
Dunki : વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર પઠાણ બાદ હવે શાહરુખ ખાનની આગામી ફિલ્મને લઈ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાન 2 મોટા બજેટ વાળા પ્રોજકેટ પર કામ કરી રહ્યા છે. જેમાં પ્રથમ ફિલ્મ છે જવાન જે 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની બીજી ફિલ્મ છે ડંકી, જેમાં શાહરુખ ખાન અને રાજકુમાર હિરાણી એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ અને નવા વર્ષે રિલીઝ થશે.
આ પણ વાંચો : Viral Video : અક્ષય કુમારે શેર કર્યો એક ખાસ વીડિયો, કેપ્શને જીત્યું ફેન્સનું દિલ
રિપોર્ટ અનુસાર ડંકીએ રિલીઝ પહેલા જ 155 કરોડ રુપિયા કમાઈ લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના ઓટીટી રાઈટ્સ મુકેશ અંબાણીની રિલાયન્સ JioCinemaને તગડી રકમમાં વેંચી નાંખ્યા છે. અહેવાલોનું માનીએ તો માત્ર એક જ ભાષમાં રિલીઝ થનારી આ ફિ્લ્મની અત્યારસુધીની સૌથી મોટી ડીલ છે. તેની પાછળ શાહરુખ ખાન અને રાજકુમાર હિરાણીની સાથે આવવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટનું માનીએ તો 2 મોટા સેલિબ્રિટી જ્યારે સાથે આવશે તો તે પળ શાનદાર હશે. આ ફિલ્મને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ડંકી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાંખશે. ડંકીથી રાજકુમાર હિરાણી 5 વર્ષ બાદ નિર્દેશનમાં પરત ફરી રહ્યો છે. આ પહેલા તેમણે સંજય દત્તની સાથે મુન્ના ભાઈ એમબીબીએસ, લગે રહો મુન્ના ભાઈ, આમિર ખાનની સાથે 3 ઈડિયટ્સ અને પીકે અને રણબીર કપૂર સાથે સંજુ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
આ પણ વાંચો : Tom Cruise Hindi : ટોમ ક્રૂઝને પરફેક્ટ હિન્દી બોલતા જોઈને ફેન્સ થયા ઇમ્પ્રેસ, Video થયો Viral
રાજકુમાર હિરાણીની ફિલ્મ હંમેશા એક સામાજીક સંદેશ આપે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ડંકી સાથે પણ તે કાંઈ અલગ જ કરતો જોવા મળશે. તો શાહરુખ ખાનની જવાન અવાર નવાર ચર્ચામાં રહે છે. ટુંક સમયમાં જ મેકર્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. ત્યારે આને લઈ ચાહકોમાં પહેલાથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાનના ચાહક પઠાણ બાદ તેની આગામી બ્લોકબસ્ટર ફિલ્મ પર નજર રાખીને બેઠા છે.
Published On - 3:45 pm, Sun, 9 July 23