વિજય દેવરાકોંડાને જોઈને બેકાબૂ થયા ફેન્સ, પટનામાં પણ Liger ની ઈવેન્ટ રદ્દ

હાલમાં જ વિજય દેવરકોંડા (Vijay Devarakonda) તેની ફિલ્મ લાઈગરના પ્રમોશન માટે પટના શહેરમાં પહોંચ્યો હતા. જ્યાં ફરી એકવાર ભીડને કારણે તેમને કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો.

વિજય દેવરાકોંડાને જોઈને બેકાબૂ થયા ફેન્સ, પટનામાં પણ Liger ની ઈવેન્ટ રદ્દ
Vijay-Deverakonda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 8:09 PM

વિજય દેવરકોંડા (Vijay Devarakonda) આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ લાઈગરને (Liger) લઈને સતત ચર્ચામાં છે. આ દરમિયાન તે લાઈગરના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ લાઈગરના પ્રમોશન માટે મુંબઈ ગયેલા સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ ઈવેન્ટ રદ્દ કરવી પડી હતી. જેનું કારણ હતું તેના ફેન્સની બેકાબૂ ભીડ. મુંબઈ બાદ હવે પ્રમોશન માટે એક્ટર પટના પહોંચી ગયો છે. જ્યાં ફરી એકવાર તેના જબરા ફેન્સની જબરદસ્ત ભીડે તેનું ભવ્ય રીતે સ્વાગત કર્યું. પરંતુ આ વખતે પણ એક્ટરને ઇવેન્ટ છોડી દેવી પડી હતી. હાલમાં જ લાઈગરના પ્રમોશન માટે પટના શહેરમાં પહોંચેલા વિજય દેવરકોંડાને જોઈને તેના ફેન્સ ફરી એકવાર બેકાબૂ જોવા મળ્યા. એક્ટરને જોઈને ભીડ એટલી વધી ગઈ કે લોકોને સંભાળવું મુશ્કેલ થઈ ગયું અને આનું પરિણામ એ આવ્યું કે ફરી એકવાર અભિનેતાને શો શરૂ થતાં જ છોડવું પડ્યું.

અહીં જુઓ વિજય દેવરકોંડાના ફેન ફોલોઈંગની એક ઝલક

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ કર્યું ટ્વીટ

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વિજય દેવરકોંડાની આ ઇવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ દેખાઈ રહ્યા છે. તેને કહ્યું કે ફેન્સને મેનેજ કરવા સુરક્ષાકર્મીઓ માટે ખૂબ મુશ્કેલ બની ગયું હતું. જેના કારણે એક્ટરે પોતાની ઈવેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.

ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક્ટર વિજય વ્હાઈટ શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. ભીડે તેને ચારે બાજુથી ઘેરી લીધો છે. આ સિવાય એક્ટર પણ કહેતો જોવા મળે છે કે અમે તમને બધાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એક્ટરની આ સ્ટાઈલ તેના ફેન્સને તેના દિવાના બનાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">