Top 5 News: રાજ કુંદ્રાના રિમાન્ડ, શિલ્પાની પૂછપરછ, રિયા કરી રહી છે હોલીવુડની તૈયારી? જાણો Entertainment ના મોટા સમાચાર

શુક્રવાર એ સમાચારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ દિવસ હતો. જો તમે શુક્રવારના કોઈ સમાચાર ચૂકી ગયા છો, તો તમે Entertainment Top 5 ન્યૂઝ વાંચી શકો છો.

Top 5 News: રાજ કુંદ્રાના રિમાન્ડ, શિલ્પાની પૂછપરછ, રિયા કરી રહી છે હોલીવુડની તૈયારી? જાણો Entertainment ના મોટા સમાચાર
Top 5 Entertainment news of the date 23 July
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 8:31 AM

મનોરંજનની દુનિયામાં શુક્રવાર પણ સમાચારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતો. દિવસભર રાજ કુન્દ્રા વિશે ઘણા સમાચાર હતા. તે જ સમયે, રિયા ચક્રવર્તી હોલીવુડમાં કામ કરવાની તૈયારી કરી રહી છે તેવા પણ અહેવાલ આવ્યા. જો તમે કોઇ શુક્રવારના સમાચાર ચૂકી ગયા છો, તો વાંચો Entertainment Top 5 ન્યૂઝ.

રાજ કુંદ્રા કેસ: રાજ કુંદ્રાના રિમાન્ડ 27 જુલાઇ સુધી લંબાવાશે, ક્રાઇમ બ્રાંચ સટ્ટાબાજીની પણ તપાસ કરશે

પોર્નોગ્રાફી મામલે રાજ કુંદ્રાની (Raj Kundra) મુશ્કેલીઓ ઓછી થતી નથી. કોર્ટે રાજની કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કર્યો છે. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે અશ્લીલતા દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ કારણોસર, રાજ કુંદ્રાના યસ બેંકના ખાતા અને યુનાઇટેડ બેંકના ખાતાની તપાસ થવી જોઈએ.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આપને જણાવી દઈએ કે રાજની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે, 23 જુલાઈ સુધી કોર્ટે રાજને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ પણ આપ્યો હતો. રાજ અને તેના સાથી રાયન થોર્પને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

શિલ્પાની મુશ્કેલીઓ વધશે! શું રાજ કુંદ્રાના કાળા ધંધાઓમાં શિલ્પા શેટ્ટીનો પણ હાથ હતો?

અશ્લીલતાના કેસમાં રાજ કુંદ્રાની (Raj Kundra) મુંબઈ પોલીસે ધરપકડ કરી છે, જ્યાં પોલીસ તેને 23 જુલાઈએ બપોરે સાડા ત્રણ વાગ્યે પૂછપરછ માટે શિલ્પા શેટ્ટીના ઘરે લઈ ગઈ હતી. આ ઘરે દંપતી એક સાથે રહે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે પોલીસે આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. પોલીસ જાણવા માંગે છે કે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પાસે આ સમગ્ર રેકેટ વિશે કેટલી માહિતી હતી. પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. જે હવે પોલીસ પાસે રેકોર્ડ છે.

આ રેકેટનો ખુલાસો થયા પછી, જ્યારે રાજને પોલીસે પકડ્યો હતો, તે દરમિયાન જ રાજે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીને આ વિશે કોઈ માહિતી નથી. આ કામ તે પોતે જ કરતો હતો.

બોલિવૂડમાં હવે કામ નથી મળતું! શું રિયા ચક્રવર્તીને કરી રહી છે હોલીવુડ તરફ પ્રયાણ?

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી તેના બોયફ્રેન્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધનથી જ ચર્ચામાં છે. સુશાંતના મૃત્યુને 1 વર્ષ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) જિંદગી પણ ધીરે ધીરે પાટા પર પાછા ફરતી જોવા મળી રહી છે અને રિયા ફરી પોતાની કારકિર્દી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં જ તેનું નામ બિગ બોસ 15 ની હેડલાઇન્સમાં હતું. પરંતુ જો કેટલાક અહેવાલોનું માનવામાં આવે તો, રિયા આ શોનો ભાગ બનવાની નથી. ફિલ્મો વિશે વાત કરીએ તો હાલમાં બોલિવૂડના કોઈ પ્રોજેક્ટ માટે તેને સાઇન કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક આંતરરાષ્ટ્રીય કાસ્ટિંગ એજન્સીઓ છે જે અભિનેત્રીને સાઇન કરવા તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં ત્રણ આંતરરાષ્ટ્રીય કાસ્ટિંગ કંપનીઓ કેટલાક નવા પ્રોજેક્ટ્સ વિશે રિયા ચક્રવર્તી સાથે ચર્ચા કરી રહી છે. જોકે, રિયાએ કોઈ પણ કંપની સાથે સહમતી દર્શાવી નથી.

‘Bollyfame’ એપ પર કામ કરી રહ્યો હતો કુંદ્રા, સાળી શમિતા શેટ્ટીને કાસ્ટ કરવાનો હતો પ્લાન!

‘ગંદી બાત’ સિરીઝ ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠે (Gehana Vasisth) ખુલાસો કર્યો છે કે રાજ કુંદ્રા એક નવી એપ પર કામ કરી રહ્યો હતો. તે તેની એક ફિલ્મ માટે પત્ની શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીને કાસ્ટ કરવાનું વિચારી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ કેસમાં ગહના વશિષ્ઠની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે કેસમાં જ રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. સ્વાસ્થ્યના કેટલાક પ્રશ્નોના કારણે ગહના જામીન પર બહાર છે.

એક ઇન્ટરવ્યુમાં, ગહના વશિષ્ઠે કહ્યું- “રાજ કુંદ્રાની ધરપકડના થોડા દિવસ પહેલા હું તેમની ઓફીસ ગઈ હતી. ત્યાં મને ખબર પડી કે તે Bollyfame નામની નવી એપ પર કામ કરી રહ્યો છે. તે આ એપ્લિકેશન માટે રિયાલિટી શો, મ્યુઝિક વિડીયો, ફિચર ફિલ્મો અને ચેટ શોની યોજના કરી રહ્યો હતો. ફિચર ફિલ્મોમાં બોલ્ડ સીન્સ ઉમેરવાની કોઈ યોજના નહોતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મુનમુન દત્તા ઘણા દિવસોથી સેટથી ગાયબ! શું શોને કહી દીધું અલવિદા?

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રએ પ્રેક્ષકોના દિલમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. તે જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી હોય કે બબીતા ​​જીની ભૂમિકા કરનાર મુનમુન દત્તા. મુનમુન દત્તા ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. પરંતુ હવે તેઓ સેટથી થોડા દિવસોથી ગાયબ છે.

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના રોગચાળાને કારણે, સેટને દમણમાં સ્થાનાંતરિત કરાયો હતો. હવે શૂટિંગ ફરીથી મુંબઈમાં શરૂ થયું છે અને ટીમ છેલ્લા એક મહિનાથી મુંબઇમાં શૂટિંગ કરી રહી છે. પરંતુ મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી સેટમાંથી ગાયબ છે અને ઘણા દિવસોથી તેની આસપાસ સ્ટોરીલાઈનથી સિરિયલ પણ લખી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">