મીએ યુટ્યુબ પર રિલીઝ થયું હતું, પરંતુ અમે અમારા ગીત, તાલ, કંપોઝિશન અને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં પણ અમારું નામ નથી નાખ્યું. તો પણ અમને તેની સાથે કોઈ વાંધો ન હતો પરંતુ જ્યારે તેણે આ ગીતને ઓરિજિનલ કહ્યું તો અમને તે ગમ્યું નહીં.

કાનૂની દાવા પછી આ ગીત દૂર કરવામાં આવ્યું

જીતુ શર્માએ વધુમાં કહ્યું કે, મેં આ અંગે યુટ્યુબને ફરિયાદ કરી હતી અને તેમની પાસે કાનૂની દાવો કર્યો હતો, લગભગ 7-8 દિવસ બાદ વેરિફિકેશન થયું હતું અને ત્યારબાદ 11 ઓગસ્ટે આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું હતું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ફરમાનીને મળી બિગ બોસ 16ની ઓફર

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ફરમાની નાજ સલમાન ખાનના ફેમસ શો બિગ બોસ 16 માટે ઓફર મળી છે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં ફરમાની નાજના ભાઈએ ખુલાસો કરતા કહ્યું કે, તેની બહેનને બિગ બોસમાંથી ઓફર મળી છે પરંતુ ફરમાનીએ આ વાતનો નિર્ણય હજુ સુધી લીધો નથી કે તે આશોનો ભાગ બનશે કે નહિ,

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">