‘લાઈગર’ ફ્લોપ થવાથી ડિસ્ટ્રીબ્યુટરને થયું 65 ટકા નુકસાન, વિજય દેવરકોંડા મેકર્સને ચૂકવશે મોટી રકમ

સાઉથ એક્ટર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની ફિલ્મ 'લાઈગર' (Liger) બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. લાઈગરના ડિસ્ટ્રીબ્યુટર વારંગલ શ્રીનુએ બોક્સ ઓફિસ પર ફિલ્મની ફ્લોપ વિશે ખુલીને વાત કરી છે. વારંગલે સ્વીકાર્યું છે કે લાઈગરને કારણે તેને ખૂબ જ નુકસાન થયું છે.

'લાઈગર' ફ્લોપ થવાથી ડિસ્ટ્રીબ્યુટરને થયું 65 ટકા નુકસાન, વિજય દેવરકોંડા મેકર્સને ચૂકવશે મોટી રકમ
Liger
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 3:56 PM

સાઉથ એક્ટર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની ફિલ્મ ‘લાઈગર’ (Liger) બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ‘લાઈગર’ના ડિસ્ટ્રીબ્યુટર વારંગલ શ્રીનુએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લાઈગરના ફ્લોપ થવાને કારણે તેને લગભગ 65% રકમ ગુમાવી છે. વારંગલ શ્રીનુએ છેલ્લા 12 મહિનામાં 100 કરોડ રૂપિયાના નુકસાનના રિપોર્ટ પર પણ પ્રતિક્રિયા આપી છે. આ વિશે વાત કરતા વારંગલ શ્રીનુએ કહ્યું કે મેં એક વર્ષમાં 100 કરોડ ગુમાવ્યા નથી. પરંતુ ફ્લોપ થવાને કારણે મેં ઘણા પૈસા ગુમાવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ 125 કરોડન બજેટમાં બની છે.

કોઈપણ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ લોકો સોશિયલ મીડિયા પર તેને બોયકોટ કરવાનું શરૂ કરી દે છે. જ્યારે તે રિલીઝ થાય છે ત્યારે તેઓ ઓટીટી પર ફિલ્મ આવે તેની રાહ જોવાનું શરૂ કરે છે. ત્યારબાદ બોલિવુડની ફિલ્મો ફ્લોપ થવાના કારણે મેકર્સ અને કલાકારોએ તેમના ખિસ્સામાંથી ભરપાઈ કરવી પડે છે. લાઈગર સાથે પણ એવું જ થયું છે.

વિજય દેવરકોંડાની ફિલ્મ ‘લાઈગર’ ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સાઉથની ફિલ્મો ઘણા સમયથી થિયેટરો પર રાજ કરી રહી છે, તેથી એવી આશા હતી કે આ ફિલ્મ દર્શકોની આશાઓ પર ખરી ઉતરશે. આ ફિલ્મથી વિજય દેવરકોંડાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે જ્યારે અનન્યા પાંડેએ સાઉથમાં ડેબ્યુ કર્યું છે. પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. જે બાદ વિજય દેવરકોંડાએ પણ મોટો નિર્ણય લીધો છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

હાલમાં જ જ્યારે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થઈ ત્યારે આમિર ખાને પણ મોટો નિર્ણય લીધો. આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢા માટે કોઈ ફી લીધી નથી. તેને તેની સંપૂર્ણ ફી છોડી દીધી હતી. હવે વિજય દેવરકોંડાની લાઈગર પણ ફ્લોપ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં તેને મેકર્સને 6 કરોડ રૂપિયાની વધુ રકમ પરત કરવાનો નિર્ણય લીધો છે. વિજય દેવરકોંડાએ આ ફિલ્મ માટે 35 કરોડ રૂપિયા લીધા હતા.

વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર માટે મેકર્સે ઘણું પ્રમોશન કર્યું હતું. એશિયા કપ 2022 દરમિયાન એક્ટર સ્ટેડિયમમાં પણ જોવા મળ્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે ઘણી વખત તે ચપ્પલ પહેરીને ફરતો પણ જોવા મળ્યો હતો. પરંતુ આ બધાની ફિલ્મ પર કોઈ અસર થઈ ન હતી અને ફિલ્મ લાઈગર ફ્લોપ સાબિત થઈ. જે બાદ પુરી જગન્નાથે પણ ડિસ્ટ્રીબ્યુટરને રકમ પરત કરવાનો નિર્ણય લીધો હતો.

વિજય દેવરકોંડા હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જન ગણ મન’ પર કામ કરી રહ્યો છે. તે પણ એક પાન ઈન્ડિયા ફિલ્મ હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ માટે પણ હાઈ બજેટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે લાઈગરની હાલતને જોતા મેકર્સે બજેટમાં ઘટાડો કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">